For Quick Alerts
For Daily Alerts
Video: જ્યારે મંદિર સામે બેસી કૂતરાએ કરી ફરિયાદ...
ભગવાન સામે હાથ જોડી પ્રાર્થના કરતા, પોતાની મુસીબતોનો ઉકેલ શોધતા મનુષ્યો તો તમે જોયા હશે, પરંતુ તમે ક્યારેય કોઇ પ્રાણીને આમ કરતા જોયું છે? ભગવાને સર્જેલ તમામ જીવોમાંથી એક માત્ર મનુષ્ય પાસે વિચારવાની, બોલવાની શક્તિ છે, માટે મનુષ્યો ભગવાન પાસે જઇ પોતાની સમસ્યા અંગે ફરિયાદ કરે એ સ્વાભાવિક લાગે, પરંતુ જ્યારે કોઇ પ્રાણી આમ કરે ત્યારે નવાઇ લાગે ને?
ઘરમાં મુકેલ મંદિર પાસે બેસી ભગવાનને પ્રાર્થના કરતો, ફરિયાદ કરતો એક કૂતરાનો વીડિયો હાલ ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે. જી હા, આ વીડિયોમાં કૂતરો જે રીતે મંદિર સામે બેઠો છે, એ પરથી એમ જ લાગે જાણે તે ભગવાનને પ્રાર્થના કરી રહ્યો છે. તે પહેલા તો ભગવાન સામે જોયા કરે છે, પછી અચાનક જાણે પ્રાર્થના કરતો હોય કે ફરિયાદ કરતો હોય એમ ભસવા માંડે છે. આ વીડિયો લોકોને ખૂબ પસંદ પડી રહ્યો છે. તમે પણ આ વીડિયો જુઓ અહીં...