Rose Day 2020: આજે રોઝ ડે, જાણો ગુલાબનો દરેક રંગ શું કહે છે?
કહેવાય છે કે જો તમે કોઈને પ્રેમ કરતા હોય તો તેને ફૂલ મોકલો. આમ પણ ફૂલ એ વાત કહી દે છે જે તમે નથી કહી શકતા. એટલા માટે સદીઓથી આપણે ત્યારે લોકોને ફૂલ મોકલવાની પ્રથા રહી છે. વાસ્તવમામં ફૂલ સુંદર, મોહક, કોમલ અને સુગંધિત હોય છે જે મનને મહેકાવે છે અને આવા જ મહેકતા સંબંધની કલ્પના દરેક વ્યક્તિ પોતાની લાઈફમાં કરે છે. દરેકની કોશિશ હોય છે કે તે જેને પણ પ્રેમ કરે તે સુંદર હોય અને તેના પ્રેમથી જીવન મહેકી ઉઠે. પ્રેમની ભાવનાઓ કોમળ હોય છે એટલા માટે તેને ખૂબ સંભાળીને રાખવામાં આવે છે. એટલા માટે ઈઝહાર-એ-ઈશ્ક માટે હંમેશા ફૂલોના રાજા ગુલાબનો ઉપયોગ કરવામાં આવે છે આ જ કારણ છે કે વેલેન્ટાઈન વીકની શરૂઆત રોઝ ડે એટલે કે 7 ફેબ્રુઆરીથી થાય છે પરંતુ શું તમે જાણો છો કે અલગ અલગ રંગોના ગુલાબ પ્રેમની અલગ અલગ ભાવનાઓ વ્યક્ત કરે છે? જો ના જાણતા હોય તો ચાલો જાણીએ કે ગુલાબના અલગ અલગ રંગ પ્રેમના કયા રંગને વર્ણવે છે...

સફેદ ગુલાબ
જો તમારો કોઈ મિત્ર કે કોઈ પોતાનુ ઘણા દિવસોથી નારાજ હોય, ઘણા સમયથી વાત ન કરી રહ્યા હોય તો આજના દિવસથી વધુ સારો કોઈ દિવસ નહિ હોય તેને મનાવવાનો. તમે એની પાસે સફેદ ગુલાબ લઈને જાવ અને દિલથી સૉરી બોલો, સફેદ ગુલાબ માફીનુ પ્રતીક છે.

પીળુ ગુલાબ
જો તમારા મનમાં કોઈની સાથે દોસ્તી કરવાની ઈચ્છા હોય તો તમે એ વ્યક્તિ પાસે યલો રોઝ એટલે કે પીળુ ગુલાબ લઈને જાવ. જુઓ તમારી સાથે દોસ્તીને મંજૂર કર્યા સિવાય એ વ્યક્તિ પાસે બીજો કોઈ વિકલ્પ નહિ રહે. પીળુ ગુલાબ દોસ્તીનુ પ્રતીક છે.

ગુલાબી ગુલાબ
જો તમારુ દિલ કોઈને ચાહે છે પરંતુ હજુ સુધી તમે તમારા દિલની વાત તેને નથી કરી તો આજનો દિવસ પોતાના દિલની વાત કહેવાનો સૌથી મુબારક દિવસ છે. તમે પિંક કલરનુ રોઝ એટલે કે ગુલાબી ગુલાબથી પોતાની ભાવનાઓ વ્યક્ત કરો. પિંક ગુલાબ પ્રપોઝ કરવા માટે બેસ્ટ હોય છે.

લાલ ગુલાબ
લાલ રંગ પ્રેમનુ પ્રતીક છે અને એટલા માટે જો કોઈને કહેવુ હોય તો લાલ ગુલાબથી સારી કોઈ ના તો કોઈ ગિફ્ટ છે અને ના કોઈ રીત. લાલ ગુલાબ માત્ર પ્રેમની વાત કરે છે બીજુ કંઈ નહિ.

ગુલાબનુ બુકે
કહેવાય છે કે સાચા પ્રેમને બસ દિલથી અનુભવવો જોઈએ પરંતુ ક્યારેક ક્યારેક પ્રેમ વ્યક્ત કરવાની પણ જરૂર હોય છે. કોઈને આઈ લવ યુ સાથે સાથે એ પણ કહેવુ જરૂરી હોય છે કે તમારા માટે દુનિયાની સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ છે જેના વિના તમારી જિંદગી બેકાર છે તો આના માટે તમે સુંદર ગુલાબથી સજેલા બુકેનો ઉપયોગ કરી શકો છો.
આ પણ વાંચોઃ યુવતીઓને બળજબરીથી કિસ કરી ભાગી જનાર વ્યક્તિ પકડાયો, Video જોઈ પોલિસ પણ ચોંકી