For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ 8 વર્ષનો છોકરો યૂટ્યૂબથી કમાય છે 8 કરોડ રૂપિયા...!

|
Google Oneindia Gujarati News

video
ઉંમર માત્ર 8 વર્ષ પરંતુ કમાણી એટલી કે સારી નોકરીવાળાઓની સેલરી પણ ઓછી પડી જાય. જે ઉંમરમાં બાળકો માત્ર રમતા-કૂદતા હોય છે, તે ઉંમરમાં ઇવાનની કમાણી 8 કરોડ રૂપિયા વાર્ષિક છે. ઇવાનની એક યૂટ્યૂબ ચેનલ છે જેમાં તે નવા-નવા રમકડા અને વીડિયો ગેમ્સનું રિવ્યૂ કરે છે અને તેનો વીડિયો બનાવીને પોસ્ટ કરે છે આ કામ માટે ઇવાનના પિતા તેની મદદ કરે છે.

આ વીડિયો રિવ્યૂની મદદથી ઇવાનને એક વર્ષમાં 13 લાખ ડોલર મળે છે એટલે કે ભારતીય કરન્સીમાં વાત કરીએ તો આઠ કરોડ રૂપિયા. શરૂઆતમાં ઇવાન અને તેના પિતાએ આ કામ માત્ર આનંદ મેળવવા માટે કર્યું હતું પરંતુ ધીરેધીરે તેનું પ્રોફેશન બની ગયું. ઇવાનના પિતાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે વીડિયોથી યૂ-ટ્યૂબ ચેનલ પર થનારી કમાણી તેમના બાળકના સેવિંગ એકાઉંટ અને અન્ય ખર્ચામાં જાય છે.

આ ઉપરાંત તેમણે આના માટે એક સેલ્સ ટીમ પણ બનાવી છે જે જાહેરાતનું કામ કરે છે. ઇવાનના યૂટ્યૂબ ચેનલ પર અઢળક વીડિયો આપને જોવા મળી જશે. જેમાંથી એક નીચે આપવામાં આવેલ વીડિયોને 5 કરોડ વખત જોવામાં આવ્યો છે.

English summary
What were you up to when you were 8-years-old? Probably something less impressive than Evan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X