• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નેતાઓના 14 સેક્સ સ્કેંડલ્સ જેને જોઇ થઇ જશો પાણી પાણી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 19 સપ્ટેમ્બર: રાજકારણ તથા સેક્સ મળે છે ત્યારે વિસ્ફોટક કોકટેડનું કામ કરે છે. થોડા વર્ષોમાં દેશમાં સેક્સ સ્કેંડલ્સના કેટલાય કિસ્સા સામે આવ્યા છે જેમાં રાજકારણીઓ સામેલ રહ્યાં છે. કેટલાક રાજકારણીઓ સત્તાને દરેક વસ્તુ મેળવાનું અને કાર્યવાહીથી દૂર રહેવાનું સાધન માને છે. હંમેશાની જેમ મહિલાઓ જનતાના આ સેવકોનો ટાર્ગેટ બની જાય છે. તાજેતરમાં રાજસ્થાનના રાજ્યકક્ષાના મંત્રી બાબુલાલ નાગરે રેપકેસમાં રાજીનામું આપવું પડ્યું છે. આવો એક નજર કરીએ આવા કિસ્સાઓ પર.

ગોપાલ કાંડા- ગીતિકા શર્મા સ્કેંડલ (2012)

ગોપાલ કાંડા- ગીતિકા શર્મા સ્કેંડલ (2012)

હરિયાણાના પૂર્વ મંત્રી ગોપાલ કાંડાને એક પૂર્વ એરહોસ્ટેસને આત્મહત્યા માટે મજબૂર કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. તે હજુસુધી જેલમાં જ છે. ગીતિકાએ દિલ્હી સ્થિત પોતાના ઘરમાં પાંચ ઓગષ્ટ 2012ના રોજ આત્મહત્યા કરી હતી. તેને પોતાની સુસાઇડ નોટમાં આત્મહત્યા માટે ગોપાલ કાંડાને જવાબદાર ગણાવ્યો હતા. ગોપાલ કાંડા પર ગીતિકાને સાથે અપ્રાકૃતિક સેક્સ કરવાનો આરોપ લાગ્યો છે.

અભિષેક મનુ સિંઘવી સીડી સ્કેંડલ (2012)

અભિષેક મનુ સિંઘવી સીડી સ્કેંડલ (2012)

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક મનુ સિંઘવી પણ સેક્સ સ્કેંડલમાં ફસાયેલા છે. એક સીડી સામે આવી છે. આ સીડી સિંઘવીના જ પૂર્વ ડ્રાઇવરે બનાવી હતી. આ સીડીમાં અભિષેકને એક મહિલાની સાથે આપત્તિજનક સ્થિતીમાં દર્શાવી હતી. સિંઘવીએ દિલ્હી હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો અને માંગણી કરી કે સીડીનું પ્રકરણ રોકવામાં આવે પરંતુ યૂટ્યૂબ પર અપલોડ કરી દેવામાં આવી.

મહિપાલ મદેરણા- ભંવરી દેવી (2011)

મહિપાલ મદેરણા- ભંવરી દેવી (2011)

રાજસ્થાનની 36 વર્ષની નર્સ ભંવરી દેવી ત્યારે ચર્ચામાં આવી જ્યારે તેના પતિએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસના મંત્રી મહિપાલ મદેરણાએ તેમની પત્નીનું અપહરણ કરી લીધું છે. તપાસમાં જાણવા મળ્યું કે ભંવરી મહિપાલ તથા કોંગ્રેસના ધારાસભ્ય મલખાન સિંહને બ્લેકમેલ કરી રહી હતી. ભંવરી દેવી પાસે એક સીડી હતી જેમાં તેને મદેરણા તથા અન્યની સાથે આપત્તિજનક સ્થિતીમાં દર્શાવવામાં આવ્યા હતા. આરોપ છે કે મદેરણા અને મલખાને ભંવરી દેવીને મરાવી દિધી. આ કેસમાં મદેરણા વિરૂદ્ધ આરોપ નક્કી થઇ ગયા છે.

એનડી તિવારી સેક્સ સ્કેંડલ (2009)

એનડી તિવારી સેક્સ સ્કેંડલ (2009)

દેશ ત્યારે મોં મા આંગળા નાખતો રહી ગયો જ્યારે આંધ્રપ્રદેશના તત્કાલિન રાજ્યપાલ એનડી તિવારીના ત્રણ મહિલાઓ સાથે ઉંઘતા ફોટા સામે આવ્યા. આ એક સ્ટિંગ ઑપરેશન હતું જેને એક મુખ્ય તેલૂગૂ ચેનલે કર્યું હતું. એનડી તિવારીએ સાર્વજનિક રીતે માંફી માંગી અને પોતાના પદેથી રાજીનામું આપી દિધું. જો કે તેમને દાવો કર્યો છે કે તેમને ફસાવવામાં આવ્યા છે.

કેરલ આઇસક્રીમ પાર્લર સેક્સ સ્કેંડલ (1987)

કેરલ આઇસક્રીમ પાર્લર સેક્સ સ્કેંડલ (1987)

1987માં કેરલમાં આઇસક્રીમ સેક્સ પાર્લર સ્કેંડલ થયું હતું. આ વખતે કોઝીકોડના એક એનજીઓએ એફઆરઆઇ દાખલ કરાવી હતી. આ અંગે કોઝીકોડે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે આઇસક્રીમ પાર્લરને વેશ્યાલય તરીકે ચલાવવામાં આવતું હતું. આટલું જ નહી ત્યાં કામ કરનાર છોકરીઓને તાકતવર સામાજિક તબક્કે ન્યાયિક અધિકારીઓ તથા રાજકારણીઓ સહિત અન્ય વીઆઇપીઝ દ્વારા યૌન શોષણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે મંત્રી રહી ચૂકેલા પીકે મુનહલ્લીકુટ્ટીને તપાસના ઘેરામાં લાવતાં તેમને રાજીનામું આપવું પડ્યું હતું.

અમરમણિ ત્રિપાઠી-મધુમિતા શુક્લા સેક્સ સ્કેંડલ (2003)

અમરમણિ ત્રિપાઠી-મધુમિતા શુક્લા સેક્સ સ્કેંડલ (2003)

ઉત્તર પ્રદેશની 24 વર્ષીય કવયત્રી મધુમિતા શુક્લાનું 9 એપ્રિલ 2003ના રોજ લખનઉ સ્થિત તેના એપાર્ટમેન્ટમાં હુમલાવરોએ ગોળી મારી હત્યા કરી દિધી હતી. તપાસમાં સામે આવ્યું કે મધુમિતા રાજ્યમાં મંત્રી અમરમણિ ત્રિપાઠીની પ્રેમિકા હતી. એ પણ જાણવા મળ્યું કે મધુમિતાની હત્યા અમરમણિની પત્નિ મધુમણિના ઇશારે કરવામાં આવી હતી. બંનેની ધરપકડ કરી લેવામાં આવી તથા ઉંમરકેદની સજા પણ થઇ.

સંજય જોશી સેક્સ સ્કેંડલ (2005)

સંજય જોશી સેક્સ સ્કેંડલ (2005)

ભાજપના તત્કાલીન મહાસચિવ સંજય જોશીની પણ 2005માં એક વીસીડી સામે આવી હતી. તેમાં સંજય જોશીને એક મહિલા સાથે આપત્તિજનક સ્થિતીમાં દર્શાવવામાં આવી હતી. સંજય જોશી આરએસએસ પ્રચાર હતા અને ખૂબ જ સાત્વિક માનવામાં આવતા હતા. તેમાં સંજય જોશી અને મહિલાનો અવાજ હતો તથા મહિલા કેટલાક અધુરા વાયદાઓ વિશે વાત કરી રહી હતી.

સુરેશ રામ સેક્સ સ્કેંડલ (1978)

સુરેશ રામ સેક્સ સ્કેંડલ (1978)

જો તેમનો પુત્ર સેક્સ સ્કેંડલમાં ન ફસાતો જગજીવન રામ પ્રથમ દલિત વડાપ્રધાન બનતા. વર્ષ 1977માં જનતા પાર્ટીની લહેરમાં ઇન્દિરા ગાંધી ચુંટણી હારી ગયા હતા અને જગજીવન રામ વડાપ્રધાન પદના સૌથી મોટા દાવેદાર માનવામાં આવતા હતા. પરંતુ દુભાર્ગ્યવશ સૂર્યા નામના એક મેગેજીનમાં ફોટા છપાયા જેમાં જગજીવન રામના પુત્ર સુરેશ રામને નગ્નાવસ્થામાં એક મહિલા સાથે આપત્તિજનક સ્થિતીમાં દર્શાવવામાં આવ્યો હતો. આ મેગેજીનના સંપાદક મેનકા ગાંધી હતા.

હરક સિંહ રાવત સેક્સ સ્કેંડલ (2003)

હરક સિંહ રાવત સેક્સ સ્કેંડલ (2003)

એક આસામી મહિલાએ 2003માં આરોપ લગાવ્યો હતો કે તેના નવજાત બાળકના પિતા કોંગ્રેસના ઉત્તરાંચલના મંત્રી હરક સિંહ રાવત છે. આ આરોપ બાદ હરક સિંહ રાવતે પોતાના પદેથી રાજીનામું આપી દિધું હતું. હરક સિંહ રાવત ઉત્તરાખંડની હાલની સરકારમાં કૃષિ મંત્રી છે. બે દિવસ પહેલાં તેમની પાર્ટીમાં ગોળીઓ ચલાવવાની જાણકારી સામે આવી, જેમાં કોંગ્રેસના બે નેતા ઘાયલ થયા હતા.

રાઘવજી સેક્સ સ્કેંડલ (2013)

રાઘવજી સેક્સ સ્કેંડલ (2013)

પોતાના નોકર સાથે અપ્રાકૃતિક સેક્સ માણવાના આરોપમાં મધ્યપ્રદેશના નાણામંત્રીને પોતાના પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. અને તેના બે દિવસ બાદ રાઘવજીની ભોપાલમાં ધરપકડ કરવામાં આવી. રાઘવજી (79)ને એક ફ્લેટમાંથી પકડવામાં આવ્યા હતા. આ ફ્લેટ બહારથી બંધ હતો, અને તેને તાળુ મારવામાં આવ્યું હતું.

અનુરાધા બાલી-ચાંદ મોહમંદ સ્કેંડલ (2009)

અનુરાધા બાલી-ચાંદ મોહમંદ સ્કેંડલ (2009)

હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભજનલાલના પુત્ર તથા હરિયાણાના તત્કાલીન ઉપમુખ્યમંત્રી ચંદર મોહન ઉર્ફે ચાંદ મોહંમદ સાથે લગ્ન કરતાં અનુરાધા બાલી ઉર્ફે ફિઝા ચર્ચામાં આવી ગઇ. બંનેએ ઇસ્લામ અપનાવીને લગ્ન કર્યા. હરિયાણાના આસિસ્ટંટ એડવોકેટ જનરલ રહી ચૂકેલ ફિઝાએ ઓગષ્ટ 2012માં આત્મહત્યા કરી લીધી. ચંદરે પોતાનું ઘર છોડી દિધું તથા બંને ફિઝાના ફ્લેટમાં રહેતા હતા. પરંતુ બે મહિના બાદ જ ચંદરે ફિઝાનો સાથ છોડી દિધો. તે પાછો પોતાના પરિવાર સાથે જતો રહ્યો. થોડા દિવસો બાદ ચંદરે ફોન કરીને ફિઝાને જણાવ્યું કે તે તેને છુટાછેડા આપે છે.

સપા ધારાસભ્યનું સેક્સ સ્કેંડલ (2013)

સપા ધારાસભ્યનું સેક્સ સ્કેંડલ (2013)

સપા ધારાસભ્ય મહેન્દ્ર કુમાર સિંહને ઓગષ્ટમાં ગોવામાં પાંચ અન્ય લોકોની સાથે ગોવાના ડાન્સ બારમાંથી ધરપકડ કરવામાં આવ્યા. તેમને વેશ્યાવૃત્તિ નિરોધી કાનૂન હેઠળ ધરપકડ કરવામાં આવી. મહેન્દ્ર કુમાર સિંહ (55) ઉત્તરપ્રદેશમાં સીતાપુરથી ધારાસભ્ય છે. તેમને પંજીમમાં એક ગેરકાનૂની ડાન્સ બારમાંથી ધરપકડ કરવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર આ લોકો પોતાની સાથે છોકરીઓ લાવ્યા હતા અને તેમની સાથે હોટલમાં રોકાયા હતા.

English summary
Scandals and politics go hand in hand and a few involve sex. Sex scandals have ended many political careers, though there are a few politicians who could get away with their transgression.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X