For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દુનિયાના ટોપ 10 દેશ, જ્યાં થાય છે સૌથી વધારે બળાત્કાર

|
Google Oneindia Gujarati News

[ફીચર્સ] કોઇપણ મહિલા, યુવતી અથવા બાળકીની સાથે તેની ઇચ્છા વિરુદ્ધ શારીરિક જબરદસ્તી કરવી તેને બળાત્કાર કહેવાય છે. દુનિયાના કેટલાંક જઘન્ય ગુનાઓમાં બળાત્કારની પણ ગણતરી થાય છે.

આધુનિક હોવા છતા પણ હજી પણ ઘણા દેશોમાં બળાત્કાર જેવી ઘટનાઓ ઘણી વધારે થાય છે. ઘણા સર્વેથી માલૂમ પડે છે કે બહારવાળા કરતા નજીકના, ઓળખીતા અને અંદરના જ વ્યક્તિઓ બળાત્કાર કે શારીરિક શોષણના ગુનામાં સંડોવાયેલા હોય છે.

દિલ્હીમાં નિર્ભયા કાંડ બાદ લોકો વધારે સજાગ થઇ ગયા છે અને તેમણે બળાત્કાર અને શારીરિક શોષણ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે. પરંતુ ખબર છે કે આવી ઘટનાઓ માત્ર ભારતમાં જ નહીં પરંતુ આવા ઘણા દેશોમાં ઘટે છે. આવો જાણીએ કે એવા દેશો વિશે જ્યાં બળાત્કારની ઘટનાઓ સૌથી વધારે ઘટે છે.

અમેરિકા

અમેરિકા

આ દેશને દુનિયામાં સૌથી વધારે સુપર માનવામાં આવે છે પરંતુ અત્રે બળાત્કાર ખૂબ જ મોટા પ્રમાણમાં થાય છે. 99 ટકા બળાત્કારી પુરુષ હોય છે અને શિકાર લોકોમાં 91 ટકા મહિલાઓ અને 9 ટકા પુરુષો હોય છે.

ભારત

ભારત

ભારતમાં વિદેશી મહિલાઓ આવતા ઘભરાય છે કારણ કે તેમના દિમાગમાં એવું છે કે અહીં તેમનો બળાત્કાર થઇ જશે. દરવર્ષે અહીં હજારોની સંખ્યામાં ફરિયાદ નોંધાય છે કે તેમની સાથે બળાત્કાર થયો છે. તેમાંથી ઘણી ફિમેલ ફરિયાદ કર્યા વગર જ રિબાયા કરે છે, અથવા તો આત્મહત્યા કરી લે છે. એક સર્વે અનુસાર આ દેશમાં દર 22 મિનિટમાં એક બળાત્કાર થાય છે.

દક્ષિણ આફ્રીકા

દક્ષિણ આફ્રીકા

આ દેશને રેપ કેપિટલ કહેવામાં આવે છે. 2012માં અત્રે 65000 કેસ નોંધવામાં આવ્યા હતા. આ દેશમાં નાની બાળકીઓની સાથે રેપ સૌથી વધારે થાય છે. આ દેશના કાયદામાં બળાત્કાર સાબિત થઇ જવા પર બે વર્ષની જેલ પણ કરવામાં આવે છે.

બ્રિટેન

બ્રિટેન

દુનિયાનો સૌથી મોટો વિકસીત દેશ, જ્યાં યુવતીઓ આઝાદીથી રહે છે પરંતુ અત્રે પણ એક વર્ષમાં લગભગ 85000 મહિલાઓની સાથે બળાત્કાર અને શારીરિક શોષણના મામલાઓ નોંધાય છે.

સ્વીડન

સ્વીડન

સ્વીડનમાં દર ચોથી મહિલા બળાત્કાર અથવા શારીરિક શોષણનો શિકાર બને છે. ત્યાં મહિલાઓની સાથે બળાત્કાર થવો એક ગંભીર સમસ્યા છે.

જર્મની

જર્મની

ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ વાત છે કે દર વર્ષે જર્મનીમાં 2,40,000 મહિલાઓ માત્ર એટલા માટે મરી જાય છે, કારણ કે તેમની સાથે બળાત્કાર થયો હોય છે. ઘણીવાર આ આંકડો ખૂબ જ વધારે વધી જાય છે.

ફ્રાંસ

ફ્રાંસ

1980 સુધી બળાત્કારને ફ્રાંસમાં ગુનો માનવામાં ન્હોતો આવતો. ત્યારબાદ મહિલા કાયદા હેઠળ તેનો સમાવેશ કરવામાં આવ્યો અને તેને જઘન્ય અપરાધની શ્રેણીમાં રાખવામાં આવ્યું. અત્રે દરેક વર્ષે લગભગ 75,000 બળાત્કાર થાય છે જેમાંથી માત્ર 10 ટકા મહિલાઓ જ કેસને નોંધાવે છે.

કેનેડા

કેનેડા

કેનેડામાં દર વર્ષે મોટી સંખ્યામાં બળાત્કાર થાય છે પરંતુ માત્ર 6 ટકા જ કેસ પોલીસના ચોપડે નોંધાય છે. તેમાંથી 80 ટકા મામલા તો ઘરમાં જ બને છે, બાકીની ઘટનાઓ મિત્રો અથવા રસ્તાઓ પર બને છે.

ઓસ્ટ્રેલિયા

ઓસ્ટ્રેલિયા

ઓસ્ટ્રેલિયા એક પ્રવાસન દેશ છે જ્યાં આખું વર્ષ દરમિયાન દૂર દેશમાંથી લોકો આવે છે. પરંતુ અહીંની જ મહિલાઓ સુરક્ષિત નથી. અત્રે શારીરિક શોષણ અને બળાત્કારના મામલા ખૂબ જ વધારે સમાચારોમાં આવે છે.

ડેનમાર્ક

ડેનમાર્ક

એક નાનકડો દેશ, જ્યાં માત્ર 500 મહિલાઓ સાથે બળાત્કાર થાય છે. અત્રે કામકાજી સ્થળો પર પણ શારીરિક શોષણના ઘણા મામલા જોવા મળે છે.

English summary
We have listed here some of the countries in which the rape crimes are more prevalent.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X