For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ 10 અધિકારીઓએ દેશનું માથું ગર્વથી કર્યું છે ઊંચું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 24 જૂન: ભારતીય પ્રશાસનિક સેવામાં લાગવું દરેક યુવાન માટે એક સપના સમાન હોય છે. પરંતુ જે પ્રકારે વર્તમાનમાં ભ્રષ્ટ તંત્રથી લોકો હેરાન છે અને પ્રશાસનિક અધિકારીઓના અડિયલ વલણથી લોકો ખૂબ જ પરેશાન છે તેણે લોકોનું આ અધિકારીઓ પ્રત્યે સન્માન ઓછું કર્યું છે.

પરંતુ ભ્રષ્ટ તંત્રમાં ઘણા એવા ઇમાનદાર અને કર્મઠ આઇએએસ અધિકારીઓ પણ છે જેમણે પ્રશાસનિક સેવાની શાખને હંમેશા ઊંચી રાખી છે. ઘણા એવા અધિકારીઓ છે જેમણે પોતાના શાનદાર કાર્યોના કારણે દેશભરમાં સન્માન અને પ્રતિષ્ઠા કમાઈ છે.

આવો આવા જ 10 ઇમાનદાર અને નિષ્ઠાવાન પ્રશાસનિક અધિકારીઓ અંગે જાણીએ...

નરેન્દ્ર કુમાર

નરેન્દ્ર કુમાર

2009માં બિહારથી પોતાની સેવા શરૂ કરનારા આઇપીએસ અધિકારી નરેન્દ્ર કુમારે 2012માં મધ્ય પ્રદેશમાં ગેરકાનૂની કોલસા માફિયાઓની કમર તોડીને રાખી દીધી હતી, જેના પગલે તેમની માત્ર 30 વર્ષની ઉંમરમાં હત્યા કરી દેવામાં આવી હતી. તેમની પત્ની ગ્વાલિયરમાં આઇએએસ અધિકારી છે.

અજીત ડોવાલ

અજીત ડોવાલ

1968 બેચના આઇપીએસ અધિકારી ડોવાલ મિઝોરમ, પંજાબ અને કાશ્મીરમાં પોતાના મહત્વના યોગદાનથી જાણીતા છે. એટલું જ નહીં કંદહાર વિમાન અપહરણ કેસને ઉકેલવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. આઇબીની કમાન સંભાળ્યા બાદ વર્તમાનમાં ડોવાલ એનએસએના પદ પર છે.

બી ચંદ્રકલા

બી ચંદ્રકલા

બુલંદશહેરની ડીએમ ચંદ્રકલા પોતાના સખત મિજાજ માટે જાણીતી છે. ભ્રષ્ટ ઠેકેદારોની વિરુદ્ધ તેમણે સખત વલણ અપનાવ્યું અને ઘણાની વિરુદ્ધ કેસ પણ દાખલ કર્યો ત્યારબાદ તેમને ઘણા સન્માનની દ્રષ્ટિએ જોવામાં આવે છે.

સત્યેન્દ્ર દુબે

સત્યેન્દ્ર દુબે

ઝારખંડમાં કોડર્મા નેશનલ હાઇવે પર ભારે ભ્રષ્ટાચાર વિરુદ્ધ સત્યેન્દ્ર દુબેએ અવાજ ઉઠાવ્યો હતો, સાથે જ ઠેકેદારોની વિરુદ્ધ જે રોડ બનાવવામાં ભ્રષ્ટાચાર કરતા હતા, તેમની વિરુદ્ધ પોતાનો ડંડો ચલાવ્યો હતો. એટલું જ નહી તેમણે તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેઈને પણ પત્ર લખીને જાણ કરી હતી. પરંતુ થોડા સમય બાદ તેમની બિહારના ગયામાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી.

આર્મસ્ટ્રોંગ પામે

આર્મસ્ટ્રોંગ પામે

મણિપુરના આઇએએસ અધિકારી પામેએ ખુદના રૂપિયા અને સ્થાનીય લોકોને મદદથી 100 કિલોમીટર લાંબા રસ્તાનું નિર્માણ કરાવ્યું જેમાં તેમણે સરકારની કોઇ મદદ લીધી નહીં. ગામના લોકો તેમને ચમત્કારી વ્યક્તિ કહે છે.

એસ મંજૂનાથ

એસ મંજૂનાથ

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના સેલ્સ મેનેજરના રૂપમાં કામ કરનારા મંજૂનાથે ઓઇલમાં મિલાવટ વિરુદ્ધ ઝૂંબેશ છેડી હતી. લખનઉમાં તેમણે પેટ્રોલ પંપ માલિકોની ધાંધલીનો ખુલાસો કરી તેને સીઝ કરવાનો આદેશ આપ્યો હતો, ત્યારબાદ તેમની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.

શિવદીપ વમન લાંડે

શિવદીપ વમન લાંડે

પટનામાં 2006 બેચના આઇપીએસ અધિકારી લાંડેએ ડ્રગ માફિયા અને મહિલાઓ સાથે છેડતી કરનારાઓની વિરુદ્ધ જોરદાર કાર્યવાહી કરી હતી. તેમને કોઇ પણ વ્યક્તિ સમસ્યા હોય ત્યારે ફોન કરીને બોલાવી શકતો હતો. તેઓ પોતાની સેલરીના 70 ટકા સામાજિક કાર્યોમાં દાન માટે આપી દે છે.

યૂ સગ્યમ

યૂ સગ્યમ

પોતાની ઇમાનદારી અને સેવાભાવના પગલે તમિલનાડુના આઇએએસ અધિકારી સગ્યમને 20 વર્ષમાં 20 ટ્રાન્સફરનો સામનો કરવો પડ્યો હતો. તેઓ દેશના પહેલા એવા આઇએએસ અધિકારી છે જેમણે પોતાની સંપતિને સાર્વજનિક કરી હતી. ગેસ માફિયા સહિત ચૂંટણીમાં ધાંધલી વિરુદ્ધ સગ્યમે વ્યાપક અભિયાન ચલાવ્યું હતું.

વીવી લક્ષ્મીનારાયણ

વીવી લક્ષ્મીનારાયણ

લક્ષ્મીનારાયણે સીબીઆઇના પ્રમુખ રહેતા ઘણા મહત્વાના મામલાઓમાં પોતાનું યોગદાન આપ્યું. પોતાના કાર્યકાળમાં તેમણે ઘણા ભ્રષ્ટ અધિકારીઓનો પર્દાફાશ કર્યો. 19 હાઇ પ્રોફાઇલ કેસને તેમણે સફળતાપૂર્વક અંજામ આપ્યો.

આરએસ સંકરન

આરએસ સંકરન

ગરીબો માટે મહત્વની યોજનાઓ બનાવવા માટે આરએસ સંકરનનું નામ હંમેશાથી યાદ કરવામાં આવતું રહ્યું છે. તેમણે લગ્ન પણ ન્હોતા કર્યા અને અને સમાજસેવામાં પોતાનું જીવન સમર્પિત કર્યું હતું.

English summary
These top 10 Civil servants will make you proud of their brave and hard works. Theses officials served the country even at the stake of their life.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X