• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Tips: સુહાગરાતને કંઇક આ રીતે બનાવો યાદગાર

By Kumar Dushyant
|

4 ઓગષ્ટ, ગાંધીનગર: લગ્ન પછી પત્ની સાથેની પ્રથમ રાત્રિ તમારી જીંદગીનો સૌથી યાદગાર દિવસ હોય શકે છે. તમારા લગ્નની પ્રથમ રાત્રિ કોઇ ફાઇવસ્ટાર હોટલમાં છે કે પછી ઘરના બેડરૂમમાં એનાથી કોઇ ફરક પડતો નથી. લગ્ન પહેલાં અને લગ્ન પછી લોકોની જીંદગીમાં જે સૌથી સુંદર રાત હોય છે તે છે સુહાગરાત. કારણ કે આ રાત છોકરો અને છોકરી પોતાની નવી જિંદગીની શરૂઆત કરે છે પરંતુ જો અહીંથી જ ગાડી પાટા પરથી ઉતરી જાય તો જીંદગીના પાટા પર લાવવી મુશ્કેલ બની જાય છે.

ભારતમાં સુહાગરાતને એક અલગ અંદાજમાં જોવામાં આવે છે. મોટાભાગના યુવાનો આ રાતને ફક્ત એક સંબંધના રૂપમાં જુએ છે પરંતુ સચ્ચાઇ એ નથી કારણ કે સંબંધ બાંધતા પહેલાં તમારે એ સમજવું જરૂરી છે કે જેની સાથે તમે જિંદગી વિતાવવા જઇ રહ્યાં છો તેનો સ્વભાવ કેવો છે અને તે તમારી પાસે કેવી અપેક્ષા રાખે છે.

જો કે આ થોડું મુશ્કેલ છે પરંતુ જો આપણે સંયમથી કામ લઇએ તો બધુ સરળતાથી થઇ શકે છે.

તમારી જીંદગીની પ્રથમ રાત્રિ ત્યારે સ્પેશિયલ બની શકે છે જ્યારે તેને સ્પેશિયલ બનાવવાનો પ્રયત્ન કરશો. તમારી સુહાગરાતને કેટલીક સ્પેશિયલ ગિફ્ટ દ્વારા પણ યાદગાર બનાવી શકો છો. તેના માટે કેટલીક ટિપ્સ છે જે અમે તમને બતાવવા જઇ રહ્યાં છીએ.

આત્મીયતા માટે જરૂરી લૉન્જરી

આત્મીયતા માટે જરૂરી લૉન્જરી

લગ્નની પહેલી રાતે પાર્ટનરને પોતાની નજીક લાવવા અને તેને સેક્સી ગિફ્ટ આપવા માટે સેક્સ લૉન્જરીથી સારો ઉપાય કોઇ હોઇ ના શકે. પરંતુ લૉન્જરી ખરીદતી વખતે ધ્યાન રાખવું કે લૉન્જરી તમારા પાર્ટનરને ફિટ આવે અને તેમની પર સૂટ કરે. સેક્સી અને હૉટ લૉન્જરી ફિફ્ટથી શક્ય છે કે તમારી સુહાગરાત વધુ રોમેન્ટિક બની જાય.

ખુશ્બુદાર વસ્તુઓથી ભરેલું બાસ્કેટ

ખુશ્બુદાર વસ્તુઓથી ભરેલું બાસ્કેટ

જો તમે એ નક્કી કરવામાં કન્ફ્યૂજ છો કે તમારા પાર્ટનરને શું ભેટ આપવી તો કંઇપણ જાજુ વિચાર્યા વિના તમારા પાર્ટનરને ખુશ્બુદાર ચીજોથી ભરેલું બાસ્કેટ આપી શકો છો. આ બાસ્કેટમાં તમે ચોકલેટ્સ, અરોમા કેંડેલ્સ, પરફ્યૂમ, લવલી લોશન કે પછી ખુશ્બુદાર ચીજો રાખી શકો છો જે તમારા પાર્ટનરને કામ આવશે અને પસંદ પણ પડશે.

જ્વેલેરી દ્વારા વ્યક્ત કર્યો પ્રેમ

જ્વેલેરી દ્વારા વ્યક્ત કર્યો પ્રેમ

જ્વેલરી એવું ભેટ છે જેમાં સામાન્ય રીતે પુરૂષો ફર્સ્ટ નાઇટે પોતાની પત્નીને આપે છે. જો આ એવું ભેટ છે જેમાં તમારા નપાસ થવાની સંભાવના નહિવત હોય છે. જ્વેલરી ભેટ કરવાનો અર્થ એ નથી કે તમે પોતાના પાર્ટનર માટે બહુ કિંમતી વીંટી કે નેક્લેસ ખરીદો. તમે ઇચ્છો તો જ્વેલરી ખરીદતી વખતે તમે એવો પીસ ખરીદી શકો જેમાં પ્રેમ છલકાતો હોય. તમે ડિઝાઇનર જ્વેલરી ખરીદી શકો છો જેની થીમ લવ, રોમાન્સ કે રિલેશનશિપ સાથે સંકળાયેલી હોય. આ પ્રકારની ગિફ્ટ તમે તમારા પાર્ટનરને આપી શકો છો.

પ્રેમભર્યો પત્ર

પ્રેમભર્યો પત્ર

કોઇપણ મહિલા લગ્નની પહેલી રાતે એકદમ ભાવુક હોય છે. જો તમે આ રાતે પત્નીના દિલમાં જગ્યા બનાવવા માંગતા હોવ તો પોતાની પત્નીને એક પ્રેમભર્યો રોમેન્ટિક પત્ર આપો. તમે ઇમાનદારીપૂર્વક પોતાની પત્નીને પત્રના માધ્યમથી એહસાસ કરાવી શકો છો કે તમારી જીંદગીમાં તેનું કેટલું મહત્વ છે. લગ્નની પહેલી રાતની શરૂઆત આ પ્રકારના અંદાજે કરશો તો તમારી પત્ની તમારીથી પ્રભાવિત થશે.

પત્રમાં શું લખશો

પત્રમાં શું લખશો

હવે તમારા દિમાગમાં એવું થતું હશે કે પત્રમાં એવું શું લખવું કે જેનાથી તમારી પત્ની પ્રભાવિત થાય. ચિંતા ના કરશો અમે તમને એ પણ જણાવી દઇએ કે તમે પત્રમાં શું લખી શકો છો. તમે પ્રેમપત્રમાં કેટલાક વચનો (પ્રોમિસીસ) લખો અને તેને હંમેશા પ્રેમ કરશો, તેની સાથ નિભાવશો તથા હંમેશા તેની સાથે રહેવાનું વચન પણ આપી શકો છો. વિશ્વાસ રાખો, આ પ્રેમભર્યા પત્રથી તમારી પત્ની તમે પહેલાં કરતાં વધુ પ્રેમ કરવા લાગશે. જો તમે પ્રથમ પ્રેમપત્રની યાદને હંમેશા તાજી બનાવી રાખવા માંગો છો તો તમે આ તેને ફ્રેમમાં મઢાવી પણ શકો છો.

યાદોની સ્ક્રેપબુક બનાવો

યાદોની સ્ક્રેપબુક બનાવો

લગ્નની પહેલી રાત્રે તમે મેરિડ કપલ બની જાવ છો. પરણિત યુગલ તરીકે તમે લગ્નની પહેલી રાત્રિની શરૂઆત યાદોની સ્ક્રેપબુકથી કરવી એ એક સારો આઇડિયા હોઇ શકે છે. તમે તમારા અને તમારા પાર્ટનરની મુલાકાતથી લઇને લગ્ન સુધી કેટલી યાદોની સ્ક્રેપબુક બનાવો કે જેથી તમારો પાર્ટનર તમાર પર ફિદા થઇ જાય.

જરૂરી નથી કે તમે સ્ક્રેપબુકમાં ફોટો જ લગાવો, તમે નાની-નાની વાતો અને મીઠા પળો વિશે પણ સ્ક્રેપબુકમાં લખી શકો છો. જો તમારા લવ મેરેજ છે તો તમારી પાસે તે યાદોનો ખજાનો હશે, તો તમારા માટે સ્ક્રેપબુક બનાવવી વધુ સરળ બની જશે.

તમારી હાજરી જરૂરી

તમારી હાજરી જરૂરી

આ બધા ઉપરાંત તમારા પાર્ટનર માટે જરૂરી ભેટ છે તે છે તમારી હાજરી અને ઘણા બધા પ્રેમની. તમે તેને લગ્નની પહેલી રાતે સ્પેશિયલ ફિલ કરાવો અને તેને મહારાણીની જેમ ટ્રીટ કરો. આ પહેલાં નિશ્વિત રીતે તમારી લવ લાઇફ અને મેરેજ લાઇફ એકદમ રોમેન્ટિક અને હેલ્ધી થઇ જશે.

પ્રી-પ્લાનિંગ છે જરૂરી

પ્રી-પ્લાનિંગ છે જરૂરી

સુહાગરાતને યાદગાર બનાવવા માટે પહેલાંથી જ તૈયારી ખૂબ જરૂરી છે. પોતાના રૂમને સારી રીતે શણગારો. રૂમમાં ઓછું અજવાળુ રાખવું, બેડને કેટલાક વિશેષ પ્રકારના ફૂલોથી શણગારો, હળવું સંગીત વગાડો. આવું કરવાથી તમારી સુહાગરાતને ક્યારેય ન ભૂલનારી રાત બની જાશે.

વધુ ઉત્તેજિત થશો નહી

વધુ ઉત્તેજિત થશો નહી

લગ્નની રાત તમારી નવી જિંદગીની શરૂઆત થઇ રહી છે. માટે આ દિવસે તમે વધુ ઉત્સાહિત હશો. પરંતુ આ રાત વધુ એક્સાઇટેડ થવાની જરૂરિયાત નથી. કારણ કે ક્કહેવામાં આવે છે ને કે ઉતાવળે કામ શેતાનનું હોય છે. વધુ પડતી ઉત્તેજના તમારા આનંદને બગાડી શકે છે.

પહેલ કરો

પહેલ કરો

લગ્નની પહેલી રાતને યાદગાર બનાવવા માટે પોતે પહેલ કરવાની જરૂરિયાત છે. પહેલ કોણ કરશે, તેના માટે બિલકુલ રાહ ના જોશો. તમે જ શરૂઆત કરો. બની શકે કે બંને મળીને આની શરૂઆત કરો, આનાથી કોઇના મનમાં સંકોચ રહેશે નહી.

વાતચીત જરૂરી છે

વાતચીત જરૂરી છે

જરૂરી નથી કે સુહાગરાતનો મતલબ ફ્ક્ત સેક્સ છે. આ રાતની યાદો તમારા માટે જીવનભર માટે હોય છે. આ રાતને યાદગાર બનાવવા માટે મોડાં સુધી વાતો કરો. વાત કરવાથી તમે એકબીજાને સમજી શકશો અને પતિ-પત્ની વચ્ચે સમજણ ખૂબ જ જરૂરી છે.

રોમેન્ટિક પણ બનો

રોમેન્ટિક પણ બનો

આ રાત્રે ફક્ત પરિવાર અને ભવિષ્યની વાતો ન કરશો. પાર્ટનર જોડે પ્રેમની વાતો કરો, તેની પસંદ અને નાપસંદને જાણો અને સૌથી ખાસ વાત કે તમારા પાર્ટનરની પ્રશંસા જરૂર કરો. આમ કરવાથી તમે એકબીજાની નજીક આવશો અને બંને વચ્ચે પ્રેમ વધશે.

ભેટ આપો

ભેટ આપો

લગ્નની પહેલી રાત્રે તમારા પાર્ટનરને કોઇને કોઇ ભેટ જરૂર આપો. તમે જે પણ ગિફ્ટ આપશે તે હંમેશ માટે યાદગાર બની જશે. પાર્ટનરને સરપ્રાઇજ ગિફ્ટ પણ આપી શકો છો. તેના માટે રોમેન્ટિક હનીમૂન પેકેજ, સેક્સી ડ્રેસ અને ગ્લેમરસ કપડાં સારો ઓપ્શન છે.

ફોર પ્લે કરો

ફોર પ્લે કરો

એકાએક સેક્સ મત માણો, સેક્સ માણતાં પહેલાં ફોરપ્લે કરો. ફોરપ્લેમાં એવી ક્રિયાઓ કરો જે તમને અને તમારા પાર્ટનરને ઉત્તેજિત કરે. સેક્સ દરમિયાન એવા આસન અપનાવો જે સુવિધાજનક હોય. આ રાતે નવા અખતરા કરવાનું ટાળો. આ ટિપ્સને ફોલો કરવાથી તમારા લગ્નની પહેલી રાતને ફક્ત યાદગાર જ નહી પરંતુ સેક્સને પણ સહજતાથી એન્જોય કરી શકશો અને આ પળને હંમેશા માટે સાચવી રાખી શકો છો.

English summary
Tips: Make your first night memorable.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more