For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મળો એક જાસૂસને જે દેશ માટે જોડાયો હતો પાક સેનામાં

|
Google Oneindia Gujarati News

તમે દેશ માટે વીરગતિ મેળવતા અનેક સૈનિકોની વીરગાથા સાંભળી હશે. ત્યારે આવી જ વીરગાથાઓમાં એક તેવી પણ વીરગતિ સામેલ છે જેનો ઉલ્લેખ ભાગ્યેજ થયો છે. આ વાત છે એક તેવા જાસૂસની જેને 23 વર્ષની ઉંમરે પાકિસ્તાનમાં મોકલવામાં આવ્યો, જાસૂસી કરવા માટે પણ તે પછી કદી પણ ભારત પર ના ફર્યા.

આ જાસૂસનું તે જ દુર્ભાગ્ય હતું કે તેને મરતી વખતે પોતાના દેશની માટી પણ ના મળી અને દુશ્મન દેશમાં જ મોતને ગળે લગાવવું પડ્યું. અમે વાત કરી રહ્યા છે. ભારતના ઇન્ટેલિજન્ટ એજન્સી રોના જાસૂસ રવિંદર કૌશિકની. રવિંદરના નામનો ઉલ્લેખ સૌ પ્રથમ વાર ત્યારે થયો હતો જ્યારે દેશમાં સલમાન ખાનની ફિલ્મ "એક થા ટાઇગર" રિલિઝ થઇ હતું. રવિંદર કૌશિક એક અડંરકવર એજન્ટ હતા. ત્યારે તેના જીવન સાથે સંકાળાયેલી કેટલીક ખાસ વાતો જાણો અહીં....

શ્રેષ્ઠ એક્ટર

શ્રેષ્ઠ એક્ટર

રવિંદર કૌશિકનો જન્મ રાજસ્થાનના શ્રીગંગાનગરમાં વર્ષ 1952માં થયો હતો. રવિંદરને થિયેટરનો શોખ હતો. રોમાં જ્યારે તેમની પસંદગી કરવામાં આવી ત્યારે તે એક ટીનએજર જ હતા. રવિંદરે વર્ષ 1975માં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું અને પછી તે રોમાં જોડાયા.

યુવાન અંડરકવર એજન્ટ

યુવાન અંડરકવર એજન્ટ

રો દ્વારા તેમને પાકિસ્તાનમાં એક અંડરકવર એજન્ટના રૂપમાં મોકલવામાં આવ્યા. અને 23 વર્ષની કુમળી ઉંમરે તેને પાકિસ્તાન ગયા. તે પહેલા બે વર્ષ સુધી તેમને ટ્રેનિંગ આપવામાં આવી.

જેથી તે એક મુસલમાન લાગે

જેથી તે એક મુસલમાન લાગે

કૌશિકને દિલ્હીમાં એવી ટ્રેનિંગ આપવામાં આવી જેથી તે મુસલમાન લાગે. તેમને ઉર્દૂ અને મુસ્લિમ ધર્મથી જોડાયેલી વાતો શીખવવામાં આવી. અને પાકિસ્તાન વિષે પણ જાણકારી આપવામાં આવી. તે પંજાબી પણ બહુ જ સારી રીતે બોલી લેતા હતા.

રવિંદર બન્યા નબી અહમદ શાકિર

રવિંદર બન્યા નબી અહમદ શાકિર

વર્ષ 1975માં તે નબી અહમદ શાકિરના નામે પાકિસ્તાન ગયા. જે બાદ તેમને સિવિલિયન ક્લર્ક તરીકે પાકિસ્તાની સેનામાં જોડાયા. જે બાદ તેમને પાક સેનાએ અકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં મોકલ્યો. ત્યાં તેમને ઇસ્લામ ધર્મને પણ સ્વીકાર્યો.

એક પુત્રના પિતા

એક પુત્રના પિતા

તેમણે ત્યાં આર્મી યુનિટના ટેલરની પુત્રી જોડે લગ્ન પણ કર્યા હતા. જે બાદ તેમને એક બાળક પણ હતો. જો કે તેમના પુત્રની મુત્યુ વર્ષ 2012-2013ની વચ્ચે થઇ હતી.

ભારતીય સેનાને મળી મોટી મદદ

ભારતીય સેનાને મળી મોટી મદદ

વર્ષ 1979થી 1983ની વચ્ચે તેમને અનેક મહત્વપૂર્ણ જાણકારી ભારતીય સેનાને મોકલી. અને તેનાથી દેશને મોટી મદદ પણ થઇ.

પાકને ખબર પડી તેમની સચ્ચાઇ

પાકને ખબર પડી તેમની સચ્ચાઇ

જો કે સપ્ટેમ્બર 1983માં ભારતના એક લો લેવલના જાસૂસ ઇનાયત મસીહે રવિંદર કૌશિકનો સંપર્ક કર્યો. પણ તે વખતે ઇનાયતને પાક સેનાએ પકડી લીધો અને આ જ કારણે કૌશિકની પોલ પણ ખૂલી ગઇ કે તે એક રો એજન્ટ છે.

1985માં અપાઇ મોતની સજા

1985માં અપાઇ મોતની સજા

કૌશિકને વર્ષ 1985માં પાક અદાલતે મોતની સજા સંભળાવી. જો કે પાક સુપ્રિમ કોર્ટે આ સજાને ઉમરકેદમાં ફેરવી દીધી. જે બાદ કૌશિક લગભગ 16 વર્ષ સુધી પાકની વિવિધ જેલમાં રહ્યા. જેલમાં તેમને ટીબી, અસ્થમા જેવી બિમારીઓ થઇ.

1999માં થઇ મોત

1999માં થઇ મોત

રો અને ભારત સરકારે તેમને ક્યારે પણ પોતાના જાસૂસ તરીકે સ્વીકાર્યા નથી. 26 જુલાઇ 1999માં તેમની બિમારીઓના કારણે મુલ્તાનની સેન્ટ્રલ જેલમાં મોત થઇ. જેલની પાછળ જ તેમને દફનાવામાં આવ્યા. કોઇ રીતે તેમના પરિવારથી તેમને સંપર્ક કરીને જે પત્રો લખ્યાં તેમાંથી આ વાત બહાર આવી.

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X