મંગળનું કુંભમાં ગોચર, આ રાશિના જાતકો પર પડશે ખરાબ અસર
નવી દિલ્હીઃ સાહસ, પરાક્રમ, નિડરતા, આત્મવિશ્વાસ અને ભૂમિ ભવન તથા સંપત્તિના દાતા ગ્રહ મંગળ 6 નવેમ્બરે પોતાની ઉચ્ચ રાશિ મકરને ત્યાગીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. મંગળ 2 નવેમ્બર 2018થી મકર રાશિમાં ચલ થઈ હ્યો છે, જે 188 દિવસ સુધી મકરમાં રહ્યા બાદ 6 નવેમ્બરે સાંજે 8.49 વાગ્યે કુંભ રાશિમાં ગોચર કરશે. આ રાશિમાં મંગળ 47 દિવસ રહ્યા બાદ 23મી ડિસેમ્બરે બપોરે 1.20 વાગ્યે મીન રાશિમાં ચાલ્યો જશે. મંગળના મિત્ર ગ્રહ સૂર્ય, ચંદ્ર અને બૃહસ્પતિ છે. તેના શત્રુ ગ્રહ બુધ અને રાહુ-કેતુ છે. શુક્ર અને શનિની સાથે આ સમ વ્યવહા કે છે.

તમામ રાશિના જાતકો માટે ભાગ્યોદયકારક
મંગળનું મકરથી કુંભ રાશિમાં પ્રવેશ કરવો કેટલાય મામલામાં તમામ રાશિના જાતકો માટે ભાગ્યોદયકારક સાબિત થશે. ગોચરની 47 દિવસની અવધી દરમિયાન મંગળ તમામ રાશિને પ્રભાવિત કરશે પરંતુ મોટાભાગના મામલાઓમાં આ શુભ ફળદાયી થશે. તે સાહસ, પરાક્રમમાં વૃદ્ધિ કરનાર સાબિત થશે. અટકેલા આર્થિક મામલામાં તેજી આવશે.

સ્વરાશિ અને મિત્ર ગ્રહોની રાશિ પર પ્રભાવ
મંગળ મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી છે તથા સિંહ, કર્ક અને ધન-મીન તેની મિત્ર રાશિઓ છે. માટે આ રાશિના જાતકો માટે મંગળનું આ ગોચર ફાયદાકારક રહેશે, રોગોથી મુક્તિ અને આર્થિક સંકટોનું સમાધાન થશે. લાંબા સમયથી જે કામ અટકેલા છે, તે હવે ફટાફટ પૂરાં થશે. સાહસ, પરાક્રમમાં વૃદ્ધિ થશે. સેના, પોલીસ, ઈલેક્ટ્રોનિક્સ, એન્જિનિયરિંગ ક્ષેત્રો સાથે જોડાયેલા લોકોને મોટો અવસર મળશે. જે લોકો પોતાનું મકાન, પ્લોટ ખરીદવા માગતા હોય તેમના માટે આ સમય શુભ રહેશે. પ્રોપર્ટીમાં રોકાણ લાભદાયક રહેશે.

શત્રુ રાશિ રહે સાવધાન
મંગળનો શત્રુ ગ્રહ બુધ છે અને બુધ મિથુન તથા કન્યા રાશિનો સ્વામી છે. માટે આ રાશિના જાતકોને કેટલાય પ્રકારના શારીરિક કષ્ટ થઈ શકે છે. ખાસ કરીને રક્ત સંબંધી કોઈ રોગ પરશાન કરશે. મનમાં અસ્થિરતા રહેશે. મન વિચલિત રહેશે. કોઈ મોટું રોકાણ કરતાં બચો. ખાસ કરીને ભૂમિ, સંપત્તિમાં પૈસા ન ફસાવવા. પ્રેમના મામલામાં નુકસાન થઈ શકે છે. આ રાશિના જાતકો માટે એક વાત સારી થશે અને તે એ કે તેમના આત્મવિશ્વાસમાં જબરદસ્ત વૃદ્ધિ થશે. સાથે જ જેમના વૈવાહિક કાર્યો અટકેલાં છે તેમનાં કામ બની જશે.

સમ રાશિઓ પર મિશ્રિત પ્રભાવ
મંગળના સમ ગ્રહ છે શુક્ અને શનિ. તેમનાથી સંબંધિત રાશિઓ વૃષભ-તુલા અને મકર-કુંભ. આ ચાર રાશિના જાતકો માટે મંગળનું ગોચર મિશ્રિત ફળ લઈને આવશે. આર્થિક સંપન્નતાના રસ્તા પર આ લોકો આગળ તો વધશે પરંતુ પારિવારિક અને સામાજિક જીવનમાં પદ-પ્રતિષ્ઠામાં ઘટાડો આવી શકે છે. આ રાશિના જાતકો મંગળનો શુભ પ્રભાવ હાંસલ કરવા માટે દરેક મંગળવારે હનુમાન મંદિરમાં શ્રીફળ અર્પિત કરે.
શરદ પૂનમઃ આ દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવાથી થશે ધનવર્ષા, જાણો પૂજાની વિધિ