For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વર્ષ 1965ની ભારત-પાક યુદ્ધની કેટલીક તસવીરો

|
Google Oneindia Gujarati News

બેંગ્લોર: ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ 1965માં થયેલા યુદ્ધને હવે 50 વર્ષ પૂરા થશે. આ અવસરે રક્ષા મંત્રાલય તરફથી કેટલીક તસ્વીરો રિલીઝ કરવામાં આવી હતી. આ તસ્વીરો જોઈને તમને એ વાતનો અહેસાસ થશે કે કેવી રીતે આપણા જવાનોએ બહાદુરીથી આ યુદ્ધમાં પાકિસ્તાનીઓને જડબાતોડ જવાબ આપ્યો હતો.

કાશ્મીર પર પોતાના કબ્જાને લઈને પાકિસ્તાની સેનાએ ભારત પર હુમલાનું જે કૃત્ય કર્યું હતું, તેનો જવાબ ભારતીય સેના અને ખુદ કાશ્મિરીઓએ મળીને આપ્યો હતો. જોઈએ વર્ષ 1965માં ભારત પાક યુદ્ધની કેટલીક અનસીન તસવીરો......

શહીદ મેજર બીએસ રંધાવા

શહીદ મેજર બીએસ રંધાવા

1965ના યુદ્ધમાં 4 રાજપૂત રેજીમેન્ટના મેજર બીએસ રંધાવા શહીદ થયા હતા. જેમને બાદમાં મરણોપરાંત મહાવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

પાક આર્મી ઓફિસર્સની ધરપકડ

પાક આર્મી ઓફિસર્સની ધરપકડ

1965ના યુદ્ધમાં ભારતીય સેનાએ પાકિસ્તાનના બે આર્મી ઓફિસર્સ કેપ્ટન ગુલામ હુસેન અને કેપ્ટન મોહમ્મદ સજ્જાદની ધરપકડ કરી હ

મેંઢરમાં ઘુષણખોરી

મેંઢરમાં ઘુષણખોરી

જેવી રીતે આજે પાકિસ્તાન જમ્મુમાં ઘુષણખોરી કરી રહ્યું છે. તેવી જ રીતે ત્યારે પણ જમ્મુમાં ઘુષણખોરીની કોશિશ કરતું હતુ. 1965નું યુદ્ધ શરૂ થતા પહેલા સેનાને જમ્મુમાંથી ઘુષણખોરોની સાથે મોટી માત્રામાં વિસ્ફોટક મળી આવ્યાં હતા.

આતંકીઓને જવાબ આપતી સેના

આતંકીઓને જવાબ આપતી સેના

ઓગસ્ટમાં પાકના ઘણાં ઘુષણખોરોને સેનાએ મોતને ઘાટ ઉતાર્યા હતા. અને જે બચી ગયા તેમને પાછા ફરવા માટે મજબૂર કરી મૂક્યા.

તંગધારમાં સ્પેશિયલ ઓપરેશન

તંગધારમાં સ્પેશિયલ ઓપરેશન

ભારતીય સેનાએ કાશ્મીરના તંગધાર સેક્ટરમાં આતંકીઓને તગેડી મૂકવા માટે સ્પેશિયલ ઓપરેશન કર્યું હતુ.

ભારતની પાસે છે પુરાવા

ભારતની પાસે છે પુરાવા

પાકિસ્તાન ભલે તે યુદ્ધ અંગે મોં ફેરવી લે, પણ ભારત પાસે તે યુદ્ધને લઈને પુરાવાઓ છે.

યુદ્ધના દોષીઓ

યુદ્ધના દોષીઓ

આ યુદ્ધ દરમ્યાન સેનાએ મોટી સંખ્યામાં ઘુષણખોરોને ઝડપી પાડ્યાં હતા.

પાક સુધી પહોંચી હતી ભારતીય સેના

પાક સુધી પહોંચી હતી ભારતીય સેના

ભારતીય સેનાએ પાક સેનાને ભારતની ધરતી પરથી ખદેડી તો મૂકી જ હતી. પરંતુ સાથે પાકિસ્તાનના કેટલાક વિસ્તારો સુધી પોતાની મજબૂત પકડ પણ બનાવી લીધી હતી

પાકના કેટલાક શહેરો પર કબ્જો

પાકના કેટલાક શહેરો પર કબ્જો

ભારતીય સેનાએ તે સમયે પાકિસ્તાનના કેટલાક નાના શહેરો પર કબ્જો કરી લીધો હતો.

પંજાબનું પૈટન નગર

પંજાબનું પૈટન નગર

આ તસવીર પંજાબના તરનતારન જિલ્લામાં સ્થિત ખેમખરણના પૈટન નગરની છે. તે સમયે ભારતીય સેનાએ પાકિસ્તાનની કેટલીક પૈટન ટેન્ક્સને કબ્જામાં કરી લીધી હતી. અને એટલે જ તેને પૈટન નગર નામ આપવામાં આવ્યું.

English summary
Unseen pics of India Pakistan 1965 war. Few pictures have been released by Defence Ministry of India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X