For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શનિદેવને પ્રસન્ન કરવાના આ રહ્યા સર્વશ્રેષ્ઠ ઉપાયો..

|
Google Oneindia Gujarati News

શું તમારા પર શનિદેવની સાડાસાતી છે એમાંય પાછું ત્રણ પ્રકારની અવસ્થા હોય છે, લોઢાના પાયે, તાંબાના પાયે, સોનાના પાયે.. આ તમામ શનિની દશાની અવસ્થા જેનો સમયકાળ અઢી અઢી વર્ષનો હોય છે, જેમાં સૌથી ખરાબ લોઢાના પાયાની દશા માનવામાં આવે છે. સામાન્ય રીતે જે લોકો જ્યોતિષશાસ્ત્રમાં વિશ્વાસ ધરાવે છે તે લોકો શનિવારે શનિદેવના પ્રકોપથી બચવા અથવા તો શનિદેવને રિઝવવા માટે તેમને તેલ, કાળા તલ વગેરે વગેરે ચઢાવતા હોય છે.

હિન્દુ ધર્મ પરંપરાઓમાં દંડાધિકારી માનવામાં આવેલા શનિદેવના ચરિત્રને પણ અસલમાં, કર્મ અને સત્યને જીવનમાં અપનાવવાની જ પ્રેરણા આપે છે. શુભ સંકલ્પોને અપનાવવા માટે શનિવારે શનિ પૂજા અને તેમની ઉપાસના ખૂબ જ શુભ માનવામાં આવે છે. શનિદેવની ઉપાસના દુ:ખ, કલેહ, અડચણો અને નિષ્ફળતાઓને દૂર કરે છે તેમજ સૌભાગ્ય, સુખ-સમૃદ્ધિ અને સફળતાની પ્રાપ્તિ કરાવે છે.

આજે અમે અમારા આ લેખ થકી નવા વર્ષની શરૂઆતના સમયે શનિદેવને રિઝવવા, તેમને પ્રસન્ન કરવાના શ્રેષ્ઠ ઉપાયો લઇને આવ્યા છીએ. આ ઉપાયોનું પાલન કરી આપ આપના ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધિની સ્થાપના કરાવી શકો છો...

તસવીરોમાં જુઓ અને જાણો શનિદેવને પ્રસન્ન કરવાના દસ ઉપાયો...

મોતીદાન

મોતીદાન

જો આપ શનિદેવને પ્રસન્ન કરવા માગતા હોવ તો શુક્રવારની રાત્રે કાળા ચળાને પાણીમાં પલાડો. શનિવારે તે કાળા ચણા, કોલસા, હળદર અને લોઢાનો એક ટૂકડો લો અને એક કાળા કપડામાં તેને એક સાથે બાંધી દો. પોટલીને વહેતા પાણીમાં ફેંકો જેમાં માછલીઓ હોય. આ પ્રક્રિયાને એક વર્ષ સુધી દર શનિવારે કરો. શનિના અશુબ પ્રભાવના કારણે ઉત્પન્ન થયેલી અડચણોને દૂર કરશે.

ઘોડાની નાળની અંગૂઠી

ઘોડાની નાળની અંગૂઠી

આપ ઘોડાની નાળ શોધીને લઇ આવો, જોકે હવે તો તે બજારમાં પણ મળી આવે છે. પરંતુ તેની ખાત્રી કરી લેવી કે ઘોડાને તે પહેરાવવામાં આવી હોય. શનિવારના રોજ કોઇ લુહાર પાસે તેની અંગૂઠી બનાવી લો. શુક્રવારની રાત્રે તેને કાચા દૂધ અથવા સાફ પાણીમાં ડૂબાડીને રાખી દો. શનિવારે સવારે તે અંગૂઠીને ડાબા હાથની મધ્ય આંગળીમાં પહેરી લો, આ આપને તત્કાલ પરિણામ આપશે.

કાચો દોરો

કાચો દોરો

શનિવારના દિવસે પીપળાના વૃક્ષની ચારે બાજું સાત વાર કાચો દોરો લપેટો, આ દરમિયાન શનિમંત્રનો પણ જાપ કરો. આ આપની સાડાસાતીની તમામ મુશ્કેલીઓને દૂર કરશે. દોરો લપેટ્યા બાદ પીપળાના વૃક્ષની પૂજા અને દિવો કરવાનું ભૂલવું નહીં. સાડાસાતીના પ્રકોપથી બચવા માટે વ્યક્તિએ દિવસમાં એક વાર મીઠા વગરનું ભોજન કરવું જોઇએ.

કાળી ગાયની પૂજા

કાળી ગાયની પૂજા

શનિદેવને આપ કાળી ગાયની પૂજા કરીને પણ પ્રસન્ન રાખી શકો છો. આના માટે આપે ગાયના માથા પર તિલક લગાવ્યા બાદ તેના સીંગમાં પવિત્ર દોરો બાંધો અને અગરબત્તી કરવી. અંતમાં ગાયની પરિક્રમા કર્યા બાદ તેને ચાર બૂંદીના લાડવા પણ ખવડાવો. આ શનિદેવની સાડાસાતીના તમામ પ્રતિકૂળ પ્રભાવોને રોકે છે.

સરસિયાના તેલથી ખુશ થાય છે શનિદેવ

સરસિયાના તેલથી ખુશ થાય છે શનિદેવ

શનિદેવને સરસિયાનું તેલ ખૂબ જ પસંદ છે. શનિને ખુશ કરવા માટે શનિવારે પીપળાના વૃક્ષની પૂજા કરવી જોઇએ અને તેની પર સરસિયાનું તેલ ચડાવવું જોઇએ. માનવામાં આવે છે કે સૂર્યોદયથી પહેલા પીપળાની પૂજા કરવા પર શનિદેવ સૌથી વધારે પ્રસન્ન થાય છે.

સાંજે સળગાવો દીવો

સાંજે સળગાવો દીવો

શનિવારે સાંજે પીપળાના ઝાડની નીચે સરસિયાના તેલનો દીવો સળગાવો જોઇએ, ત્યારબાદ વૃક્ષના સાત ચક્કર લગાવવા જોઇએ. આ પૂજા બાદ કોઇ કાળા કૂતરાને 7 લાડવા ખવડાવવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને સકારત્મક પરિણામ આપે છે.

ગાયને આવી રીતે ખવડાવો રોટલી

ગાયને આવી રીતે ખવડાવો રોટલી

કોઇ પણ શનિવારે બે રોટલી બનાવો. એક રોટલી પર સરસિયાનું તેલ અને મીઠાઇ રાખો જ્યારે બીજાની પર ઘી. પહેલી રોટલી એક કાળી ગાયને ખવડાવો ત્યારબાદ બીજી રોટલી તે જ ગાયને ખવડાવો. હવે શનિદેવની પ્રાર્થના કરી તેમની પાસે શાંતિ અને સમૃદ્ધિની કામના કરો.

43 દિવસ સતત તેલ ચડાવો

43 દિવસ સતત તેલ ચડાવો

શનિદેવને પ્રસન્ન કરવા માટે આપને ઊગતા સૂરજ સમયે સતત 43 દિવસો સુધી (રવિવાર છોડીને) શનિદેવની મૂર્તિને તેલ ચડાવવું જોઇએ. એ ધ્યાનમાં રાખો કે શનિદેવને પ્રસન્ન કરવાની આ વિધિ શનિવારના દિવસે જ આરંભ કરવી જોઇએ.

ગોળ અને કાળા ચણા

ગોળ અને કાળા ચણા

દર શનિવારે વાંદરાઓને ગોળ અને કાળા ચણા ખવડાવો, આ ઉપરાંત કેળા અથવા મીઠી મલાઇ પણ ખવડાવી શકો છો. આ પણ શનિદેવના અશુભ પ્રભાવને સમાપ્ત કરવામાં ખૂબ જ મદદ કરે છે.

એક કાળો દોરો શનિદેવને પ્રસન્ન કરશે

એક કાળો દોરો શનિદેવને પ્રસન્ન કરશે

શનિવારના દિવસે આપના હાથની લંબાઇનો 19 ગણો લાંબો એક કાળો દોરો લો જેને એક માળાના રૂપમાં બનાવીને ગળામાં ધારણ કરો. આ એક સારુ પરિણામ આપશે અને ભગવાન શનિને આપ પર કૃપાવાન બનાવશે.

English summary
Tips for Worshiping to Shanidev and get peach and happiness.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X