For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જીવનમાં એક વાર તો અનુભવ લેવા જેવા 13 દિલધડક સ્પોર્સ્ટ

|
Google Oneindia Gujarati News

સ્પોર્ટ્સની વાત આવે ત્યારે સૌને પોતાની ગમતી રમત વિશે કહેવાનું મન થાય. જો કે વિશ્વમાં ક્રિકેટ, ફૂટબોલ, સ્કેટિંગ, ટેબલ ટેનિસ વગેરે ઉપરાંત પણ એવા કેટલાક સ્પોર્ટ્સ છે જે બહુ ઓછા લોકો કરતા હોય છે. આ સ્પોર્સ્ટ કરનારાઓનું ગાંડપણ તેમને આ જોખમી અને રોમાંચક સ્પોર્ટ્સનો દિલધડક અનુભવ કરવા માટે સતત પ્રેરણા આપતા રહે છે. આવા એક્સ્ટ્રીમ સ્પોર્ટ્સમાં સુરક્ષા સૌથી મહત્વની હોય છે. આ માટે તમારે શારીરિક રીતે ફિટ રહેવું પણ જરૂરી છે જેથી સ્પોર્ટ્સમાં તમે હિટ રહી શકો. અહીં એવા 13 દિલધડક સ્પોર્ટ્સ દર્શાવ્યા છે જેનો દરેક વ્યક્તિએ જીવનમાં એક વાર તો અનુભવ લેવા જેવો છે...

1 - વ્હાઇટ વૉટર રાફ્ટિંગ

1 - વ્હાઇટ વૉટર રાફ્ટિંગ


આ સ્પોર્ટ્સ અત્યંત તેજ ગતિથી વહેતી અને ગાંડીતૂર બનેલી નદીમાં કરવામાં આવે છે. તેને એકલા અથવા જૂથમાં રહીને કરી શકાય છે.

2 - સર્ફિંગ

2 - સર્ફિંગ


દરિયાની લહેરો પર સર્ફિંગ બોર્ડ મૂકીને સર્ફિંગ કરવાની મજા સૌથી વધારે લોકો માણતા હોય છે. આ એવું દિલધડક સ્પોર્ટ્સ છે જે સૌથી વધારે લોકો સરળતાથી માણી શકે છે.

3 - સ્કાય ડાઇવિંગ

3 - સ્કાય ડાઇવિંગ


આમ જોવા જાવ તો સ્કાય ડાઇવિંગ ખૂબ સરળ છે. એક પ્લેન લેવાનું, પેરાશૂટ બાંધીને તૈયાર થવાનું અને પ્લેનમાં ઊંચાઇએથી જંપલાવી દેવાનું.

4 - બંજી જંપિંગ

4 - બંજી જંપિંગ


બંજી જંપિંગ એક ક્લાસિક એક્સ્ટ્રીમ સ્પોર્ટ્સ છે. આ સ્પોર્સ્ટમાં અત્યંત ઉંચાઇએથી દોરડાની સાથે કૂદવાનું હોય છે.

5 - પાર્કોર અથવા ફ્રી રનિંગ

5 - પાર્કોર અથવા ફ્રી રનિંગ


ફ્રી રનિંગ માટે કોઇ મેદાન નહીં પણ કોઇ પણ શહેર, ગામ કે અર્બન એરિયાનો પ્લેગ્રાઉન્ડ સમજીને ઉપયોગ કરવાનો હોય છે. તેમાં સુપર હીરોની સ્ટાઇલથી કૂદકા મારીને, ગૂલાંટો મારીને, લાંબા ભૂસકા મારીને કોઇ સાધનની મદદ લીઘા વિના દોડવાનું હોય છે. તેમાં બેલેન્સ રાખવું અત્યંત મહત્વનું છે.

6 - ક્લાઇમ્બિંગ

6 - ક્લાઇમ્બિંગ


ચઢાણ કરવું અઘરું અને ખૂબ જ શારીરિક શ્રમ પડે તેવી સ્પોર્ટ્સ છે. તે કુદરતી પર્વતો પર અથવા માનવ સર્જિત ઇમારતો પર દોરડાથી મદદથી કરવામાં આવે છે.

7 - આઇસ સ્કિઇંગ

7 - આઇસ સ્કિઇંગ


ફિલ્મોમાં તમે સ્કિઇંગ બહુ વાર જોયું હશે. બરફના ઉંચા પર્વત પરથી પગમાં બે લાકડાની પટ્ટી પહેરીને તેની પર લસરવું. એસ્ટ્રીમ સ્કિઇંગમાં ઢાળ 45 ડિગ્રીથી વધારે ઉબો હોય છે.

8 - માઉન્ટેઇન બોર્ડિંગ

8 - માઉન્ટેઇન બોર્ડિંગ


માઉન્ટેઇન બોર્ડિંગ એ એક પ્રકારનું ઓફ રોડ સ્કેટબોર્ડિંગ છે. તેમાં અલગ અલગ ટ્રિક્સ કરીને તેને વધારે દિલધડક બનાવી શકાય છે. સ્પીડનો રોમાંચ માણવા તે બેસ્ટ છે.

9 - BASE જમ્પિંગ

9 - BASE જમ્પિંગ

BASE જમ્પિંગ એટલે બિલ્ડિંગ, એન્ટેના, સ્પોન (જેમ કે બ્રિજ) કે અર્થનો ઉપયોગ કરીને કરવાની સ્પોર્ટ્સ છે. તે સ્કાયડાઇવિંગ જેવું જ છે. આ જમ્પમાં એક નિશ્ચિત જગ્યાએથી જમ્પ કરવાનો હોય છે, તેમાં પેરાશૂટ કોલવા જેટલો સમય પણ મળતો નથી.

10 - ઝોર્બિંગ

10 - ઝોર્બિંગ


તેને વાસ્તવિક સ્પોર્ટ્સ ના પણ ગણી શકાય. તમને એક ઊંચા ઢોળાવ પરથી એક બોલમાં કેદ કરીને નીચે ઢાળ પર છોડી દેવામાં આવે છે. તમે ઉલટા પૂલટા થઇને કેવી રીતે નીચે પહોંચો છો તેની મજા છે.

11 - કેવ ડાઇવિંગ

11 - કેવ ડાઇવિંગ


તમને સ્કૂબા ડાઇવિંગનો ખ્યાલ છે. કેવ ડાઇવિંગ સ્કૂબા ડાઇવિંગથી પણ વધારે રોમાંચક અને દિલધડક અનુભવ આપે છે. તેમાં પણ અન્ડર વોટર કેવમાં ડાઇવિંગ વધારે આનંદદાયક છે. આ માટે તમારા કૃત્રિમ પ્રકાશ પર આધાર રાખવો પડે છે અને સાંકડી જગ્યાઓમાંથી પસાર થવાની તૈયારી પણ રાખવી પડે છે.

12 - ચીઝ રોલિંગ

12 - ચીઝ રોલિંગ


મોટા ભાગના બ્રિટિશરો આ સ્પોર્ટ્સને વધારે પસંદ કરે છે. તેમાં એક ટેકરી પર જઇને એક વ્હીલ સાથે દોડ લગાવવાની હોય છે.

13 - માઉન્ટેઇન બાઇકિંગ

13 - માઉન્ટેઇન બાઇકિંગ


આ સ્પોર્ટ્સ માઉન્ટેઇન બોર્ડિંગ સાથે થોડું મળતું આવે છે, પણ આમાં મુખ્યત્વે સાયકલનો ઉપયોગ થાય છે. તેમાં સાયકલની મદદથી પર્વતો પર નવી જગ્યાઓ શોધવાની હોય છે. આદર્શ માઉન્ટેન બાઇકિંગ માટે ખડકાળ રસ્તાઓ અને રફ જમીન હોય છે.

English summary
Top 13 Extreme sports to try before you die
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X