
આ સંકેતોને સમજો અને જાણો કે મહિલાઓ તમારી પાસેથી શું ઈચ્છે છે?
તમારો પાર્ટનર તમારી પાસેથી શું ઈચ્છે છે તે જાણવું એ મુશ્કેલ કામ નથી. તમારે ફક્ત તેમના શરીરના સંકેતોને ઓળખવાની કળા શીખવી પડશે. ઓછામાં ઓછા તમારે આ સંકેતો જાણવા જોઈએ. જેથી તમે સમજી શકો કે તમારો પાર્ટનર તમારી પાસેથી શું ઈચ્છે છે.

તે વારંવાર વાળમાં આંગળીઓ ફેરવે
તેનો અર્થ એ છે કે તેણી તમારું ધ્યાન ઇચ્છે છે અને તમારી સાથે વધુ જોડાણ ઇચ્છે છે. તે તમને પસંદ કરે છે અને ઇચ્છે છે કે તમે તેના વિશે વાત કરો, તેની પ્રશંસા કરો. અને મારો વિશ્વાસ કરો, આ કરીને તમે તેના હૃદયમાં કાયમી સ્થાન બનાવી શકો છો.

વાતચીત દરમિયાન ઘડિયાળ તરફ જોવુ
તો તેનો અર્થ એ છે કે તેને તમારી વાતમાં રસ નથી અને તે તમારી વાતોથી કંટાળી રહી છે. તેનો અર્થ એવો પણ થઈ શકે કે તે ઉતાવળમાં છે અને તેને ક્યાંક પહોંચવાનું છે. તેથી જો તમે તમારી વાત પર પૂર્ણવિરામ મૂકી દો અને તેને જવા દો તો સારું રહેશે.

જો તે આંખોમાં આંખો નાંખીને વાત કરે
તેનો અર્થ એ છે કે તેને તેના પ્રેમમાં, તમારામાં સંપૂર્ણ વિશ્વાસ છે. તેને આ સંબંધ વિશે સંપૂર્ણ ખાતરી છે. આ સિવાય જો તે વાતચીત દરમિયાન તમારી તરફ જુએ છે, પછી તેની આંખો નમાવી દે છે, તો સમજો કે તે તમારા તરફ આકર્ષાય છે અને તમારી પાસેથી સમાન આકર્ષણની અપેક્ષા રાખે છે.

તેણી કમર પર હાથ રાખીને ઉભી રહે
જો તેના બંને હાથ કમર પર હોય તો તે એક સંકેત છે કે તેણી પાસે સત્તાની ભાવના છે અને તે પુરુષ પર પ્રભુત્વ મેળવવા માંગે છે. જો તેણીની કમર પર ફક્ત એક જ હાથ છે, તો તેનો અર્થ એ કે તે તમારું ધ્યાન આકર્ષિત કરવા માંગે છે. જો તે તેના હાથ બાંધીને ઉભી હોય તો તેને તમારામાં રસ નથી.

બેઠા પછી વારંવાર પોઝિશન બદલે
જો આમ હોય તો પછી તેણીમાં આત્મવિશ્વાસનો અભાવ છે અથવા બની શકે છે કે તે તમારી સામે કમ્ફર્ટેબલ ફીલ કરતી નથી અથવા આ સંબંધને લઈને કોઈ મૂંઝવણમાં છે.

જો તે વારંવાર તમારામાં ખામીઓ શોધે
સાવચેત રહો. આ અસ્વસ્થ સંબંધની નિશાની હોઈ શકે છે. કદાચ તે તમારી ખામીઓ ગણીને તમને અપમાનિત કરવાનો પ્રયાસ કરી રહી છે અથવા પોતાને શ્રેષ્ઠ સાબિત કરવા માટે આ બધું કરી રહી છે, જેથી તે તમારા પર હુકમ કરી શકે.