For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: 2 મિનિટનો આ વીડિયો 2 મિનિટમાં ધણું કહી જાય છે!

આ વીડીયો જોતા તમારું બોલવાનું બંધ થઇ જશે. આ વિડીયોને 3 દિવસમાં જ 53 લાખ લોકોએ જોયો છે અને તેની સાથે 90 હજાર કરતા પણ વધારે લોકોએ પોતાની વોલ પર શેયર પણ કર્યો છે.

By Chhatrasingh Bist
|
Google Oneindia Gujarati News

હાલ સોશિયલ મીડિયા માં એક વીડિઓ આગની જેમ ઝડપથી ફેલાઇ રહ્યો છે. મહિલા દ્વારા વાળ કપાવાનો આ વિડિઓ ઝડપથી સોશિયલ મિડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ 2 મિનટનો વિડિયો તમને લાગણીશીલ કરી નાખશે. આ વીડિયોને 3 દિવસમાં જ 53 લાખ લોકોએ જોયો છે. અને 90 હજાર કરતા વધારે લોકોએ તેને પોતાની વોલ પર શેયર કર્યો છે.

video

બાંગ્લાદેશી તેજ નિર્માતા કંપની દ્વારા આ જાહેરાતને બનાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે ભારતમાં પણ આ જાહેરાતને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. મહિલા પર થઇ રહેલા ઘરેલૂ હિંસાને લઇને આ જાહેરાત બનાવવામાં આવી છે. જેના લોકો ખૂબ જ વખાણ કરી રહ્યા છે. જાહેરાતમાં તમે જોઇ શકો છો કે લાંબા અને સુંદર વાળ ધરાવતી એક છોકરી સલૂનમાં પહોંચે છે અને હેરડ્રેસરને વાળ ટૂંકા કરવા માટે કહે છે.

હેરડ્રેસર તેને વાળ ન કાપવાની સલાહ આપે છે, પરંતુ તે તેના વાળને ઓછામાં ઓછું કરવા સતત કહે રાખે છે. જ્યારે હેરડ્રેસર તેના વાળની લંબાઈ લગભગ 80 ટકા કાપી નાખે છે ત્યારે છોકરી પોતાના વાળ જુએ છે અને રડતા બોલે છે કે તેને એટલા નાના બનાવી દો કે કોઇ તેને પકડી ન શકે. ત્યાં હાજર દરેક છોકરીઓને તેની વાત સાંભળીને ચોંકી જાય છે. જાહેરાત ઘરેલુ હિંસા કરનારને ચોટદાર રીતે પ્રશ્ન કરે છે. વાળ છોકરીઓનું ગૌરવ અને માન છે જેને તેના જ વિરુદ્ધ હથિયાર બનાવવામાં આવે છે. ત્યારે જુઓ આ વીડિયો

English summary
A Bangladeshi hair oil company, Jui, has turned its advertisement into a powerful conversation about domestic violence using hair as its subject.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X