• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બ્રેક અપ બાદ દરેક છોકરીઓ કરે છે આ 12 મુર્ખામી!

|
Google Oneindia Gujarati News

પ્રેમમાં પડવું, એક બીજામાં ખોવાઇ જવું, દુનિયામાં તમારી ખુશીઓ કારણ માત્ર કોઇ એક વ્યક્તિને જ માની લેવા અને પછી નાના નાના ઝગડા, મોટા ઝગડાનું સ્વરૂપ લે અને એક સમયે દુનિયામાં જે વ્યક્તિ તમને સૌથી વધુ ખુશીઓ આપતો હતો. તે જ તમારા દુખનું મોટું કારણ બની જાય તેને કહેવાય બ્રેક અપ. બ્રેક અપ બાદ બે વ્યક્તિઓ શારિરીક રીતે તો અલગ તો થઇ જાય છે. પણ મનથી અને મગજથી અલગ થવું તેટલું સરળ નથી હોતું.

તેમાં પણ જ્યારે તમે કોઇને ખૂબ જ ચાહો અને તે વ્યક્તિ જ તમારાથી પીઠ ફેરવી લે ત્યારે તે દુખમાંથી બહાર આવવામાં ટાઇમ તો લાગે જ. અને આવા જ ભાવનાત્મક સમયે કેટલીક છોકરીઓ તેવી નાદની અને મુખાર્મી કરી બેસતી હોય છે કે પૂછો ના વાત.

ત્યારે આજે અમે તે બ્રેક અપ બાદ છોકરીઓ રડવા સિવાય બીજું શું શું કરે છે, કેવી રીતે પોતાના બોયફ્રેન્ડ પર નજર રાખે છે અને કેવી રીતે એક છેલ્લા ટ્રાય રીતે તેને ફરી પામવાનો પ્રયાસ કરે છે તેવા કેટલાક મજેદાર અને રસપ્રદ વાતો અહીં જણાવાના છીએ. તો પછી વાંચો નીચેનો આ ફોટોસ્લાઇડર...

સોશ્યલ મીડિયા પર જાસૂસી

સોશ્યલ મીડિયા પર જાસૂસી

જે પણ છોકરીઓનું બ્રેકઅપ થાય છે તે એક વાર તો જરૂરથી સોશ્યલ મીડિયા પર તેના જૂના પ્રેમીની જાસૂસી કરે છે. તે જોવા કે તે મારા વગર કેટલા દુખી કે સુખી છે? પણ ખરેખરમાં થાય છે શું તે સોશ્યલ મીડિયા સાઇટ પર જઇને તે પોતે જ દુખી થઇ જાય છે. તો આવું કરવું ટાળવું જોઇએ.

મિત્ર બનવાનો પ્રયાસ

મિત્ર બનવાનો પ્રયાસ

તમે કોઇની સાથે લાંબા ગાળાનો સમય પસાર કર્યો હોય ત્યારે એકદમ છોડવું એટલું સરળ નથી હોતું. માટે જ છોકરીઓ પ્રેમી તરીકે નહીં તો મિત્ર તરીકે તેને પામવાનો પ્રયાસ કરે છે. પણ સારું તો એક જ રહેશે કે એક્સને તમે એક્સ બનાવો.

ભડાસ નીકાળવી

ભડાસ નીકાળવી

ભાવનાઓમાં તણાઇને ધણીવાર છોકરીઓ આ મૂર્ખામી કરી બેસતી હોય છે. તે મને છોડી જ કેવી રીતે શકે? તે વિચારથી તેના વિરુદ્ધ સોશ્યલ મીડિયામાં કે મિત્રોમાં તેનું ખરાબ બોલવું કે એક્સની ઉડાવી આવી ભૂલો પણ કરી બેસતી હોય છે.

નશીલા પદાર્થો

નશીલા પદાર્થો

બ્રેકઅપના દુખમાંથી બહાર આવવા માટે દારૂ, સિગરેટ જેવી ખરાબ આદતોનો સહારો પણ છોકરીઓ લેતી હોય છે. જો કે આ ખરાબ આદતો ખાલી તમારું શરીર બગાડશે.

જૂના ચિત્રો અને ટેક્સ વાંચવી

જૂના ચિત્રો અને ટેક્સ વાંચવી

તું નહીં તો તારો ફોટો પણ ચાલશે! બ્રેક અપ બાદ જૂના દિવસોની યાદ તાજા કરવા અને તે સોનેરી પળોને મમળાવવા માટે છોકરીઓ જૂના ફોટો અને ટેક્સ વાંચે છે. અને થોડી વધુ દુખી થાય છે.

છેલ્લો ટ્રાય

છેલ્લો ટ્રાય

ચલ બધુ ભૂલાવી ફરીથી નવી શરૂઆત કરીએ કે પછી મને સુધરવાનો એક મોકો તો આપ. બ્રેક અપ બાદ છોકરીઓ તેમના સંબંધ ફરી એક મોકો આપવાનો પણ પ્રયાસ કરે છે.

મોજ કરવી

મોજ કરવી

દુખ માંથી બહાર આવવા ધણીવાર છોકરીઓ વધુ પડતી મોજ મસ્તી કરવા લાગે છે. જેમ કે અચાનક જ પાર્ટી ગર્લ થઇ જવું. મિત્રો જોડા આખા દિવસ મોજમસ્તી કરવી. પણ બ્રેકઅપનું દુખ તેમ છતાં મનના એક ખૂણે તો રહે જ છે ને!

તેનું દિલ તોડવાનો પ્રયાસ

તેનું દિલ તોડવાનો પ્રયાસ

તેણે મારું દિલ દુભાવ્યું છે હું પણ તેને ટેક્સ, મેસેજ કરી તેવી તેવી ગાળો આપીશ કે ફરી કોઇની જોડે આવું સપને કરવાનું નહીં વિચારે. છોકરીઓ ધણીવાર આવી બદલાની ભાવનાથી ખોટા રસ્તે જતી રહે છે જે યોગ્ય નથી.

સોશ્યલ મીડિયા પર દુખ વ્યક્ત કરવું

સોશ્યલ મીડિયા પર દુખ વ્યક્ત કરવું

આજકાલ આ ટ્રેન્ડ થયો છે ફેસબુકનું સ્ટેટસ બ્રેકઅપ વિથ એક્સ. કે પછી ટ્વિટર પર પણ આવી જ કોઇ કમેન્ટ આપી આખી દુનિયાને જાહેર કરવું હું બહુ બહુ દુખી છું.

તેનો જેવો કોઇ શોધવો

તેનો જેવો કોઇ શોધવો

ધણી છોકરીઓ બ્રેકઅપ બાદ તરત જ તેના એક્સ જોવા કોઇ બોયફ્રેન્ડ શોધવાની તાલાવેલીમાં હોય છે. જેનાથી તે જૂની યાદો ભૂલાવી શકે. પણ આવું કરવું કંઇ દર વખતે યોગ્ય નથી હોતું.

હવે હું કદી કોઇના પ્રેમ નહીં પડું

હવે હું કદી કોઇના પ્રેમ નહીં પડું

ધણીવાર બ્રેક અપ બાદ ધણી છોકરીઓનો પ્રેમ પરથી વિશ્વાસ ઊઠી જાય છે. અને તે ફરીથી પ્રેમને બીજી તક નથી આપતી. જે અયોગ્ય છે.

તેના ઘરની આગળ પાછળ ફરવું

તેના ઘરની આગળ પાછળ ફરવું

ધણી છોકરીઓ બ્રેક અપ બાદ જાસૂસ બની જાય છે. અને તે તેમનો એક્સ બોયફ્રેન્ડ શું કરી રહ્યો છે ક્યાં જાય છે કોને મળે છે તે જાણવા તેના ઘરની આસપાસ આંટાફેરા મારવા લાગે છે.

જો કે અમારી તો બસ એજ સલાહ છે કે પોતાની જાતને થોડા સમય આપો અને ભૂતકાળને ભવિષ્યની તરફ જોઇને જીવનમાં આગળ વધો.

English summary
No matter how life goes, a break-up isn’t a joke. Break ups can be a pain in the neck and sometimes when we are in distress, we do things that can never be considered smart but can be just plain ridiculous.so here are 12 things which girls do after a breakup
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X