• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ સંકેત જણાવે છે કે ઑનલાઈન ડેટિંગ પાર્ટનરને મળવાનો આવી ગયો છે સમય

By Desk
|
Google Oneindia Gujarati News

ઑનલાઈન દુનિયાએ હાલમાં લોકોની વાસ્તવિક દુનિયાને સંપૂર્ણપણે બદલીને રાખી દીધી છે. આજના સમયમાં આપણે પોતાની નાની-મોટી દરેક જરૂરિયાત માટે ઑનલાઈન દુનિયા પર જ નિર્ભર છીએ. પછી ભલે એ વાત સંબંધોની જ કેમ ના હોય. ઘણી ડેટિંગ એપની મદદથી લોકો પોતાના માટે એક પરફેક્ટ પાર્ટનર શોધી શકે છે. જો કે આ રીતના પાર્ટનર પસંદ કરતી વખતે થોડી સાવચેતી રાખવી પણ જરૂરી હોય છે કારણકે તમે વાસ્તવમાં નથી જાણતા હોતા કે સામેવાળાની સચ્ચાઈ શું છે. એવામાં થોડો સમય રાહ જોવા અને એકબીજાને સમજવા તેમજ ભરોસો થયા બાદ જ મળવાની તમને સલાહ આપવામાં આવે છે. તો ચાલો, આજે અમે તમને અમુક એવા સંકેતો વિશે જણાવી રહ્યા છે જે એ દર્શાવે છે કે હવે તમે પોતાની ઑનલાઈન ડેટિંગ પાર્ટનરને મળવા અંગે વિચાર કરી શકો છો.

ઑનલાઈન વીડિયો મીટિંગ પછી...

ઑનલાઈન વીડિયો મીટિંગ પછી...

જ્યારે તમે કોઈ વ્યક્તિ સાથે ડેટિંગ શરૂ કરો ત્યારે તેનાથી મનમાં એક ઉત્સાહનો સંચાર થાય છે. આ સ્થિતિમાં કદાચ બંને વ્યક્તિ એકબીજાને મળવા માટે આતુર હોય છે. પરંતુ સામ-સામે મળતા પહેલા તમે અમુક વીડિયો કૉલ્સ કરી શકો છો. વીડિયો કૉલ દ્વારા તમે પોતાના પાર્ટનર સાથે જોડાવ છો. સાથે જ આનાથી એકબીજાને સારી રીતે જાણવાનો મોકો મળે છે. ત્યારબાદ તમે વ્યક્તિગત રીતે મળવાનો વિચાર કરી શકો છો.

લાંબા સમયથી હોય સંબંધ

લાંબા સમયથી હોય સંબંધ

ઘણી વાર એવુ બને છે કે આપણે કોઈને ડેટ કરવાનુ શરૂ કરીએ ત્યારે આપણા મનમાં તેને મળવાની ઈચ્છા જાગૃત થઈ જાય છે. પરંતુ એ જરૂરી છે કે તમે પોતાની ફીલિંગ પર થોડો કાબુ રાખો અને પોતાના સંબંધને થોડો સમય આપો. પહેલા તમે એકબીજાને સારી રીતે જાણી લો અને પરસ્પર એકબીજા સાથે કમ્ફર્ટેબલ થઈ જાવ. જ્યારે તમારા સંબંધને થોડો સમય થઈ જાય અને તમે એકબીજા પર વિશ્વાસ કરવા લાગો ત્યારે તમે એકબીજાને મળી શકો છો.

એકબીજા પર ભરોસો હોવો

એકબીજા પર ભરોસો હોવો

ઑનલાઈન દુનિયા વાસ્તવમાં એક આભાસી દુનિયા છે અને માટે કોઈની સચ્ચાઈ વિશે કંઈ કહી ન શકાય. માટે જો તમે હમણા-હમણા કોઈને ડેટ કરવાનુ શરૂ કર્યુ હોય તો એવામાં સારુ રહેશે કે તમે તેને વ્યક્તિગત રીતે મળવાના બદલે પહેલા તેના વિશે સારી રીતે તપાસ કરી લો. આના માટે ઈન્ટરનેટની જ મદદ લઈ શકાય છે. ત્યારબાદ તમે થોડો સમય ઑનલાઈન ડેટિંગ કરો. જ્યારે એકબીજા પર ભરોસો થવા લાગે ત્યારે તમે મળવા પર વિચાર કરો.

એકસાથે હેંગઆઉટ કરવાની ઈચ્છા

એકસાથે હેંગઆઉટ કરવાની ઈચ્છા

કપલ હોવાનો અર્થ એ નથી કે તમે માત્ર ડેટ પર જશો. તમે શરૂઆતમાં કંઈ બીજુ પ્લાન કરી શકો છો જેમાં તમે બંને એકસાથે મળીને હેંગઆઉટ કરી શકો છો. કોશિશ કરો કે જ્યારે તમે પહેલી વાર મળવાનો પ્લાન બનાવો ત્યારે કોઈ ક્રાઉડેડ પ્લેસ પર મળો. શરૂઆતમાં તમે એકલા મળવાનુ ટાળો. તમે પોતાના ગ્રુપ સાથે હેંગઆઉટનુ પ્લાનિંગ પણ કરી શકો છો. આનાથી તમે તમારા પાર્ટનરને પણ સમજી શકશે અને આ વધુ સેફ ઑપ્શન પણ હશે.

જ્યારે જાણવી હોય વાસ્તવિકતા

જ્યારે જાણવી હોય વાસ્તવિકતા

સામાન્ય રીતે જ્યારે કપલ્સ એકબીજા સાથે ઑનલાઈન ડેટિંગ કરી છે ત્યારે તેમના મનમાં એ જ વિચાર હોય છે કે ચેટ અને વીડિયો કૉલ પર તમારી સાથે પ્રેમાળ વાતો કરનાક વાસ્તવમાં શું કરે છે. જ્યારે મનમાં આ પ્રકારના વિચારો આવવા લાગે તો તમે એને અજમાવી શકો છો. જ્યાં સુધી તમે વ્યક્તિગત રીતે તમે એને મળો નહિ ત્યાં સુધી તમે એ નહિ જાણી શકો કો તમે જે વ્યક્તિને ઑનલાઈન મળ્યા છો તે વાસ્તવમાં છે કે નહિ.

English summary
These signs tell you that now you should meet your online dating partner.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X