• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ધૃતરાષ્ટ્ર નીતિ: બાળદિને ભુલાઈ જતાં બાળમજૂરો

By Kumar Dushyant
|

રાકેશ પંચાલ (નડીયાદ) દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરૂની યાદમાં 14મી નવેમ્બરે તેમના જન્મદિને ઠેર ઠેર ભવ્ય બાળદિનની ઉજવણી થાય છે. પરંતુ શહેર અને ગ્રામીણ ક્ષેત્રના અનેક વિસ્તારોમાં ઝુપડપટ્ટીની અંદર રહેનાર બાળકોના જીવન પર એક ડોકીયું કરવા માટેનો સમય વર્તમાન આધુનિક સમયમાં ભાગ્યે જ કોઈની પાસે હશે. બાળદિને જે ગરીબ અને કૂપોષિત બાળકોને સવિશેષ હુંપ અને સહારો મળવો જોઈએ તે જ વંચિત રહી જાય છે.

દેશમાં બાળમજૂરી ગેરકાનૂની હોવા છતાં શહરે તેમજ ગ્રામીણ વિસ્તારોમાં બાળકોને મજૂરી કરતા જોઈ શકાય છે. વર્તમાન આધુનિક સમયમાં અનેક શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં બાળકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. જેના સાક્ષી રેલ્વે પ્લેટફોર્મ, રોડ રસ્તાં અને બજારો છે જ્યાં તમને હરતા ફરતાં અને પોતાના ખાલી પેટને બે ટંકનું ખાવાનું મળે તે માટે ઝઝૂમતા નજરે પડશે. આ દ્રશ્યોથી બે ઘડી એવું લાગે કે જાણે સમાજે ઝુંપડીપટ્ટીના બાળકોને બાળમજૂર તરીકે સ્વીકાર કરી લીધો હોય. અને તેથી જ કદાચ હજૂ સુધી બાળમજૂરીને લઈને કાયદો બન્યો પરંતુ તેનો પ્રબળ વિરોધ સમાજમાં દેખાયો નથી.

બાળદિને હાઈપ્રોફાઈલ શાળાઓમાં બાળદિનની ભવ્ય ઉજવણી થાય છે. પરંતુ કૂપોષિત અને આધારહિન બાળકોની આંગળી કોણ પકડશે તે બાબતે ચિંતા કરવાની તાતી જરૂરિયાત છે. અનેક સમાજસેવી સંસ્થાઓ છે જે અનાથ બાળકો માટે કામ કરી રહી છે. પરંતુ એવા પણ બાળકો છે જે પોતાના મા-બાપ અને પરિવાર માટે નાની ઉંમરથી કામે લાગી જતા હોય છે.

દેશ સહિત ગુજરાતે આઝાદી બાદ વિકાસ અને પ્રગિતના નવા શિખરો સર કર્યા છે. પરંતુ જાણે બાળકોના જીવનસ્તરમાં કોઈ ફેર પડ્યો નથી. દેશ 2020ના સંપના સેવી બેઠું છે પરંતુ તે સાથે અમીરની સાથે ગરીબના બાળકોને પણ એકસરખું જીવનસ્તર સરકાર તરફથી મળે તેવી ખાસ યોજના અને સુવિધાની જરૂર છે. ગરીબ મા-બાપને કારણે અનેક કેટલાંય બાળકોને ભણવાની ઉંમરમાં કાળી મજુરી કરવી પડતી હોય છે. અને તેનાથી તેના પરિવારજનોનું ભરણ-પોષણ થતું હોય છે. ગ્રામીણ વિસ્તારોમાં મોટાભાગે સરકારી શાળા એક ટંકનું ભોજન સ્થળ સમાન છે.

રાજનેતા પણ સમજે આ સમસ્યા

વર્ષ 2014ની લોકસભાની ચૂંટણી માટે ભાજપ તરફથી વડાપ્રધાન પદન ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વર્ષ 2014માં ચરોતર પંથકમાં દેવા ગામે આવ્યા હતાં. તે વખતે બાળકોના વાલીઓને તેમણે અપીલ કરી હતી. આ શાળા પ્રવેશોત્વસ દરમ્યાન તેમણે કહ્યું હતું કે સરકારી સ્કૂલોમાં ભણતા બાળકોના વાલીઓ બાળકોને સ્કૂલમાં અભ્યાસ કેવો ચાલે છે તે બાબતે પુછે તો બાળકને ભણતર તરફ વાળી શકાય પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં મોટાભાગના વાલીઓ બાળક જ્યારે સ્કૂલથી પાછો આવે ત્યારે પુછે છે કે આજે તે સ્કૂલમાં શું ખાધું જેથી બાળકોના મગજમાં ભણતર પર ઓછું અને ભોજન પર વધું ધ્યાન રહે છે. અને બાળક સ્કૂલને ભણતરનું સ્થળ નહીં પરંતુ ભોજનનું સ્થળ સમજે છે. સરકારો સરકારી સ્કૂલોમાં શિક્ષણનું સ્તર સુધરે તે માટે યોજના લાવતી હોય છે, પરંતુ તેમ છતાં સરકારી સ્કૂલો તરફનું વલણ એકસરખું રહ્યું છે.

ગરીબી સામે લડવા પરિવારને મદદરૂપ થતાં બાળકો

ચરોતર પંથકના અમુક ગરીબના બાળકો એવા પણ છે જેમની માટે સ્કૂલ ભોજનનો આધાર અને રસ્તા કમાણીના સાધન બની ગયા છે. ચરોતર પંથકના મુખ્યમાર્ગો પર બાળકો સ્કૂલ પછી રસ્તે ફળફળાદી વેચવા બેસી જાય છે. જેની કમાણી કરીને તેઓ પોતાના પરિવારને મદદરૂપ થાય છે. ધોરણ પાંચમાં ભણી રહેલા નરેશને સ્કૂલો સમય નથી પરંતુ ભોજન કેટલા વાગ્યે સ્કૂલમાં મળે છે તેનો બરાબર ખ્યાલ છે. સ્કૂલની બાજુમાં ફળફળાદી વેચી રહેલો નરેશ ભોજનના સમયે સ્કૂલે પહોંચી જાય છે અને ત્યારબાદ પાછો પોતાના ધંધે આવી જાય છે.

અમુક બાળકો એવા પણ છે જેમને પોતાના પરિવારનુ પેટ ભરવા માટે ખતરનાક કરતબો કરવાની ફરજ પડે છે. નડિયાદમાં રહેતો મહેશ નાનાપણથી આ પ્રકારના કરતબો કરે છે. તેના પિતાની તબીયત ખરાબ રહેતી હોવાની સાથે તે પોતાની માતા સાથે નડિયાદના મુખ્ય બજારો અને વિસ્તારોમાં છેલ્લા સાત વર્ષથી કરતબો કરી રહ્યો છે. તેને સ્કૂલને બહારથી નિહાળી છે તે ક્યારેય સ્કૂલ ગયો નથી. જોકે તેની માતાના મતે અમે પેટને ભરવા માટે ફરતા રહીએ છીએ.જેથી રમેશને સ્કૂલમાં મુક્યો નથી. અમારા જેવા ખતરનાક ખેલ કરનારા પરિવારો અને તેમના બાળકોનું ભવિષ્ય ખેલમાં જ છે અને તે સિવાય અમને કશું જ આવડતું નથી.

English summary
November for kids means Children's Day. Youngsters in the city are an excited lot with schools planning extravagant celebrations to mark the birth anniversary of India's first Prime Minister Jawaharlal Nehru on Thursday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more