For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સામાન્ય બજેટ 2014: નરેન્દ્ર મોદી પાસે મધ્યમ વર્ગને શું આશાઓ છે?

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 25 જૂન: નવી સરકાર બન્યા પછી દેશનું પ્રથમ સામાન્ય બજેટ 10 જુલાઇના રોજ આવનાર છે. આ બજેટ પહેલાં સૌથી વધુ આશાઓ મધ્યમ વર્ગીય અને ગરીબોને જ છે. આ બજેટને તૈયાર કરતી વખતે વડાપ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ પણ ખૂબ સાવધાની વર્તી છે. નરેન્દ્ર મોદી પણ આ વાતને સારી પેઠે જાણે છે કે લોક સભા ચૂંટણીમાં તેમને ભારે મતોથી જીત અપાવવામાં સેલરી ક્લાસ (મધ્યમ વર્ગીય) લોકોએ જ ખાસ ભૂમિકા ભજવી છે.

નાણામંત્રાલયના વિશેષજ્ઞોનું માનવું છે કે જો નરેન્દ્ર મોદીની સરકાર સેલરી ક્લાસ લોકોને લલચાવવાનો પ્રયત્ન કરે છે તો તેમને ચોક્ક્સપણે જ ટેક્સ ચુકવણી કરવાના નિયમોને સુધારવા પડશે. એક મધ્યમ વર્ગીય પરિવારનો એક વ્યક્તિ જો ક્યાંક બહાર જમવા જાય છે તો અને જો તેનું બિલ 1000 રૂપિયા આવે છે તો પણ તેને અપ્રત્યક્ષ ટેક્સ જોડીને લગભગ 1200 રૂપિયાની ચૂકવણી કરે છે.

મધ્યમ વર્ગની નરેન્દ્ર મોદી પાસે આશાઓ

મધ્યમ વર્ગ હંમેશાથી ઇચ્છે છે કે તેને કારણ વિના કોઇપણ ટેક્સ આપવો ન પડે. સેલરી ક્લાસ લોકો એમ ઇચ્છે છે કે જે વસ્તુની કિંમત જેટલી છે એટલી જ ચૂકવણી કરવામાં આવે ના કે ટેક્સ પણ. અહીં કેટલીક એવી મુખ્ય વાતો છે જેને મધ્યમ વર્ગ સામાન્ય બજેટમાં ઇચ્છે છે અને એટલા માટે મોદીને વોટ પણ આપ્યા.

2

2

2-5 લાખ રૂપિયા સુધીની કમાણી કરતાં લોકો પાસે કોઇ ટેક્સ વસૂલવામાં ન આવે.

3

3

5 લાખ રૂપિયા ઉપરની કમાણી કરનારાઓ લોકો પાસે જ ટેક્સની વસૂલાત કરવી જોઇએ. એક સેલરી ક્લાસ વ્યક્તિ ઇચ્છે છે કે 5-10 લાખ રૂપિયા કમાવનારાઓ પાસે 5 ટકા, 10-15 લાખ રૂપિયાવાળાઓ પાસે 10 ટકા અને 15-20 લાખ રૂપિયાવાળાઓ પાસે 15 ટકાનો ટેક્સ વસૂલવો જોઇએ.

4

4

1.5 લાખ રૂપિયાથી માંડીને 5 લાખ રૂપિયા સુધીની રકમ માટે કોઇ હાઉસિંગ લોન વસૂલવી ન જોઇએ.

5

5

વિભિન્ન પ્રકારે ટેક્સોની ચૂકવણી કરવામાં આવતાં મહેનતનો અડધો પૈસો સરકાર કાપી લે છે પરંતુ જો અપ્રત્યક્ષ રીતે વસૂલવામાં આવતો ટેક્સ જેમ કે સેલ્સ ટેક્સ, સર્વિસ ટેક્સ અને વેટને હટાવી દેવામાં આવે તો આનાથી મોટા સમાચાર મધ્યમ વર્ગ માટે કોઇ હોઇ ન શકે.

6

6

મોદી સરકાર બેંક ટ્રાંસેક્શન ટેક્સને પહેલી વાર આમ બજેટમાં રજૂ કરી શકે છે. આ ટેક્સના માધ્યમથી આમ આદમીને વધુ ટેક્સ આપવો પડશે નહી અને તેની નેટ સેલરી પણ વધી જશે.

English summary
The Union Budget is around the corner. It will be Modi Government’s first Budget. The salaried class, which has supported Modi in this election, wholeheartedly expects a lot from this Budget.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X