ઈન્ટીમેટ થયા વિના પણ તમે પોતાની પાર્ટનરને કરી શકો છો ટર્ન ઑન, જાણો કેવી રીતે
બધા પાર્ટનર્સ એકબીજાને ઈમ્પ્રેસ કરવા વિશે વિચારતા હોય છે. રિલેશનશિપમાં આવતા પહેલા તમે પોતાના પાર્ટનરની અમુક વાતો અને વ્યવહારના કારણે પણ તેને પસંદ કરવા લાગો છો. માત્ર મહિલાઓ જ નહિ પરંતુ પુરુષ પણ પોતાની પાર્ટનરને આકર્ષિત કરવા ઈચ્છે છે. તમને જણાવી દઈએ કે પુરુષોની અમુક એવી નૉન-સેક્સ્યુઅલ વસ્તુઓ છે જે મહિલાઓને ટર્ન ઑન કરી દે છે. અહીં અમે પુરુષોની એ વસ્તુઓનો ઉલ્લેખ કરવાનો પ્રયત્ન કર્યો છે જે તેમની મહિલા પાર્ટનરને આકર્ષિત કરે છે અને તેનો મૂડ ટર્ન ઑન કરી દે છે.

ખુદ પર ભરોસો
મહિલાઓને એવા પુરુષો સારા લાગે છે જે પોતાના પર વિશ્વાસ રાખે છે અને તેમનો આ કૉન્ફિડન્સ તેમની વાત અને કામમાં જોવા મળે છે. પોતાના માટે સ્ટેન્ડ લેનાર પુરુષ મહિલાઓેને ખૂબ ગમે છે. મહિલાઓ આવા પુરુષોને વધુ મહત્વ આપે છે.

કુકિંગ સ્કિલ્સ
આજના સમયમાં કુકિંગ સ્કિલ્સ માત્ર મહિલાઓ માટે જ નહિ રહી ગઈ. હવે ઘણા પુરુષો પણ કુકિંગ સ્કિલ્સ શીખી રહ્યા છે. આ વાત મહિલાઓને ખૂબ સારી લાગે છે. મહિલાઓને જ્યારે આવો પાર્ટનર મળી જાય જે તેને પોતાના હાથે બનાવેલી સ્વાદિષ્ટ ભોજન જમાડે ત્યારે તે તેના તરફ આકર્ષિત થવાથી ખુદને રોકી નથી શકતી. આ ક્વૉલિટી તેને ટર્ન ઑન કરી દે છે.

ફેશનની સમજ
જે યુવકને ફેશન અને સ્ટાઈલની સારી સમજ હોય તે માત્ર પોતાના કાર્યક્ષેત્રમાં જ નહિ પરંતુ પર્સનલ લાઈફમાં પણ સારી ઈમેજ બનાવીને રાખે છે. મહિલાઓને આવા પાર્ટનર ખૂબ સારા લાગે છે જે જાણે છે કઈ રીતની ઈવેન્ટમાં કયા પ્રકારનુ ડ્રેસિંગ કરવુ જોઈએ.

પરફ્યુમ કે ડિયોડ્રંટની સુગંધ
માત્ર ટેલીવિઝન પ્રચારોમાં જ યુવતીઓ અને મહિલાઓને પુરુષોની પરફ્યુમની સુગંધ એટ્રેક્ટ નથી કરતી પરંતુ અસલ જિંદગીમાં પણ મહિલાઓન આ સારુ લાગે છે. સારી સુગંધથી એ વ્યક્તિ પ્રત્યે તેની પસંદ વધે છે અને ઘણી વાર આની મદદથી તેનો મૂડ પણ બહુ સારો થઈ જાય છે.

બીજાનુ સમ્માન
મહિલાઓને એવા પુરુષો હંમેશા ગમે છે જે સામેવાળા વ્યક્તિને સમ્માન આપવાનુ જાણતા હોય. પુરુષોની આ ક્વૉલિટી તેની મહિલા પાર્ટનરને તેની નજીક લઈ આવે છે.