For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી રહ્યા વર્ષ 2014ના સૌથી ચર્ચિત વ્યક્તિ, જુઓ કોણ કોણ છે સૂચિમાં

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 26 ડિસેમ્બર: વર્ષ 2014 સંપૂર્ણ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે રહ્યું એ તો હવે જગ જાહેર છે. નરેન્દ્ર મોદીએ પોતાના પ્રભાવશાળી વ્યક્તિત્વથી દેશભરના લોકોનું મન જીતી લીધું તો વિરોધી પક્ષોમાં ખળભળાટ મચી ગયો. મોદીએ પહેલા તો સામાન્ય ચૂંટણીમાં ભારે મતોથી જીત નોંધાવી, સાથે સાથે ભાજપે તેમના નેતૃત્વમાં સૌથી વધારે બેઠકો મેળવીને ઇતિહાસ રચી દીધો.

આ રીતે પોતાની બહુમતી બનાવી પહેલા કોંગ્રેસને સત્તામાંથી બહાર કરી, અને ત્યાર બાદ એક પછી એક વિધાનસભા ચૂંટણીમાં જીત હાસલ કરીને ત્યાં ભાજપની સરકાર બનાવી. વર્ષ 2014 સંપૂર્ણ રીતે ભાજપના નામે રહ્યું. જોકે આ લિસ્ટમાં વધુ નેતાઓ પણ સામેલ છે.

તસવીરોમાં જુઓ 2014ના રાજનૈતિક સિતારાઓ...

મોદીનો ડંકો

મોદીનો ડંકો

વર્ષ 2014 દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે રહ્યું. મોદી લહેરે આખા દેશને ભાજપમય બનાવી દીધું. મોદીએ આ વર્ષમાં પોતાના નેતૃત્વમાં પહેલા ભાજપને જીત અપાવી કેન્દ્રમાં સત્તા સ્થાપી બાદમાં અન્ય રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં પણ ભગવો લહેરાવ્યો. મોદી હાલમાં ટ્વિટર અને ફેસબુક પર સૌથી લોકસપ્રિય નેતા છે.

વર્ષ 2014માં મળેલી લોકપ્રિયતા

વર્ષ 2014માં મળેલી લોકપ્રિયતા

ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકને આ વર્ષે ખૂબ જ લોકપ્રિયતા મળી. ઓડિશા વિધાનસભા ચૂંટણીમાં બીજેડીને શાનદાર જીત અપાવનાર નવીન પટનાયકે સતત ચોથા કાર્યકાળ માટે 21 મેના રોજ મુખ્યમંત્રી પદના શપથ લીધા.

સીએમથી મંત્રી સુધી

સીએમથી મંત્રી સુધી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચ મહિના બાદ 9 નવેમ્બરે પહેલી વાર પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું ત્યારે તેમણે ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરને પણ પોતાના કેબિનેટમાં રક્ષા મંત્રી તરીકે સ્થાન આપ્યું.

હાર છતાં મળ્યું મંત્રી મંડળ

હાર છતાં મળ્યું મંત્રી મંડળ

આ વર્ષે કેન્દ્રીય નાણા મંત્રી અરૂણ જેટલી પણ ચર્ચામાં રહ્યા. દિલ્હીમાં પાર્ટી અધ્યક્ષ અમિત શાહની સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૌથી નજીકના અને વિશ્વાસપાત્ર સહયોગી છે.

રાજનીતિના ચાણક્ય બન્યા

રાજનીતિના ચાણક્ય બન્યા

લોકસભાની ચૂંટણીમાં અમિત શાહે ઉત્તર પ્રદેશમાં પાર્ટીના પ્રભારી તરીકે ઉત્તમ કામગીરી નિભાવી જેમાં તેમણે પાર્ટીને સૌથી વધારે બેઠકો પર જીત અપાવડાવી. જેના ફળ સ્વરૂપે અમિત શાહને પાર્ટીનું અધ્યક્ષ પદ મળ્યું. બાદમાં તેમણે મહારાષ્ટ્ર, હરિયાણાની ચૂંટણીમાં ભગવો લહેરાવ્યો. હમણા છેલ્લા ઝારખંડમાં પણ પોતાની સરકાર બનાવી અને જમ્મુ કાશ્મીરમાં પાર્ટીને ઐતિહાસિક બેઠકો અપાવી.

કુશળ રાજનેતા

કુશળ રાજનેતા

રાજનાથ સિંહ નરેન્દ્ર મોદી સરકારમાં નંબર 2ના સ્થાને છે અને મોદીની ગેરહાજરીમાં કેબિનેટ બેઠકોની અધ્યક્ષતા કરે છે. આરએસએસના નજીકના છે અને પોતાના રાજનૈતિક અનુભવના કારણે નરેન્દ્ર મોદી સરકારમાં તેમનું અલગ સ્થાન છે.

પાર્ટીને બાંધી રાખવામાં સક્ષમ

પાર્ટીને બાંધી રાખવામાં સક્ષમ

એનસીપી પ્રમુખ શરદ પવાર રાજનીતિના ખેલાડી છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ ભાજપ અંગે પોતાના સેક્યુલર વાંધાને દરનિકાર કરી તેને બિનશરતી સમર્થન આપવા લાગ્યા. તેઓ પાર્ટીને બાંધી રાખવામાં સક્ષમ છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા દેવેન્દ્ર

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા દેવેન્દ્ર

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી બનનારા તેઓ પહેલા ભાજપી નેતા છે. સાદગી અને શાલીનતાવાળા દેવેન્દ્ર ફડણવીસ માટે કહેવામાં આવે છે કે તેઓ વિરોધીઓના પણ ચહિતા છે.

ઇમાનદારીનું મળ્યુ ઇનામ

ઇમાનદારીનું મળ્યુ ઇનામ

ભાજપ નેતા મનોહર લાલ ખટ્ટરે 26 ઓક્ટોબરના રોજ હરિયાણાના મુખ્યમંત્રી પદની કમાન સંભાળી લીધી. હરિયાણાને વર્ષો પછી કોઇ બિન-જાટ મુખ્યમંત્રી મળ્યો છે.

English summary
2014 is the year of changes in Indian Politics. BJP become the most powerful Party here. Here is the list of male indian politician who get top 10 rank in this year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X