For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માત્ર 1 રૂપિયામાં આખો દિવસ કરો ફેસબુક અને વોટ્સઅપમાં ચેટ

|
Google Oneindia Gujarati News

યૂનિનોરે વોટ્સઅપ અને ફેસબુક લવર્સ માટે એક નવી ઓફર રજૂ કરી છે. યૂનિનોર 1 રૂપિયાના ફિક્સ પ્રાઇઝ પર એક દિવસ માટે વોટ્સઅપ અને ફેસબુક યુઝ કરવાની ઓફર આપી રહ્યું છે. જેમાં યુઝર અનલિમિટેડ ફેસબુક અને વોટ્સ અપનો પ્રયોગ કરી શકશો. જો આપ અઠવાડીયા માટે ફેસબુક અને વોટ્સઅપનો પ્રયોગ કરવા માંગતા હોવ તો તેના માટે આપે 5 રૂપિયા ચૂકવવાના રહેશે.

એટલે કે જો આપ માત્ર આ બે સર્વિસનો ઉપયોગ કરવા માટે જ પોતાના ફોનમાં 100 રૂપિયાથી વધારેનું ઇંટરનેટ પેક કરવતા હોવ તો હવે તમારે ઓછા રૂપિયા ખર્ચવા પડશે. યૂનિનોરના નોમિનેટેડ સીઇઓ મોર્ટેન કોર્લ્સન સોર્બી અનુસાર અમારુ લક્ષ્ય યૂઝર્સને સસ્તામાં સસ્તા દરે સારી ઇન્ટરનેટ સેવા આપવાનો છે.

facebook
કંપનીનું કહેવું છે કે તેમના 2.8 કરોડ યૂઝર્સમાં લગભગ 24 ટકા યૂઝર્સ પાસે ઇન્ટરનેટ છે જેમાં યુપી, બિહાર, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના યૂઝર્સનો સમાવેશે થાય છે. કંપનીએ ગુજરાતમાં પોતાની નવી ઓફરને લોન્ચ કરતા જણાવ્યું કે હવે પછીની ઓફર ગોવા અને મહારાષ્ટ્રમાં લોન્ચ કરવામાં આવશે, જ્યાં યૂનિનોરના સૌથી વદારે યૂઝર્સ છે જે ઇન્ટરનેટનો પ્રયોગ કરે છે.

કંપની અનુસાર નવી ઇન્ટરનેટ ઓફરની મદદથી તેમના એસએમએસ પ્લાન પર ખોટી અસર પડશે પરંતુ તેઓ આની ભરપાઇ પોતાના નવા ઇન્ટરનેટ ડેટા પ્લાન પરથી કરી લેશે. મોટાભાગના ઇન્ટરનેટ યૂઝર્સ આ બે સેવાઓ માટે જ ઇન્ટરનેટ પ્લાન ખરીદતા હોય છે. હાલમાં આ પેક માત્ર 2જી સર્વિસ પર જ કામ કરશે જેનાથી બની શકે છે કે કંપનીએ વધારેમાં વધારે યૂઝર્સને જોડવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે.

English summary
Uninor offers fixed-price scheme for Facebook, WhatsApp usage.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X