બ્રાને સપ્તાહમાં એક વાર ધુઓ, એક્સપર્ટસ આપી રહ્યા છે આવી સલાહ, જાણો કેમ?
નવી દિલ્લીઃ વિશેષજ્ઞોએ હાલમાં જ ખુલાસો કર્યો છે કે વૉશિંગ મશીનનો ઉપયોગ કરીને કપડાં ધોવાથી પર્યાવરણ પર નકારાત્મક પ્રભાવ પડી શકે છે. વિશેષજ્ઞોનુ સૂચન છે કે ધરતીને બચાવવા માટે આપણે વૉશિંગ મશીનનો ઉપયોગ ઓછો કરવાની જરૂર છે. આનાથી આપણી આરોગ્ય જ નહિ પરંતુ મોટી માત્રા વિજળી અને પાણી પણ બચશે. ધરતીને બચાવવા માટે વિશેષજ્ઞોએ જીન્સને મહિનામાં એક વાર અને બ્રાને સપ્તાહમાં એક વાર ધોવાની સલાહ આપી છે. સોસાયટી ઑફ કેમિકલ ઈન્ડસ્ટ્રીના એક લેટેસ્ટ રિપોર્ટમાં સૂચન કરવામાં આવ્યુ છે કે ઘણા લોકો વૉશિંગ મશીનનો ઉપયોગ કરીને પોતાના કપડા ઘણી વાર અથવા લગભગ રોજ ધુએ છે જેની પર્યાવરણ પર નેગેટીવ અસર થઈ રહી છે. રિપોર્ટમાં વિશેષજ્ઞોએ જણાવ્યુ છે કે લોકોએ પોતાના કપડાં કેવી અને કેટલી વાર ધોવા જોઈએ.

મહિનામાં માત્ર એક વાર ધુઓ જીન્સ
વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર મહિનામાં માત્ર એક વાર જ જીન્સ ધોવુ જોઈએ જ્યારે જંપર્સને 15 દિવસમાં એક વાર અને પાયજામાને સપ્તાહમાં માત્ર એક વાર ધોવા જોઈએ. રિપોર્ટ મુજબ અંડરવેર અને જિમના કપડા જેવા રોજ ગંદા થતા કપડાને પહેર્યા પછી દર વખતે ધોવા જોઈએ. વળી, તેને મશીનમાં ધોવાના બદલે હાથેથી ધોવા જોઈએ.

બ્રાને રોજ ધોવાની જરૂર નથી
હવે વાત બ્રાની કરીએ તો તેમણે પોતાની બ્રાને રોજ ધોવાની જરુર નથી અને કોઈ પણ ડ્રેસ પણ 4-6 વાર પહેર્યા પછી જ ધોવો જોઈએ. આ ઉપરાંત ટૉપ, ટી શર્ટ્સને આરામથી 5 વાર પહેરી શકાય અને પછી જ ધોવા જોઈએ. આનાથી તમારા કપડા લાંબા સમય સુધી ચાલશે અને તમારો સમય અને પૈસા પણ બચશે.

કપડાને હાથેથી ધોવાની કોશિશ કરો
વૉશિંગ મશીનની શોધ થતા પહેલા કપડા હાથેથી જ ધોવામાં આવતા હતા અને આ કામમાં ઘણી મહેનત લાગતી હતી અને આ કામ ખૂબ થકાવનારુ પણ રહેતુ. પરંતુ તમે કપડા ધોવામાં લાગતી મહેનતથી બચી શકો છો. વિશેષજ્ઞોએ બહુ વધુ પાણીનો ઉપયોગ કર્યા વિના કપડાને સાફ કરવા માટે વિચિત્ર વિકલ્પોના પણ સૂચનો આપ્યા છે જેમાં જીન્સને ફ્રીઝ કરવા અને વણાટવાળા કપડાંને વરાળ આપવા જેવા વિકલ્પો પણ શામેલ છે.