For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દુનિયાના 10 શ્રેષ્ઠ એરપોર્ટને જેને જોઇને તમારા હોશ ઉડી જશે

|
Google Oneindia Gujarati News

આપણા ગુજરાતીઓને ફરવાનો ભારે શોખ છે. એટલું જ નહીં દુનિયાભરમાં અનેક ગુજરાતીઓ વસે છે. જે વિવિધ દેશોની મુલાકાત લેતા રહેતા હોય છે. ત્યારે ધણીવાર આંતરાષ્ટ્રિય ફ્લાઇટના કારણે તેમને વિશ્વના જાણીતા એરપોર્ટને જોવાનો લાભ મળી જાય છે.

આ વિશાળ એરપોર્ટમાં ભવ્યતા, સુખ સુવિધાઓથી ભરપૂર હોય છે. આપણે નાના હતા ત્યારે લોકો કહેતા દુબઇનું એરપોર્ટ જોયું છે. કેટલું વિશાળ છે ખબર છે... જો કે ત્યારબાદ તો અનેક એરપોર્ટનું નવીનીકરણ અને ઔદ્યોગિકકરણ થયું. અને હવે તો આપણા દિલ્હી અને મુંબઇના આંતરાષ્ટ્રિય એરપોર્ટની પણ બોલબોલા વિશ્વમાં થઇ રહી છે.

ત્યારે વિશ્વના 10 શ્રેષ્ઠ એરપોર્ટની તસવીરો આજે અમે તમને બતાવીશું. અને સાથે જ જણાવીશું કે તે કેમ શ્રેષ્ઠ છે. તો જુઓ આ ફોટોસ્લાઇડર

10 શ્રેષ્ઠ એરપોર્ટ

10 શ્રેષ્ઠ એરપોર્ટ

વિશ્વના 10 શ્રેષ્ઠ એરપોર્ટની તસવીરો આજે અમે તમને બતાવીશું.

લંડનનું હેથ્રો એરપોર્ટ

લંડનનું હેથ્રો એરપોર્ટ

અમારી સૂચિમાં આ એરપોર્ટ 10માં નંબર છે. જો કે આ એરપોર્ટનો પણ એક વખતે સુવર્ણકાળ હતો જો કે આજે તે 10માં નંબરે આવી ગયું છે. વધુમાં 2011માં તેને દુનિયાનું સૌથી વ્યસ્ત એરપોર્ટ કહેવામાં આવ્યું હતું.

વૈંક્વર આંતરાષ્ટ્રિય એરપોર્ટ

વૈંક્વર આંતરાષ્ટ્રિય એરપોર્ટ

ઉત્તર અમેરિકામાં આવેલ આ એરપોર્ટ એક મીની શહેર જેવું છે. તેમાં એકથી એક ચઢિયાતી કલાકૃતિઓ મૂકવામાં આવી છે. જે અહીના યાત્રીઓને લુભાવે છે.

જ્યૂરિક એરપોર્ટ

જ્યૂરિક એરપોર્ટ

સ્વિટર્ઝલેન્ડમાં સ્થિત જ્યૂરિક એરપોર્ટ સૌથી મોટું અને વ્યસ્ત એરપોર્ટ છે. વધુમાં 2003માં તેને વધુ વિશાળ કરવામાં આવ્યું હતું.

બેજિંગ, આંતરાષ્ટ્રિય એરપોર્ટ

બેજિંગ, આંતરાષ્ટ્રિય એરપોર્ટ

ઓલ્મપિક વખતે આ એરપોર્ટનો વિકાસ કરવામાં આવ્યો હતો. તેની યુનિક ડિઝાઇન તેના મુખ્ય આકર્ષણ છે.

ટોકિયો આંતરાષ્ટ્રિય એરપોર્ટ

ટોકિયો આંતરાષ્ટ્રિય એરપોર્ટ

જાપાનની રાજધાની ટોકિયોમાં દરવર્ષે 62.6 મિલિયન યાત્રીઓ એકઠા થાય છે. જો કે હાલ તો તેનું નિર્માણ કાર્ય ચાલુ છે. પણ તેની વિશાળતા તે રીતે કરવામાં આવવાની છે કે તે 90 મિલિયન યાત્રીઓને સમાવી શકે.

એમ્સટર્ડમ શિફોલ એરપોર્ટ

એમ્સટર્ડમ શિફોલ એરપોર્ટ

1916માં એક મિલેટ્રી બેઝ તરીકે શરૂ કરાયેલા આ એરપોર્ટ દુનિયાના સૌથી વ્યસ્ત એરપોર્ટ માંથી એક છે.

હોંગકોંગ ઇન્ટરનેશનલ એરપોર્ટ

હોંગકોંગ ઇન્ટરનેશનલ એરપોર્ટ

દરવર્ષે અહીં 53.3 મિલિયન યાત્રીઓ આવે છે. વધુમાં આ એરપોર્ટ પર ડાયનિંગ, બેગેજ ડિલીવરી, સફાઇ, શોપિંગ મામલે ટોપ રેન્કમાં છે. વધુમાં તે બધી બાજુથી પાણીથી ધેરાયેલું છે જે તેની સુંદરાત નીખારે છે.

મ્યુનિક આંતરાષ્ટ્રિય એરપોર્ટ

મ્યુનિક આંતરાષ્ટ્રિય એરપોર્ટ

આ એરપોર્ટમાં સૌથી વધુ કાચનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે તેને વધુ વિશાળ અને ઓપન બનાવે છે. પ્રતિવર્ષ અહીં 37.8 મિલિયન યાત્રીઓ આવી છે.

ઇંકન ઇન્ટરનેશનલ એરપોર્ટ

ઇંકન ઇન્ટરનેશનલ એરપોર્ટ

દક્ષિણ કોરિયાના આ એરપોર્ટને વર્ષ 2005 થી લઇને વર્ષ 2012 સુધી આ એરપોર્ટને આંતરાષ્ટ્રિય એરપોર્ટ કાઉનશીલ દુનિયાના શ્રેષ્ઠ એરપોર્ટનું બિરુદ આપતી આવી છે.

ચંગી ઇન્ટરનેશનલ એરપોર્ટ

ચંગી ઇન્ટરનેશનલ એરપોર્ટ

સિંગાપુરનું ચંગી એરપોર્ટ દુનિયાનું સૌથી શ્રેષ્ઠ એરપોર્ટ છે. તેમાં હરિયાળી, આઉટ ડોર પુલ, બટરફ્લાય ગાર્ડનની વ્યવસ્થા છે. જે યાત્રીઓને ખૂબ જ આકર્ષિત કરે છે.

English summary
Ever wondered about world's luxurious airports. Here we are presenting a pictorial tour of top 10 best airport in the World.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X