For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાતિય શોષણનો બોગ બનેલ મહિલાઓના કપડાનું મ્યૂઝિયમ!

આપણા દેશમાં લગભગ દરરોજ મહિલા કે બાળકીઓની જાતિય સતામણી, છેડછાડ કે બળાત્કારના કિસ્સા સામે આવે છે. આવી ઘટનાઓ પીડિત મહિલાઓને શારીરિક ઉપરાંત માનસિક ત્રાસ પણ ખૂબ આપે છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

આપણા દેશમાં લગભગ દરરોજ મહિલા કે બાળકીઓની જાતિય સતામણી, છેડછાડ કે બળાત્કારના કિસ્સા સામે આવે છે. આવી ઘટનાઓ પીડિત મહિલાઓને શારીરિક ઉપરાંત માનસિક ત્રાસ પણ ખૂબ આપે છે. ગમે તે ક્ષેત્રમાં દેશ ગમે એટલી પ્રગતિ કરે, મહિલાઓની પરિસ્થિતિ આજે પણ દયાજનક છે. અનેક કાયદા અને નિયમો છતાં મહિલાઓ, યુવતીઓ સંબંધિત સમસ્યાઓ પૂર્ણ થવાનું નામ નથી લેતી. એમાં એક મોટો ભાગ લોકોની માનસિકતા પણ ભજવે છે. આવી કોઇ પણ ઘટના થાય ત્યારે ઘણા લોકો પીડિત મહિલા કે યુવતીના પહેરવેશને દોષ આપતા હોય છે.

અનોખું મ્યૂઝિયમ

અનોખું મ્યૂઝિયમ

લોકોની આ માનસિકતા બદલવાનું બીડું બેંગલુરૂની જાસ્મીન પાથેજાએ ઉપાડ્યું છે. તેઓ લોકોને સમજાવવા માંગે છે કે, મહિલા કે યુવતીઓના કપડા અને આ પ્રકારની ઘટનાઓને કંઇ લાગતુ-વળગતુ નથી. જાસ્મીન એક આર્ટિસ્ટ અને એક્ટિવિસ્ટ છે. તેમણે જાતિય સતામણીનો ભોગ બનેલ યુવતીઓના કપડાં એકઠા કર્યા છે. તેમના ઘરનો એક ખંડ મ્યૂઝિયમમાં ફેરવાઇ ગયો છે.

દરેક ઉંમરની મહિલાઓ બને છે ભોગ

દરેક ઉંમરની મહિલાઓ બને છે ભોગ

આ ખંડમાં ચારે બાજુ એવા કપડા જોવા મળે છે, જે યુવતીઓ રોજિંદી લાઇફમાં પહેરતી હોય છે. આ કપડાઓમાં એક બ્લેક એન્ડ રેડ જમ્પસૂટ પણ છે, જે ગતવર્ષે બેંગલુરૂમાં ન્યૂ યરની રાત્રે છેડછાડનો શિકાર બનેલ યુવતીનો છે. જાસ્મીનના આ અનોખા કલેક્શનમાં સ્કૂલ યુનિફોર્મથી માંડીને ગાઉન સુધી દરેક પ્રકારના કપડા જોવા મળે છે. આ પરથી એ પણ ખ્યાલ આવે છે કે, આવો ગુનો કરવાવાળા લોકોને ઉંમરની મર્યાદા પણ નથી નડતી. આજે દરેક ઉંમરની બાળકી, યુવતી અને મહિલાઓ જાતિય સતામણીનો ભોગ બને છે.

‘આઇ નેવર આસ્ક ફૉર ઇટ’ કેમ્પેન

‘આઇ નેવર આસ્ક ફૉર ઇટ’ કેમ્પેન

જાસ્મીનનું આ કલેક્શન જોનાર દરેક વ્યક્તિ એ વાત માનશે કે, આવી ઘટનાઓમાં યુવતી કે મહિલાના પહેરવેશનો કોઇ હાથ નથી હોતો. લોકોની આ માનસિકતા વિરુદ્ધ લડતા જાસ્મીને પોતાના કેમ્પેનને ‘આઇ નેવર આસ્ક ફોર ઇટ' નામ આપ્યું છે. તેમના આ કેમ્પેનને સોશ્યલ મીડિયા પર પણ લોકોનો ખૂબ સહકાર મળી રહ્યો છે.

2003માં બનાવી હતી સંસ્થા

2003માં બનાવી હતી સંસ્થા

જાસ્મીને વર્ષ 2003માં મહિલાઓ સાથે થતી જાતિય હિંસાના વિરુદ્ધમાં બ્લેક નોઇસ નામની સંસ્થાની રચના કરી હતી, જે હેઠળ તેમણે પહેલા કિશોરાવસ્થાની બાળકીઓ માટે કામ શરૂ કર્યું હતું. જેમાં તેઓ મહિલાઓને સતર્ક કરવા ઉપરાંત અસામાજિક તત્વો વિરુદ્ધ ચળવળ શરૂ કરી હતી. શારીરિક છેડછાડનો ભોગ બનેલ યુવતીને કપડાને જ હંમેશા દોષ આપવામાં આવે છે, લોકોની આ માનસિકતા બદલવાની પહેલ જાસ્મીને કરી છે.

English summary
Jasmeen Patheja, founder of Blank Noise has been collecting the clothes women wore when they were harassed, to put up the display.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X