For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આવો જાણીએ આઝાદી સાથે જોડાયેલ 7 રસપ્રદ વાતો...

ભારતની આઝાદી સાથે જોડાયેલ કેટલી રસપ્રદ વાતો

By Staff
|
Google Oneindia Gujarati News

15 ઓગસ્ટનો દિવસ ભારત માટે અવિસ્મરણીય છે. આ જ દિવસે ભારતને મધ્યકાલીન અને બ્રિટિશ ગુલામીની સાંકળો તોડીને એક નવા યુગમાં ડગ માંડ્યો હતો. પરંતુ તમારામાંથી એવા ઘણા ઓછા હશે જે આ દિવસ સાથે જોડાયેલ ભારતની જૂની યાદો વિશે જાણતા હોય. આવો જોઇએ, ભારતની આઝાદી સાથે જોડાયેલ કેટલાક રસપ્રદ તથ્યો, જે અંગે અત્યાર સુધી તમે અજાણ હતા...

ભારત પહેલા પાકિસ્તાનનો જન્મ

ભારત પહેલા પાકિસ્તાનનો જન્મ

ભારતના અંતિમ વાયસરોય લાઉડ માઉંડવેંટન જ તે વ્યક્તિ હતી જેમણે ભારત અને પાકિસ્તાનની આઝાદીનો દિવસ પસંદ કર્યો. જ્યારે માઉંટવેંટને ભારત આવ્યા હતા તો તેમણે ભારત અને પાકિસ્તાન અવિભાજિત મળ્યું હતું. એવામાં કોઇ વિવાદને જન્મ આપવાથી બચવા વાયસરોયે 14 ઓગસ્ટે પાકિસ્તાનને આઝાદી આપી અને લાહોરને તેમની રાજધાની જાહેર કરી દીધી.

ટ્રિસ્ટ વિધ ડેસ્ટની

ટ્રિસ્ટ વિધ ડેસ્ટની

જવાહર લાલ નેહરુએ ઐતિહાસિક ભાષણ 'ટ્રિસ્ટ વિધ ડેસ્ટની' 14 ઓગસ્ટની મધ્યરાત્રીએ વાયસરોય લોજથી આપ્યું હતું. ત્યારે નેહરૂ વડાપ્રધાન ન્હોતા બન્યા. આ ભાષણને સંપૂર્ણ દુનિયાએ સાંભળ્યું, પરંતુ ગાંધી એ સમયે 9 વાગે ઊંઘવા ચાલ્યા ગયા હતા.

ભારતની આઝાદી માટે 15 ઓગસ્ટ જ કેમ?

ભારતની આઝાદી માટે 15 ઓગસ્ટ જ કેમ?

લોર્ડ માઉંટબેટન જ હતા જેમણે ખાનગી રીતે ભારતની સ્વતંત્રતા માટે 15 ઓગસ્ટનો દિવસ પસંદ કર્યો કારણ કે તેઓ આ દિવસને પોતાના કાર્યકાળ માટે ખૂબ જ સૌભાગ્યશાળી માનતા હતા. વાસ્તમાં બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન 1945માં 15 ઓગસ્ટના જ દિવસે જાપાનની સેનાએ તેમના નેતૃત્વમાં આત્મસમર્પણ કરી લીધું હતું. માઉંટબેટન તે સમયે સંબદ્ધ સેનાઓના સમાંડર હતા.

રાષ્ટ્રગાન વગર ઉજવણી

રાષ્ટ્રગાન વગર ઉજવણી

ભારત 15 ઓગસ્ટના રોજ આઝાદ જરૂર થઇ ગયું હતું, પરંતુ તેનું કોઇ રાષ્ટ્રગાન ન્હોતું. રવિન્દ્રનાથ ટાગોર જન-ગણ-મન 1911માં જ લખી ચુક્યા હતા, પરંતુ આ રાષ્ટ્રગાન 1950માં જ બની શક્યું.

ગાંધીજી સામેલ ના થયા

ગાંધીજી સામેલ ના થયા

મહાત્મા ગાંધી આઝાદીના દિવસે દિલ્હીથી હજારો કિમી દૂર બંગાર નોઆખલીમાં રહેતા હતા, જ્યાં હિંદુઓ અને મુસલમાનોની વચ્ચે કોમી રમખાણોને રોકવા માટે તેઓ અનશન પર હતા.

લાલ કિલ્લા પર ના લહેરાવાયો તિરંગો

લાલ કિલ્લા પર ના લહેરાવાયો તિરંગો

દર સ્વાતંત્ર્ય દિવસ પર ભારતીય વડાપ્રધાન લાલકિલ્લાથી ઝંડાને લહેરાવે છે. પરંતુ 15 ઓગસ્ટ, 1947ના રોજ એવું ન્હોતું બન્યું. નેહરુએ 16 ઓગસ્ટ, 1947ના રોજ લાલ કિલ્લાથી તિરંગો લહેરાવ્યો હતો.

ત્રણ દેશોની આઝાદી

ત્રણ દેશોની આઝાદી

15 ઓગસ્ટ ભારત ઉપરાંત ત્રણ અન્ય દેશોની પણ સ્વતંત્રતા દિવસ છે. દક્ષણ કોરિયા જાપાનથી 15 ઓગસ્ટ 1945ના રોજ આઝાદ થયું. બ્રિટેનથી બહરીન 15 ઓગસ્ટ 1971ના રોજ ફ્રાંસથી કાંગો 15 ઓગસ્ટ, 1960ના રોજ આઝાદ થયું હતું.

English summary
We celebrate the Independence Day on 15 August every year but many of us don’t know the interesting historical facts about the Independence Day.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X