• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

તસવીરોમાં જુઓ દુનિયાની 20 સૌથી ખતરનાક Cars

By Kumar Dushyant
|

કારોની દુનિયાની એક અજબ સંયોગ હોય છે. દરેક કોઇ પોતાની મનપસંદ કારથી હાઇવેના ખુલ્લા માર્ગ પર ફરાટા ભરવા માટે હંમેશા તત્પર રહે છે. તેના માટે લોકો પોતાની આ વ્યસ્ત જિંદગીમાં મુશ્કેલીથી જ સમય નિકાળી શકે છે. પરંતુ ક્યારેક-ક્યારેક માર્ગો પર મસ્તીથી ફરાટા ભરતી વખતે અચાનક દુર્ઘટના સર્જાઇ જાય છે.

આ દુર્ઘટનાઓ પાછળ જે પણ કારણ હોય, પરંતુ માણસના મગજ કોઇ ખૂણામાં અંધવિશ્વાસ જરૂર હોય છે અને તે તેના કારણે દરેક કામ અલગ રીતે શોધે છે. એ સત્ય છે કે દુર્ઘટના સદૈવ કોઇને કોઇ ભૂલના કારણે જ થાય છે. પરંતુ જ્યારે દુર્ધટના એક જ પ્રકારની હોય, એક જ વાહન દ્વારા થાય તો પ્રશ્ન ઉદભવવો વ્યાજબી છે.

અને માણસના અંતરાઆત્મામાં સમાયેલો અંધવિશ્વાસ તે સમયે જાગે છે અને તેને માનવા પર વિવશ કરે છે. જેને કદાચ તેને કલ્પના પણ ન કરતો હોય. આ પ્રકારનો કેસ અમે તમારી સમક્ષ લઇને આવ્યા છીએ. દુનિયામાં ઘણી એવી કારો છે જે પોતાની કોઇ ખાસ નબળાઇના કારણે દુર્ઘટનાનું કારણ બનતી રહી છે. અહીં અમે તમને તસવીરોના માધ્યમથી બતાવીશું દુનિયાની 20 સૌથી ખતરનાક કારો જે સૌથી વધુ અકસ્માતનો ભોગ બની.

દુનિયાની 20 સૌથી ખતરનાક કાર

દુનિયાની 20 સૌથી ખતરનાક કાર

આગળ નેકસ્ટ બટન પર ક્લિક કરો અને તસવીરોમાં જુઓ 20 સૌથી ખતરનાક કારો, જે પોતાની કોઇને કોઇ નબળાઇના કારણે દુર્ઘટનાને આમંત્રણ આપે છે.

શેવરલે કૉરવેર

શેવરલે કૉરવેર

અમેરિકાની જાણિતી કાર નિર્માતા કંપની શેવરલેની સુંદર સિડાન કાર શેવરલે કૉરવેર, પોતાના સમયમાં એટલ કે 1960માં ખૂબ લોકપ્રિય કાર હતી. આ સિવાય આ કારને તે સમયે કાર ઑફ ધ ઇયર એવોર્ડ પણ મળ્યો હતો. તેની નબળાઇ હતી કે, તેના પાછળ સસ્પેંશનમાંથી ઓઇલ લીક થતું હતું, જેના કારણે કારના કેબિનમાં ઘણીવાર આગ લાગી જતી હતી અને દુર્ઘટનાનું કારણ બની.

સુઝુકી સામુરાઇ

સુઝુકી સામુરાઇ

જાપાની કાર નિર્માતા કંપની સુઝુકીની સુંદર એસયૂવી, સમુરાઇ જેને ભારતીય બજારમાં જિપ્સીના નામે ઓળખવામાં આવે છે. આ એસયૂવી પોતાના ખાસ ઑફ રોડિંગ લુક અને સારા પ્રતિભાવના કારણ લોકપ્રિય બની છે. પરંતુ રોલ ઓવરના કારણે. એટલે કે ફૂલ સ્પિડમાં બ્રેક એપ્લાઇ કર્યા બાદ આ એસયૂવીએ પલટીએ ખાધી હોવાના ઘણા કિસ્સા બન્યા. જેના કારણે આ કાર કેટલાક અકસ્માતોમાં કારણભૂત બની.

શેવરલે વેગા

શેવરલે વેગા

શેવરલેની આ કાર એકદમ ખતરનાક કાર છે. શેવરલે વેગાની સૌથી મોટી મુશ્કેલી એ છે કે આ કારનું મેટલ એકદમ નબળુ છે. જેના કારણે આ કાર ખરાબ માર્ગો પર અચાનક તેના પાર્ટ્સ તૂટી જાય છે અને દુર્ઘટનાનો શિકાર બને છે.

પોંટિએક ફિએરો

પોંટિએક ફિએરો

આ કારનું નામ પોંટિએક ફિએરો છે, પરંતુ એક સમય હતો જ્યારે લોકો આ કારનું નામ ફિયરોના બદલે ફાયર વાંચવાનું વધુ યોગ્ય સમજતા હતા. આ કારના ફ્યૂલ પોઇંટમાં અચાનક આગ પકડવાની સમસ્યા હતી. અત્યાર સુધી લગભગ હજારો ફિયરો કારોમાં આગ લાગી ચુકી છે.

સ્માર્ટ ફોરટૂ

સ્માર્ટ ફોરટૂ

સ્માર્ટ ફોરટૂ એકદમ આકર્ષક અને નાની કાર છે. આકારમાં નાની હોવાના કારણે આ કારનું વજન પણ ઘણું ઓછું છે. અને આ કારની સૌથી મોટી સમસ્યા એ છે કે ફૂલ સ્પીડ દરમિયાન આ કાર રસ્તા પરથી પકડ ગુમાવી દે છે એટલે કે તેના પૈડા હવામાં હોય છે. જેના લીધે ઘણીવાર આ કાર દુર્ઘટનાનું કારણ બની છે.

યૂગો જીવી

યૂગો જીવી

યૂગો જીવી પણ પોતાના સમયમાં ખૂબ જાણીતિ કાર રહી છે. આ કારનું એન્જિન વધુ સમય ચાલવાના કારણે વાઇબ્રેટ થવા લાગતું હતું અને તૂટી જતું હતું. એવા ઘણા કિસ્સાઓમાં આ કારા અકસ્માતનો ભોગ બની છે.

ઑડી 5000

ઑડી 5000

ઑડી 5000 પોતાના સમયમાં સૌથી લોકપ્રિય કારોમાંની એક છે. આ કાર જાણીતિ બનવાનું વધુ એક કારણ આ કાર દ્વારા સૌથી વધુ લગભગ 700 અકસ્માત થવાનું છે. આ કારનનું એક્સિલેટર અચાનક વધી જતું હતું જેના કારણે ઘણા કિસ્સાઓમાં આ કાર દ્વારા અકસ્માત સર્જાયા છે.

ગિલી

ગિલી

શું તમે ક્યારેય ગિલીનું નામ સાંભળ્યું છે, જો તમારો જવાબ ના હોય તો કોઇ મોટી વાત નથી. જી હાં આ ચાઇનાનું ઉત્પાદન છે. જેનો સાથ આપે એટલો વધુ છે. આ કારને એનસીએપી દ્વારા સેફ્ટી ફિચર્સના મુદ્દે જીરો રેટિંગ મળી છે. એટલો અર્થ કે આ કાર કોઇપણ ભોગે સુરક્ષિત નથી.

નિસાન વર્ષા

નિસાન વર્ષા

જાપાની કાર નિર્માતા કંપની નિસાનની સિડાન કાર વર્ષા જેને ભારતીય બજારમાં સન્ની નામે ઓળખવામાં આવે છે. આ કારને અમેરિકામાં અસુરક્ષિત માનવામાં આવે છે કારણ કે આ કારમાં પાવર વિંડો અને એબીએસ ઉપલબ્ધ નથી.

શેવરલે કૉરવેટ

શેવરલે કૉરવેટ

આ દુનિયાની સૌથી ખતરનાક કારોમાંની એક મુખ્ય કાર છે. જી હાં આ કારનો ભૂતકાળ એકદમ ભયાનક છે. દુનિયામાં કાર દુર્ઘટનાઓમાં થનાર મોતમાંથી સૌથી વધુ શેવરલે કૉરવેટમાં થયા હતા.

નિસાન ટાઇટન

નિસાન ટાઇટન

આ નિસાનની મિની ટ્રક છે. આ ટ્રકમાં એન્જિન સમસ્યા સૌથી વધુ જોવા મળે છે. સર્વેક્ષણ અનુસાર લગભગ 1 મીલિયન દુર્ધટનાઓમાંથી 126 કેસ સતત આ ટ્રકમાં થયા છે. જો કે એક ટ્રક માટે ખૂબ મોટી વાત છે.

કિયા રિયો

કિયા રિયો

કિયાની શ્રેષ્ઠ કાર રિયો, જો કે જોવામાં ભલે એકદમ શાનદાર લાગે. પરંતુ આ કારમાં સૌથી વધુ એક સાથે કેટલાય લોકો દુર્ઘટનાના શિકાર બન્યા છે અને તેમના મોત નિપજ્યા છે.

કિયા સ્પેક્ટ્રા

કિયા સ્પેક્ટ્રા

કિયા વધુ એક કાર સ્પેક્ટ્રા પણ સુરક્ષાના મુદ્દે નબળી છે. જી હાં આ કારમાં કંટ્રોલ સિસ્ટમ એકદમ ખરાબ છે. મોટાભાગે બ્રેકિંગ દરમિયાન આ કારનું બેલેન્સ બગડી જાય છે.

મજદા મિએટા એમએક્સ 5

મજદા મિએટા એમએક્સ 5

મજદા મિએટા એમએક્સ 5 દેખાવમાં એકદમ શાનદાર સ્પોર્ટ કાર છે. આ કારના લુકના કારણે ઘણા લોકો તેને પસંદ કરે છે. પરંતુ સર્વે અનુસાર વર્ષ 1999 અને 2002 દરમિયાન 1 મીલિયન કાર દુર્ઘટનાઓમાં 80 કિસ્સાઓ ફક્ત આ કારમાં સર્જાયા છે.

સુબારૂ લેગેસી

સુબારૂ લેગેસી

સુબારૂ લેગેસીમાં સૌથી મોટી સમસ્યા તેના સ્ટીયરિંગ વ્હિલની છે. આ કારના સ્ટીયરિંગ વ્હિલમાં ઘણીવાર કન્ટ્રોલ સિસ્ટમ ફેલ થવાના કારણે આ અકસ્માતનો ભોગ બને છે.

મિત્સુબિશી ગેલેન્ટ

મિત્સુબિશી ગેલેન્ટ

જાપાની કાર નિર્માતા કંપની મિત્સુબિશીની શાનદાર ગેલેન્ટને વર્ષ 1969માં સૌપ્રથમ વાર રજૂ કરવામાં આવી હતી. ત્યારથી માંડીને આ કારને સેફ્ટી ફિચર્સમાં કેટલાક પરિવર્તન કરવામાં આવ્યા ન હતા. સેફ્ટી રેટિંગમાં આ કાર છેલ્લે છે.

મિત્સુબિશી એક્લિપ્સ

મિત્સુબિશી એક્લિપ્સ

મિત્સુબિશીની વધુ એક ખતરનાક કાર એક્લિપ્સ છે. આ કારનું નિર્માણ પણ ગેલેન્ટના જ પ્લેટફોર્મ પર કરવામાં આવ્યું છે. આ કારમાં પલટી ખાઇ જવાની સમસ્યા છે, જેના લીધે ઘણા અકસ્માતો સર્જાઇ છે.

ફોર્ડ પિંટો

ફોર્ડ પિંટો

અમેરિકન વાહન નિર્માતા કંપની ફોર્દની આ કાર પિંટો, કોઇ કાર નથી પરંતુ ચાલતો ફરતો બોમ્બ છે. જી હા આ કારમાં સૌથી વધુ 27 મોત કારમાં થયેલા બ્લાસ્ટના કારણે થયા છે. આ કારના ફ્યૂઅલ ટેંકની પોજિશન ખોટી હતી જેના કારણે આ કાર આગ પકડી લેતી હતી અને બ્લાસ્ટ થતો હતો.

ફોર્ડ રેંજર

ફોર્ડ રેંજર

ફોર્ડ રેંજરમાં લગભગ 3 વર્ષોમાં જ લગભગ 110 મોત નિપજ્યા હતા. આ કાર રિયર વ્હિલ પિક-અપ છે, અને તે એકદમ ખરાબ વાહન તરીકે ઓળખાય છે.

હ્યુંડઇ એલેંટ્રા

હ્યુંડઇ એલેંટ્રા

હ્યુંડઇ એલેંટ્રામાં સૌથી વધુ બ્રેકિંગની સમસ્યા છે. જેના કારણે કેટલાક કિસ્સાઓમાં આ કાર દુર્ઘટનાનો શિકાર બની છે.

English summary
Here is a list of vehicles which, due to various safety issues, inherent manufacturing and design problems, proved dangerous on several occasions to their owners. While some problems were minor, other problems were more serious.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more