For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું તમે જાણો છો? દુનિયાના 9 આતંકવાદી સંગઠન વિશે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી: આજે આખી દુનિયામાં આતંકના ઓથાર હેઠળ જીવન જીવવા માટે મજબૂર બની છે. સમાચારપત્ર ચરમપંથ અને ઉગ્રવાદ સાથે સંબંધિત ઘટનાઓથી ભરાયેલા રહે છે. જિહાદના નામ પર કેટલાક લોકો પોતાની વાત મનાવવા માટે જીવ લેવા અને આપવા માટે પણ તૈયાર થઇ જાય છે.

ઉન્માદનું આ કેવું રૂપ છે જ્યાં માનવ સ્વેચ્છાથી આત્મઘાતી બોમ્બના રૂપમાં પરિવર્તિત થઇને પોતાના જ સાથીઓનો જીવ ફક્ત એટલા માટે લેવા ઇચ્છે છે કે તે તેના ચિંતનના અનુરૂપ કાર્ય કરતો નથી. ભયનું બીજું નામ બની ચૂકેલા આતંકવાદી દુનિયાભરમાં પોતાની જાળ પાથરી ચૂક્યા છે.

પોતાના લક્ષ્યને પામવા માટે આ આતંકવાદી કંઇપણ કરવા માટે તૈયાર થઇ જાય છે. તમને અમે દુનિયા તે 9 ખૂંખાર આતંકવાદી સંગઠનોના નામ બતાવવા માટે જઇ રહ્યાં છીએ જે મોતનો પર્યાય બની ચૂક્યાં છે.

સૌથી ખતરનાક આતંકવાદી સંગઠન

સૌથી ખતરનાક આતંકવાદી સંગઠન

અત્યારે આઇએસઆઇએસને દુનિયાનું સૌથી ખતરનાક આતંકવાદી સંગઠન ગણવામાં આવી રહ્યું છે. અમેરિકા પોતે પણ આઇએસઆઇએસની શક્તિ જોઇને હેરાન રહી ગયું છે. આઇએસઆઇએસ સૌથી હાઇટેક અને અમીર આતંકવાદી સંગઠન છે. આઇએસઆઇએસ દુનિયાનું સૌથી પહેલું એવું આતંકવાદી સંગઠન છે, જો કે તે પોતાના લડાકૂઓને કાયદેસર પગાર પણ આપે છે.

દુનિયાભરમાં ફેલાયેલું છે નેટવર્ક

દુનિયાભરમાં ફેલાયેલું છે નેટવર્ક

અલકાયદાને દુનિયાનું બીજા નંબરનું સૌથી ખતરનાક આતંકવાદી સંગઠન ગણવામાં આવે છે. તેનું સાગરિત હતો ઓસામા બિન લાદેન જે અમેરિકાની કાર્યવાહીમાં માર્યો ગયો, પરંતુ તેના આતંકમાં કોઇ ઘટાડો થયો નથી. દુનિયાના કેટલાક દેશોમાં તેનું નેટવર્ક ફેલાયેલું છે.

પાકિસ્તાનથી થાય છે કંટ્રોલ

પાકિસ્તાનથી થાય છે કંટ્રોલ

લશ્કર-એ-તોઇબા દક્ષિણ એશિયાના સૌથી મોટા આતંકવાદી સંગઠનોમાંનું એક છે. હાફિજ મોહંમદ સઇદે તેની સ્થાપના અફઘાનિસ્તાનના કુનાર પ્રાંતમાં કરી હતી. હાલ આ પાકિસ્તાનના લાહોરથી પોતાની ગતિવિધિઓ ચલાવી રહ્યું છે. લગ્નની વિરૂદ્ધ આ પોતાની આતંકી ગતિવિધિઓ ચલાવતું રહે છે.

ખૂંખાર હોય છે તાલિબાની

ખૂંખાર હોય છે તાલિબાની

તાબિલાનનું ગઠન 1994માં દક્ષિણ અફઘાનિસ્તાનમાં થયું હતું. તેની સદસ્યતા પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના મદરેસાઓમાં ભણતા વિદ્યાર્થીઓને મળે છે. 1996થી માંડીને 2001 સુધી અફઘાનિસ્તાનમાં તાલિબાની શાસન દરમિયાન મુલ્લા ઉમર દેશના સર્વોચ્ચ નેતા હતા. અફઘાનિસ્તાનને પાષાણયુગમાં પહોંચાડવા માટે તાબિબાનને જવાબદાર ગણવામાં આવે છે.

હમાસનો આતંક

હમાસનો આતંક

હમાસ ફિલિસ્તીની સુન્ની મુસલમાનોની એક સશસ્ત્ર સંસ્થા છે જે ફિલિસ્તીન નેશનલ ઓથોરિટીની મુખ્ય પાર્ટી છે. હમાસનું ગઠન 1987માં મિસ્ત્ર અને ફિલસ્તીનના મુસલમાનોએ મળીને કર્યું હતું. હમાસનો હેતું ઇઝરાયેલી વહિવટીતંત્રના સ્થાને ઇસ્લામિક શાસનની સ્થાપના કરવાનો હતો.

પાકિસ્તાની આતંકવાદી સંગઠન

પાકિસ્તાની આતંકવાદી સંગઠન

પાકિસ્તાન-અફઘાનિસ્તાન બોર્ડર પાસે સ્થિત સંઘ શાસિત જનજાતિય વિસ્તારમાંથી પેદા થનાર ચરમપંથી ઉગ્રવાદી જુથોનું એક સંગઠન તહરીકે તાલિબાન પાકિસ્તાન છે. તેનો ઉદ્દેશ્ય પાકિસ્તાનમાં શરિયા પર આધારિત એક કટ્ટરપંથી ઇસ્લામી અમીરાતને કાયમ કરવાનો છે.

હજારો બોમ્બ બ્લાસ્ટના આરોપી

હજારો બોમ્બ બ્લાસ્ટના આરોપી

આર્મ્ડ ઇસ્લામિક ગ્રુપ ઑફ અલજીરિયા એક અલજીરિયાનું આતંકવાદી સંગઠન છે. આ સંગઠન માસૂમ લોકોને પોતાનો નિશાનો બનાવે છે અને હજારો વખત પબ્લિક પ્લેસ પર બોમ્બ બ્લાસ્ટ કરી ચૂક્યું છે.

આતંકવાદ ફેલાવવા માટે બદનામ

આતંકવાદ ફેલાવવા માટે બદનામ

કુરદિસ્તાન વકર્સ પાર્ટી તુર્કીનું આ આતંકવાદી સંગઠન પીકેકેના નામથી મશહૂર છે. તેનું ગઠન નવેમ્બર 1978માં કરવામાં આવ્યું હતું. આ સંગઠન દુનિયાભરમાં આતંક ફેલાવવા માટે બદનામ છે.

આતંકનો ખૌફ

આતંકનો ખૌફ

રિવોલૂશનરી આર્મ્ડ ફોર્સ ઓફ કોલંબિયા, આ કોલંબિયાનું આતંકવાદી સંગઠન છે તેની સ્થાપના 1964માં કરવામાં આવી હતી. દુનિયાભરમાં ડ્રગ્સ તસ્કરી માટે આ સંગઠન મશહૂર છે.

English summary
Whole world is watching how ISIS terrorists are attacking all the way. Here are top 9 Terrorist Groups in the World.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X