Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Happy Propose Day 2021: આજે કહેવુ જરૂરી છે કે તને પ્રેમ કરુ છુ...

રોઝ ડેના બીજા દિવસે વારો આવે છે પ્રપોઝ ડેનો. વેલેંટાઈનના આ દિવસે કપલ્સ એકબીજાને પ્રપોઝ કરે છે.

નવી દિલ્લીઃ દર વર્ષે 14 ફેબ્રુઆીએ વેલેંટાઈન ડે મનાવવામાં આવે છે પરંતુ તે પહેલા આખુ સપ્તાહ રોજ અલગ અલગ દિવસ સેલિબ્રેટ કરવામાં આવે છે જેને વેલેંટાઈન વીક કહેવાય છે. આ 7 દિવસોમાં લોકો પોતાના પ્રેમને અલગ અલગ રીતે વ્યક્ત કરે છે. 7 ફેબ્રુઆરીએ રોઝ ડેની શરૂઆત સાથે જ પ્રેમના આ સપ્તાહનો પ્રારંભ થઈ ચૂક્યો છે. રોઝ ડેના બીજા દિવસે વારો આવે છે પ્રપોઝ ડેનો. વેલેંટાઈનના આ દિવસે કપલ્સ એકબીજાને પ્રપોઝ કરે છે.

જો તમારા દિલમાં પણ કોઈની છબી વસી ગઈ હોય..

જો તમારા દિલમાં પણ કોઈની છબી વસી ગઈ હોય..

જો તમારા દિલમાં પણ કોઈની છબી વસી ગઈ હોય પરંતુ તમે અત્યાર સુધી તેને પોતાના દિલની વાત નથી કીધી તો આજથી સારો દિવસ કોઈ નથી તેને વ્યક્ત કરવાનો. આમ તો પ્રેમ કોઈ સમય અને દિવસનો મોહતાજ નથી પરંતુ જ્યારે આજનો દિવસ પ્રેમ વ્યક્ત કરવા માટે આપ્યો છે તો એ પરંપરાને જાળવીને તમે પણ તમારો પ્રેમ વ્યક્ત કરો. નિઃશંકપણે પરિણામ સારુ જ મળશે.

પ્રેમ વ્યક્ત કરવાનો દિવસ

પ્રેમ વ્યક્ત કરવાનો દિવસ

દરેકના મનની ઈચ્છા હોય છે કે તે પોતાના પ્રેમને એવી રીતે વ્યક્ત કરે જેવુ પહેલા ક્યારેય કોઈએ ન કર્યુ હોય. રીલ લાઈફ અને રીયલ લાઈફ બંનેમાં તફાવત તો હોય છે પરંતુ એમાં કોઈ શંકા નથી કે આજની રીયલ લાઈફ પર રીલ લાઈફની પણ ઘણી અસર છે. ખાસ કરીને યુવાનો તો ફિલ્મોના મોહપાશમાં બંધાયેલા રહે છે. માટે તેમની પૂરી કોશિશ હોય છે કે તે પોતાના સાથીને એવી રીતે પ્રેમ વ્યક્ત કરે તે તેને ના પાડવાનો મોકો જ ન મળે.

યે વો અફસાના હે જો આંખો સે બયાં હોતા હે

યે વો અફસાના હે જો આંખો સે બયાં હોતા હે

પહેલાના જમાનામાં લોકો પત્ર લખીને પોતાનો પ્રેમ વ્યક્ત કરતા પરંતુ આજે લેપટૉપ અને ટેબલેટનો જમાનો છે માટે દરેક કામ પણ એકદમ ફાસ્ટ થાય છે. હવે લોકોને રાહ જોવાની આદત નથી હોતી માટે તે ફાસ્ટફૂડની જેમ ફાસ્ટ પરિણામ ઈચ્છે છે. આજે લોકો પોતાના સાથીને ગુલાબ દ્વારા, એસએમએસ દ્વારા, ભેટ મોકલીને પોતાની ભાવનાઓને જણાવી દે છે કે પછી ઈન્ટરનેટના માધ્યમથી પણ આઈલવયુ કહી દે છે. અપવાદોને બાકાત રાખીએ તો આ નુસ્ખા ઘણા કારગત પણ સાબિત થાય છે. પ્રેમના અઢી અક્ષરમાં ખૂબ શક્તિ હોય છે. જો તમે દિલથી અને શિદ્દતથી કોઈને ચાહતા હોય અને પોતાની વાત કહો તો તમારો સાથી ક્યારેય તમારાથી દૂર નહિ થાય. તો ચાલો, આજનો દિવસ તમારા પ્રેમ સાથે સેલિબ્રેટ કરો અને જુઓ કે જીવન કેટલુ સુંદર બની જાય છે.

યું તો મુહોબ્બત કો આવાઝકી જરૂરત નહિ
યે વો અફસાના હે જો આંખો સે બયાં હોતા હે
લેકિન વક્તકા તકાઝા કહેતા હે કિ
દિલ કી બાતેં ઝુંબા પર આ હી જાયે તો અચ્છા હે
વરના જિંદગીમે હંમેશા અફસોસ હી રહેતા હે...

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X