• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સમય બહુ બળવાન હોય છે, વાંચો ગૌતમ બુદ્ધ અને નગરવધુની એક પ્રેરણાદાયક કહાની

|

સમય બહુ બળવાન હોય છે આ કથન તમે બધાએ સાંભળ્યુ હશે. તમે એ પણ સાંભળ્યુ હશે કે સમયનુ ચક્ર હંમેશા એક જેવુ નથી ચાલતુ. સમયનુ ચક્ર ફરે ત્યારે રાજાને રંક અને રંકને રાજા બનાવી દે છે. જીવનમાં પણ જ્યારે ખરાબ સમય આવે છે ત્યારે વ્યક્તિ હંમેશા હતાશ થઈ જાય છે, નિરાશાની ગર્તામાં ધકેલાઈ જાય છે પરંતુ જ્યારે સમય અનુકૂળ હોય છે ત્યારે બધી સમસ્યાઓ હવાના ઝોંકા સમાન ઉડી જાય છે. કહેવાનો અર્થ એ છે કે સમય પલક ઝપકતા જ કોઈનુ પણ જીવન બદલવાનુ સામર્થ્ય રાખે છે. ભારતીય અધ્યાત્મ શાસ્ત્રની માન્યતા છે કે જીવનમાં દરેક પરિવર્તનનો સમય પ્રારબ્ધ અનુસાર પહેલેથી જ નક્કી હોય છે.

આજે જીવન અને સમય સાથે જોડાયેલી ભગવાન ગૌતમ બુદ્ધની એક પ્રેરણાદાયક કથા જાણીએ -

વૈશાલીની નગરવધુ આમ્રપાલી પોતાના અપ્રતિમ સૌંદર્યના કારણે નગરના કુલીન વર્ગની રુચિનુ કેન્દ્ર બનેલી હતી. આમ્રપાલી રાજનર્તકી હતી એટલા માટે તેની પાસે વૈશાલીના રાજવર્ગ અને સામ્રાજ્યના મોટા પદાધિકારી તો આવતા જ હતા, નગરના ધની વ્યક્તિ પણ તેની સાથે સમય પસાર કરવા માટે આતુર રહેતા હતા અને તેના માટે કોઈ પણ મૂલ્ય ચૂકવવા તત્પર રહેતા હતા. કહી શકાય કે આમ્રપાલી પોતાની યુવાવસ્થામાં આખા વૈશાલી સામ્રાજ્યને આગંળી પર નચાવી રહી હતી. તેના રૂપ-સૌંદર્યની ચર્ચા દૂર-દૂરના નગરો સુધી હતી અને તે દરેક પુરુષની અભિલાષાનુ કેન્દ્ર હતી. આટલુ મહત્વ મેળવીને આમ્રપાલીનો ઘમંડ પણ આકાશ આંબી રહ્યો હતો.

ગૌતમ બુદ્ધને લોકો સાક્ષાત ભગવાન માનતા હતા

એ સમયે ભારતમાં બૌદ્ધ ધર્મ પોતાના અસ્તિત્વમાં આવી ચૂક્યો હતો અને તેના પ્રવર્તક ગૌતમ બુદ્ધને લોકો સાક્ષાત ભગવાન માનતા હતા. ભગવાન બુદ્ધ પોતાના બધા અનુયાયીઓ માટે સહજ રીતે ઉપલબ્ધ હતા અને પોતાની ઈચ્છાનુસાર કોઈની પણ પાસેથી ભિક્ષા માંગીને જીવન વ્યતિત કરતા હતા. તે પોતાના શિષ્યો સાથે દેશાટન કર્યા કરતા હતા. આ ક્રમમાં તે એક વાર વૈશાલી પધાર્યા. આમ્રપાલીએ પણ તેમના વિશે ખૂબ સાંભળ્યુ હતુ એટલે તે સ્વયં ભગવાન બુદ્ધ સમક્ષ ઉપસ્થિત થઈ અને તેમને ભોજનનુ નિમંત્રણ સ્વીકારવાનો આગ્રહ કર્યો. આમ્રપાલીને આદત હતી કે કોઈ પણ તેની વાત ટાળી નથી શકતુ પરંતુ ભગવાન બુદ્ધે તેમને કહ્યુ કે હું જરૂર તારી પાસે આવીશ પરંતુ અત્યારે નહિ જ્યારે સમય આવશે ત્યારે તેૃારે મને બોલાવવો જ પડશે. આમ્રપાલીને ઘણો ઝટકો લાગ્યો પરંતુ તેને વિશ્વાસ હતો કે તેના સૌંદર્ય અને પ્રભુત્વ એક દિવસ બુદ્ધને તેની પાસે ખેંચી લાવશે, માટે તે પ્રતીક્ષા કરવા લાગી.

આમ્રપાલીને રાજ્યમાંથી નિષ્કાષિત કરી દેવામાં આવી

સમયે પોતાના ગતિથી કરવટ બદલી અને આમ્રપાલી પર પડોશી રાજાના પ્રેમના કારણે રાજદ્રોહનો અપરાધ લાગ્યો. વૈશાલીની રાજસભાએ આમ્રપાલીને રાજ્યમાંથી નિષ્કાષિત કરી દીધી અને જોતા જ પત્થર મારવાનો આદેશ જારી કરી દીધો. પોતાના અપરાધનો દંડ ભોગવનીને ભૂખી-તરસી આમ્રપાલી દયનીય હાલતમાં પોતાના મૃત્યુની કામના કરી રહી હતી અને ઘાયલ અવસ્થામાં રસ્તાના કિનારે પડી હતી. એવામાં તેને કોઈએ ખૂબ જ મધુર સ્વરમાં બોલાવી. આમ્રપાલીએ જોયુ કે તેની સામે કિશોર વયનો એક સુંદર ભિક્ષુક ઉભો છે. તે ભગવાન બુદ્ધનો પ્રિય શિષ્ય આનંદ હતો. તેણે આમ્રપાલીને કહ્યુ ભગવાન બુદ્ધે તમને સંઘમાં બોલાવ્યા છે અને કહ્યુ છે કે યોગ્ય સમય આવી ગયો છે. આમ્રપાલીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તે સમજી ગઈ કે ભગવાનના યોગ્ય સમય કહેવાનો આશય શું હતો. આ સાથે જ આમ્રપાલીએ ભૌતિક જીવનને છોડીને વૈરાગ્ય લઈ લીધુ અને બૌદ્ધ સંઘની શરણમાં જતી રહી.

સાર

તો જોઈ તમે સમયની શક્તિ. એટલા માટે સમયની શક્તિને સમજો. જ્યારે સારો સમય આવે ત્યારે ઘમંડ ના કરો અને જ્યારે ખરાબ સમય આવે તો હતાશ ન થાવ કારણકે સમય ક્યારેય એક સમાન નથી રહેતો.

અમેરિકામાં કોરોનાનો કહેર યથાવત, 24 કલાકમાં 1813 લોકોના મોત

English summary
Time is very Powerful says Buddha, here is Motivational Story of Gautum Buddha and Vaishali Nagar vadhu.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X