
ભારતના કયા શહેરમાં છે સૌથી વધારે લિવ ઇન જોડા?
લિવ ઇન રિલેશનશિપના એક મામલામાં સુનાવણી દરમિયાન સુપ્રિમ કોર્ટે આ નવા ટ્રેંડ પર ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે, તેની કાયદાકિય પરિભાષા બનાવવી ઘણી જ જરૂરી છે. સાથે જ એવું પણ કહ્યું કે, લિવ ઇન રિલેશનમાં રહેવુ એ ના તો ગુનો છે અને ના તો કોઇ પાપ. સુપ્રિમ કોર્ટના છેલ્લા કેટલાક શબ્દોએ એક નવી ચર્ચાને જન્માવી છે. ભારત જેવા દેશ માટે આ એક સંવેદનશિલ મુદ્દા છે, કારણ કે, અહીંના લોકો પશ્ચિમી સભ્યતાને અપનાવવામાં જરા પણ મોડું નથી કરતા.
જો કે અમે અંહી વાત કરી રહ્યાં છીએ લિવ ઇન રિલેશનશિપ સાતે જોડાયેલા તથ્યોની, જે કદાચ તમે નહીં જાણતા હોવ. લગ્ન વગર યુવક યુવતીની સાથે રહેવાની આ પ્રથાનું ચલણ કયા દેશમાં થયું, ક્યારેય થયુ તેની કોઇને ખબ નથી, પરંતુ આજે સમાજની જનરેશન નેક્સ્ટ આ ખુલાસાને મહત્વ આપી રહી છે, તેમાં કોઇ શંકા નથી.
સુપ્રિમ કોર્ટના જસ્ટિસ એસ રાધાકૃષ્ણન અને જસ્ટિસ પિનાકી ચંદ્ર ઘોષએ આ મુદ્દાને ગંભીરતાથી લેવાની વાત એમજ નથી કરી. કોર્ટમાં અવાર નવાર યૌન શોષણના મામલા સામે આવી રહ્યાં છે, જેમાં યુવક-યુવતીઓ લિવ ઇનમાં રહી રહ્યાં હતા અને જે આ રિલેશનશિપનો સૌથી મોટો દુષ્પ્રભાવ છે. સુપ્રીમ કોર્ટ જાણે છેકે, જો આ નવા ટ્રેન્ડને કાયદો અને સામાજિક વૈધતા મળી ગઇ તો દેશના યુવક-યુવતી વચ્ચે સેક્સુઅલ રિલેશન વધવામાં જરા પણ મોડું નહીં થાય, આ જ કારણ છે કે કોર્ટે હજુ સુધી ખુલીને કોઇ નિર્ણય કર્યો નથી.
તો ચાલે તસવીરો થકી જાણીએ લિવ ઇન સાથે જોડાયેલા કેટલાક તથ્યોને.

સૌથી વધુ લિવ ઇન જોડા બેંગ્લોરમાં
તમને આ જાણીને હેરાની થશે કે દેશના આઇટી સિટી બેંગ્લોરમાં સૌથી વધારે લિવ ઇન જોડા રહે છે. તેનું કરણ છે, અલગ અલગ રાજ્યોમાંથી નોકરી મેળવવા આવેલા યુવક-યુવતીઓ પોતાના પરિવારથી દૂર રહે છે. જેતી પ્રેમમાં પડ્યા બાદ તેની સાથે રહેવું તેમના માટે સાધારણ વાત બની જાય છે.

સૌથી વધારે ફ્રોડ બેંગ્લોરમાં
એનસીઆરબીના અહેવાલ અનુસાર બેંગ્લોર એવું શહેર છે, જ્યાં લિવ ઇન રિલેશનના નામે અત્યાસુધી સૌથી વધુ ફ્રોડના મામલા સામે આવ્યા છે.

લગ્ન પહેલા સેક્સ
લિવ ઇન રિલેશનના કારણે લગ્ન પહેલા સેક્સના મામલા વધી રહ્યાં છે. લગ્ન વગર ગર્ભવતી થવાના મામલા પણ વધી રહ્યાં છે. ભારતમાં અપરણિત માને ખોટી જનરોથી જોવામાં આવે છે.

તૂટી જાય છે લગ્નો
લિવ ઇન રિલેશનમાં રહેતા યુવક યુવતીઓ જો આગળ જઇને લગ્ન નથી કરતા, બે વાતો થાય છે, તેમના જલદીથી લગ્ન નથી થતાં અને જો થઇ જાય તો નવા જીવન સાથીને તેના જૂના જીવન સાથી અંગે માલુમ પડે તો લગ્ન ભંગાણનો ખતરો વધી જાય છે.

સમાજશાસ્ત્રીની નજરમાં
લખનઉના સમાજશાસ્ત્રી ડો. પ્રીતિ ગૌડનું કહેવું છે કે, આ રિલેશનની શરૂઆત પ્રેમથી જાય છે અને રિલેશનમાં આવનારા લોકો મોટા ભાગે આઝાદીની પસંદ કરે છે. તેમને લગ્નના બંધનમાં બંધાવું પસંદ નથી હોતુ અને મોટા ભાગે તેઓ એ માનીને ચાલે છે કે, તેમના લિવ ઇન સંબંધ ગમે તે સમયે તૂટી શકે છે, પરંતુ લગ્નના દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો આ રિલેશન સ્વિકાર્ય નથી, કારણ કે જો કોઇ પણ પતિ અથવા પત્ની લગ્ન પછી પણ અન્ય સાથે સંબંધ રાખે તો પરિવાર વિખાઇ જાય છે.

મેટ્રો સિટીમાં છે કલ્ચર
ડો.પ્રીતિ ગૌડ કહે છે કે, આ કલ્ચર માત્ર મેટ્રો સિટીઝનમાં હોઇ શકે છે, કારણ કે, અહીં યુવક-યુવતીઓ પરિવારથી દૂર રહે છે અને ફ્લેટ કલ્ચર હોવાના કારણે તેમને સહેલાયથી ઘર મળી જાય છે, જ્યારે નાના શહેરોમાં લોકો લગ્ન પહેલા યુવક-યુવતને ઘર ભાડે આપતા પણ અચકાય છે.

ફિલ્મોના કારણે વધ્યું
બૉલીવુડ ફિલ્મોમાં પણ આ રિલેશનને ખૂલીને દર્શાવામાં આવે છે, ઉદાહરણ તરીકે સલામ નમસ્તે અને પ્યારમાં ટ્વિસ્ટ ફિલ્મો છે.

વધુ કેર હોતી નથી
લિવ ઇન રિલેશનમાં યુવક-યુવતીઓને એક બીજાની વધુ કેર હોતી નથી, જેટલી લગ્ન બાદ હોય છે. આ કારણ છે કે, તેમના જલદી બ્રેક અપ થવાની આશંકા બની રહે છે.

વ્યક્તિગત આઝાદી
લગ્ન બાદ પતિ-પત્ની એકબીજાથી બંધાઇને રહે છે, જ્યારે લિવ ઇનમાં બન્નેને પોતાની જિંદગી પોતાની રીતે જીવવાની આઝાદી હોય છે.

બીપીઓ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે
રિલેશનશિપ સ્ટે્ટસ પર કરવામાં આવેલા એક સર્વેના અહેવાલ અનુસાર લગ્ન પહેલા સાથે રહેતા જોડાઓ સૌથી વધારે બીપીઓ ઇન્ડસ્ટ્રીમાં હોય છે.

લિવ ઇનમાં નથી હોતું કોમ્પ્રોમાઇઝ
લગ્નમાં પતિ પત્ની એખ દિવસ માટે તમામ કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર રહે છે, પરંતુ લિવ ઇનમાં તેવું હોતુ નથી.

કયા દેશોમાં મળી છે કાયદાકિય માન્યતા
ફિલીપાઇન્સ, ફ્રાન્સ કેનેજા, ઓસ્ટ્રેલિયા, સ્કોટલેન્ડ, યુકે, અમેરિકામાં અલગ-અલગ કાયદાકિય પરિભાષાઓ હેઠળ લિવ ઇન રિલેશનશિપને માન્યતા મળેલી છે.

જો લિવ ઇનમાં બાળક જનમ્યું તો
જો લિવ ઇન રિલેશનમાં બાળક જનમ્યુ તો સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર બાળક પર અધિકાર એજ રીતે નક્કી કરવામાં આવશે, જે રીતે લગ્નના કાયદા હેઠળ થાય છે.

ખાપ પંચાયતોની માન્યતા નહીં
લગ્ન પહેલા સાથે રહેવાના આ ચલણને ખાપ પંચાયતોની માન્યતા મળી નથી અને ભવિષ્યમાં પણ મળશે તેવા અણસાર નથી.

લગ્ન માટે તૈયાર
જો તમે લગ્ન કરવા માટે તૈયાર છો તો લિવ ઇન રિલેશન એક બીજાને સમજવાનું સૌથી સારું માધ્યમ છે.

લાગે છે બળાત્કારના આરોપ
મોટા ભાગે લિવ ઇન રિલેશનમાં જ્યારે બન્ને વચ્ચે બનતી નથી, તો યુવતીઓ પોતાની સાથી વિરુદ્ધ બળાત્કારનો કેસ ઠોકી દે છે, જે આ રિલેસનનો સૌથી નબળી અને ગંભીર વાત છે.