For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવામાં કંઇક આ રીતે પોતાનો પ્રચાર કરે છે કંપનીઓ!

|
Google Oneindia Gujarati News

બાળપણમાં જ્યારે પણ આપણા ઘરની ઉપરથી વિમાન પસાર થતું હતું તો આપણે ખૂબ જ ખુશ થતા હતા અને જોર જોરથી તાળી પણ વગાડતા હતા, આપમાંથી ઘણા લોકોએ વિમાનમાં બેસવાનો લ્હાવો પણ માણ્યો હશે.

અત્યાર સુધી વિમાનનો ઉપયોગ માત્ર મુસાફરી પૂરતો સિમિત હતો પરંતુ હવે તેનો ઉપયોગ પ્રચાર પ્રસાર માટે પણ થવા લાગ્યો છે. આના માટે કંપનીઓ આખા વિમાનને હાયર કરીને તેના બહારના ભાગને પોતાના પ્રચારથી રંગી દે છે. આનાથી કંપનીઓનું પ્રચાર પણ થઇ જાય છે અને સાથે સાથે વિમાનનો લુક પણ બદલાઇ જાય છે.

આ પ્રકારના પ્રચારમાં વિમાન કંપનીની થીમ અનુસાર રંગવામાં આવે છે જેમકે તેના આગળના ભાગને અલગ રંગથી રંગવામાં આવે છે, તેના ફિનમાં બીજો રંગ. હજી સુધી ઘણી કંપનીઓએ વિમાનને પોતાની કંપનીના પ્રચારના માધ્યમ તરીકે ઉપયોગ કર્યો છે, જેમકે બોસ્ટન રેડ સોક્સ, હેલો કિટ્ટી, અહીં સુધી મિક્કી માઉસે પણ વિમાન દ્વારા પોતાનો પ્રચાર પ્રસાર કર્યો છે.

આવો જોઇએ આવા કેટલાંક વિમાન જેમાં કંપનીઓએ પોતાના પ્રચાર કર્યો છે...

હેલો કિટી

હેલો કિટી

તાઇવાની એરલાઇન્સના આ પ્લેનમાં હેલો કીએ પોતાની જાહેરાત લગાવી રાખી છે.

પોકેમૉન

પોકેમૉન

નિપ્પોન એરવેઝે 2004માં પોકેમૉનને પોતાના ઘણા પ્લેનની થીમ બનાવી હતી.

ધ સિમપસન

ધ સિમપસન

વેસ્ટર્ન પેસેફિક એરલાઇન્સે ફેમસ ટેલિવિઝન ફૈમલીની જાહેરાત પોતના પ્લેનમાં કરી હતી.

ડિજનીલેન્ડ

ડિજનીલેન્ડ

અલાસ્કા એરલાઇન્સના આ પ્લેનમાં ફેમસ કાર્ટૂન કેરેક્ટર ડિજનીલેન્ડનો પ્રચાર કર્યો છે.

ટોક્યો ડિજનીલેન્ડ

ટોક્યો ડિજનીલેન્ડ

જાપાન એરલાઇન્સે ટોક્યોમાં ડિજનીલેન્ડની 30મી વર્ષગાંઠ પર પોતાની એરલાઇન્સમાં તેનો પ્રચાર કર્યો હતો.

વર્લ્ડ ઓફ હેરી પોટર

વર્લ્ડ ઓફ હેરી પોટર

એરટ્રેને હેરી પોટર સીરીઝના પ્રચાર માટે પોતાના પ્લેનને આ રીતે પેઇન્ટ કરાવ્યું હતું.

ધ લૉડ ઓફ રિંગ

ધ લૉડ ઓફ રિંગ

એર ન્યૂઝીલેન્ડે પોતાના પ્લેનમાં હોલિવુડ ફિલ્મ લૉર્ડ ઓફ ધ રિંગના પ્રચાર કર્યો હતો.

 ધ હૉબિટ

ધ હૉબિટ

ધ લોર્ડ ઓફ ધ રિંગ ઉપરાંત એર ન્યૂઝિલેન્ડે પોતાના પ્લેનને પીટર જેકસનની ધ હૉબિટ થીમથી પણ સજાવ્યું હતું.

એરિઝોના કાર્ડિનલ્સ

એરિઝોના કાર્ડિનલ્સ

યૂએસ એરવેઝે ફૂટબોલ ટીમના મેસ્કોટ અને કલરની સાથે પોતાના પ્લેનને ડેકોરેટ કર્યું હતું.

ધ બોસ્ટન રેડ બોક્સ

ધ બોસ્ટન રેડ બોક્સ

બેઝબોલ ફેન્સ માટે જેટબ્લૂએ પોતાના એરક્રાફ્ટને બોસ્ટન રેડ બોક્સ લોકોની સાથે ડેકોરેટ કર્યું હતું.

રિયલ મેડ્રિડ

રિયલ મેડ્રિડ

સ્પેનિશ સોકર ટીમ રિયલ મેડ્રિડે પોતાના ખુદના પ્લેનના કલરની સાથે ઘણા સ્લોગન પણ લખ્યા હતા.

બાલાસિલોના

બાલાસિલોના

જો આપ બારસિલોનાના ફેન છો તો ટર્કિશ એરલાઇન્સમાં મુસાફરી ચોક્કસ કરો કારણ કે ટર્કિશ એરલાઇન્સે પોતાના ઘણા પ્લેનને ટીમની થીમથી ડેકોરેટ કર્યા હતા.

સીવર્લ્ડ

સીવર્લ્ડ

સાઉથવેસ્ટ એરલાઇન્સનું પ્લેન 1998માં સેવર્લ્ડ થીમથી સજાવવામાં આવ્યું હતું.

સ્ટારક્રાફ્ટ ।।

સ્ટારક્રાફ્ટ ।।

સ્ટારક્રાફ્ટ ।।ની થીમથી સજાવવામાં આવેલ કોરિયન એરક્રાફ્ટ.

આયર્ન મૈડન

આયર્ન મૈડન

બ્રિટિશ એરલાઇન્સના આ પ્લેનને આયર્ન મેડેન બેંડ થીમથી સજાવવામાં આવ્યું હતું. જે ખૂબ જ પોપ્યુલર બેન્ડ ગ્રુપ છે.

English summary
Look, up in the sky It probably isn't a bird and it definitely isn't Superman. As one of the fastest modes of transportation, airplanes are a common part of the world's everyday scenery.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X