ઓર્ગેઝમના આ ફાયદાઓ વિશે બહુ ઓછા લોકો જાણે છે!
માટે કોઈ કારણની જરૂર હોતી નથી, ફક્ત વિચાર્યું અને કર્યું. પરંતુ તમે ક્યારેય એ વાત પર ધ્યાન આપ્યું નથી કે જ્યારે તમારા શરીરને સેક્સ દરમિયાન ઓર્ગેઝમનો અનુભવ થાય છે તો તેનાથી તમને કેટલો ફાયદો થાય છે. તમે કદાચ માનશો નહીં પરંતુ એ સાચું છે કે ઓર્ગેઝમ તમારા એકંદર સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે.

તણાવથી રાહત
જ્યારે તમે ઓર્ગેઝમ અનુભવો છો ત્યારે તમારા મગજમાં સેરોટોનિન નામનું હોર્મોન છોડે છે જેને ફીલ ગુડ હોર્મોન કહેવામાં આવે છે અને તે તમારા શરીર પર હકારાત્મક અસર કરે છે. એક અભ્યાસમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ઓર્ગેઝમ અનુભવ્યા પછી 2 અઠવાડિયા સુધી શરીરમાં તણાવનું સ્તર ઓછું રહે છે.

હાર્ટ એટેકનું ઓછું જોખમ
જ્યારે તમે ઓર્ગેઝમ અનુભવો છો, ત્યારે તમારા લોહીમાં એક નહીં પરંતુ ઘણા પ્રકારના હોર્મોન્સ સામેલ હોય છે જે હૃદય રોગ ખાસ કરીને હાર્ટ એટેકનું જોખમ ઘટાડે છે. ખાસ કરીને જે મહિલાઓ ઓર્ગેઝમ અનુભવે છે તેમને હ્રદય રોગનો ખતરો ઓછો રહે છે.

વધુ સારું રક્ત પરિભ્રમણ
તે ઘણા અભ્યાસોમાં સાબિત થયું છે કે ઓર્ગેઝમ પછી પેલ્વિક ફ્લોરમાં રક્ત પરિભ્રમણ વધે છે, જે આખા શરીરમાં પોષક તત્વો અને હોર્મોન્સનું વધુ સારી રીતે વિતરણ કરવામાં મદદ કરે છે.

સારી ઉંઘ
ઓર્ગેઝમ પછી તમારું શરીર ઓક્સિટોસિન અને સેરોટોનિન જેવા હોર્મોન્સ છોડે છે, જે તમારી ઊંઘની ગુણવત્તામાં સુધારો કરે છે અને કદાચ આ જ કારણ છે કે સેક્સ કર્યા પછી તમને સારી ઊંઘ આવે છે.