For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

OMG: દુનિયાની 10 સૌથી મોંધી ચોકલેટ

|
Google Oneindia Gujarati News

ચોકલેટ..નામ સાંભળતા જ કોઇના પણ મોઢામાં પાણી આવી જ જાય. અને એ પણ બની શકે કે તમે અત્યાર સુધીમાં ડેરીમિલ્ક, સ્વિઝ ચોકલેટ જેવી અનેક જાણીતી બ્રાન્ડની ચોકલેટ ખાધી પણ હોય. જો કે ચોકલેટ વસ્તુ જ એવી છે કે નાના મોટા સૌને તે ભાવે.

પણ આજે અમે જે ચોકલેટ તમને બતાવીશુંને તે જોઇને એક ગુજરાતી તરીકે તમને થશે ના ના રહેવા દો મને તો ચોકલેટ ભાવતી જ નથી.

કારણ કે આ ચોકલેટનો ભાવ માત્ર 9 કરોડ 34 લાખ રૂપિયા અંદાજીત છે. ચક્કર આવી ગયાને...બસ તો પછી આવી જ દુનિયાની મોંધી મોંધી ચોકલેટ અમે તમને બતાવા માટે લાવ્યા છીએ. જુઓ આ સ્લાઇડર. ખાઇ ન શકો પણ જોવામાં આપણાં ક્યાં પૈસા જાય છે.

ધ અફ્રિસિઓનાડો કલેક્શન ચોકલેટ (આંદાજીત 17 હજાર રૂપિયા)

ધ અફ્રિસિઓનાડો કલેક્શન ચોકલેટ (આંદાજીત 17 હજાર રૂપિયા)

આ ચોકલેટની ખાસિયત એ છે કે તે ખાસ સિગાર પીનારા માટે બનાવામાં આવી છે 275 ડોલરની આ ચોકલેટની સુંગધ સીગરેટ જેવી છે પણ તેને ખાવ ત્યારે તે ચોકલેટ જેવો જ ટેસ્ટ આપે છે.

ડેલાફ્રી (31,384 રૂપિયા)

ડેલાફ્રી (31,384 રૂપિયા)

આ સ્વીઝ ચોકલેટ "ગોલ્ડન ટ્રફલ"ના નામે ઓળખાય છે. તે ગ્રાન્ડ ક્રુ ચોકલેટ અને ગોલ્ડન લીફથી બનાવામાં આવે છે. 504 ડોલરની આ ચોકલેટ ક્લાસ અને ટેસ્ટ બન્ને આપે છે.

મિશેલ ક્લુઝેલ બોક્સ ઓફ એસોર્ટેડ ટ્રીટ (55,746 રૂપિયા)

મિશેલ ક્લુઝેલ બોક્સ ઓફ એસોર્ટેડ ટ્રીટ (55,746 રૂપિયા)

મિશેલ ક્લુઝેલના આ ચોકલેટ બોક્સમાં, 400 હેન્ડમેડ ચોકલેટ મૂકવામાં આવી છે. એટલું જ નહીં તમે આમાં તમારી પસંદની ચોકલેટ એડ કે નીકાળી પણ શકો છો. હવે તમે આટલા રૂપિયા આપતા હોવ તો કંપનીવાળા આટલું તો કરે જ ને!

ગોલ્ડન અને ડાયમંડ ચોકલેટ (77,868 રૂપિયા)

ગોલ્ડન અને ડાયમંડ ચોકલેટ (77,868 રૂપિયા)

આ બોક્સમાં ખાલી 12 ચોકલેટ છે જેમાં 22 કેરેટ ગોલ્ડ, સિલ્વર અને ચાર ડાયમંડ મૂકવામાં આવ્યા છે. જો તમે કોઇને પ્રપોઝ કરવા માંગતા હોવ તો આ ચોકલેટ બોક્સ એક સારો આઇડિયા છે પ્રપોઝ કરવાનો.

વીસ્પા ગોલ્ડ રેપર ચોકલેટ (અંદાજે એક લાખ રૂપિયા)

વીસ્પા ગોલ્ડ રેપર ચોકલેટ (અંદાજે એક લાખ રૂપિયા)

કેડબરીની ચોકલેટ તો તમે ધણી ખાધી હશે. ત્યારે આ કંપની બનાવી છે દુનિયાની સૌથી મોંધી ચોકલેટમાંથી એક. આ ચોકલેટમાં ઇટેબલ ગ્લોડન રેપર આવે છે આ એક ચોકલેટનો ભાવ જ ખાલી 1 લાખ રૂપિયા છે.

કનીપ્સ્ચીલ્ડ્ટ ચોકેટીયર (1 લાખ 62 હજાર રૂપિયા)

કનીપ્સ્ચીલ્ડ્ટ ચોકેટીયર (1 લાખ 62 હજાર રૂપિયા)

આ હેન્ડમેડ ચોકલેટની ખાસિયત એ છે કે દરેક ચોકલેટ યુનિક ટેસ્ટ ધરાવે છે. વિશ્વની શ્રેષ્ઠ સામગ્રીથી આ ચોકલેટ બને છે.

સ્વારોવસ્કી સ્ટડેડ ચોકલેટ (6 લાખ, 23 હજાર રૂપિયા)

સ્વારોવસ્કી સ્ટડેડ ચોકલેટ (6 લાખ, 23 હજાર રૂપિયા)

આ ચોકલેટ બોક્સમાં ભારતીય રેશમની વચ્ચે 49 ડિઝાનર ચોકલેટ મૂકવામાં આવી છે. જેની પર સ્વારોવસ્કી ક્રિસ્ટલ, સ્લિક રોઝ અને ગોલ્ડની ડિઝાઇન મૂકવામાં આવી છે.

ગોલ્ડન સ્પેક્લ્ડ એગ (6 લાખ, 92 હજાર રૂપિયા)

ગોલ્ડન સ્પેક્લ્ડ એગ (6 લાખ, 92 હજાર રૂપિયા)

આ એગ સેપ ચોકલેટ વિલિયમ કર્લીએ બનાવી છે. વિલિયમ ગિનિસ બુક રેકોર્ડ હોલ્ડર છે તેમણે પહેલો નોન-જ્વેલ ચોકલેટ એગ બનાવ્યો છે. આ ચોકલેટ એગની હરાજી બોલાવામાં આવી હતી અને તેને અંદાજીત 6 લાખ 92 હજાર રૂપિયામાં વેચવામાં આવ્યો હતો.

ફ્રોઝન હુટ ચોકલેટ (15 લાખ 58 હજાર રૂપિયા)

ફ્રોઝન હુટ ચોકલેટ (15 લાખ 58 હજાર રૂપિયા)

આ એક હોટ ચોકલેટ છે જેની પર ઇટેબલ ગોલ્ડ લગાવામાં આવ્યો છે. ન્યૂયોર્કની સેરેન્ડીપીટી હોટલ દ્વારા બનાવામાં આવતા આ ડ્રીંક સાથે કોમ્પ્લિમેન્ટ્રી ગોલ્ડ અન્ડે ડાયમંડ બ્રેસલેટ આપવામાં આવે છે અને તેની ચમચી પણ સોનાને હીરા જડિત છે.

લે ચોકલેટ બોક્સ (1.5 મિલિયન ડોલર)

લે ચોકલેટ બોક્સ (1.5 મિલિયન ડોલર)

આ ચોકલેટ બોક્સ સાથે તમને સીમોન જ્વેલર્સની જ્વેલરી આપવામાં આવે છે. અંદાજીત 9 કરોડ 34 લાખ રૂપિયાનો આ ચોકલેટ બોક્સમાં ચોકલેટ, હિરાજડિત નેકલેસ, એયરીંગ, બ્રેસ્લેટ આવે છે.

English summary
Top 10 Most Expensive Chocolates in the World
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X