સર્વેઃ મોજા પહેરીને પાર્ટનર સાથે બનાવશો શારીરિક સંબંધ તો મળશે સંતોષ
સંબંધમાં એકબીજાને પ્રેમ વ્યક્ત કરવાની ઘણી રીતો હોય છે. આ સંબંધ એક અલગ સ્તર પર ત્યારે પહોંચી જાય છે જ્યારે તમે તમારા પાર્ટનર સાથે ખૂબ જ અંગત પળોમાં પણ કમ્ફર્ટેબલ હોવ છો. દરેક સંબંધમાં ઈન્ટિમેટ પળોનુ ખૂબ મહત્વ હોય છે. તે એકબીજાને નજીક લાવે છે. તમને ખુશ થવા અને જીવવાનુ કારણ આપે છે.

મોજા પહેરવાથી સેટિસફેક્શન રેટ વધી જાય
પરંતુ જો તમે પોતાના પાર્ટનર સાથે શારીરિક સંબંધ બનાવીને સંતુષ્ટ ન હોવ તો તેની અસર ક્યાંકને ક્યાંક તમારા જીવન પર પડે છે. સંબંધમાં બંને વફાદાર હોવા છતાં ઘણી વાર લોકોની સેક્સ લાઈફ સફળ નથી થઈ શકતી. જો તમારી સાથે પણ આવુ થઈ રહ્યુ છે તો આ નવા સર્વેથી તમને મદદ મળી શકે છે. જે એનુસાર શારીરિક સંબંધ બનાવવા દરમિયાન મોજા પહેરવાથી સેટિસફેક્શન રેટ વધી જાય છે.

કરવામાં આવ્યો એક સર્વે
શારીરિક સંબંધો અને તેની સાથે જોડાયેલા આયામો વિશે ઘણી રિસર્ચ અને અધ્યયન કરવામાં આવતા હોય છે. હાલમાં જ સેક્સ લાઈફમાં સંતુષ્ટિ વિશે સર્વે કરવામાં આવ્યો. આ સર્વેના રિપોર્ટથી એ વાત સામે આવી કે જો તમે મોજા પહેરીને પોતાના પાર્ટનર સાથે ઈન્ટિમેટ થશો તો ઑર્ગેઝમ મળવાની સંભાવના વધી જાય છે.

મોજા પહેરવાથી શું થાય છે ફાયદો
વાસ્તવમાં આ સર્વે દ્વારા બતાવવાની કોશિશ કરવામાં આવી છે કે બંને પગમાં મોજા પહેરીને સૂવાથી શરીરમાં ગરમાવો જળવાઈ રહે છે. આ ઉષ્માના કારણે પગમાં બ્લડ સર્ક્યુલેશન જળવાય છે. આ બ્લડ સર્ક્યુલેશન સેક્સ દરમિયાન મહત્વની ભૂમિકા નિભાવે છે. આની મદદથી તમે શારીરિક સંબંધ બનાવવા દરમિયાન વધુ સક્રિય રહો છો.

સર્વેનુ પરિણામ
નેધરલેન્ડની ગોનિન્ઝમ યુનિવર્સિટી દ્વારા આ સર્વે કરવામાં આવ્યો. આ સર્વેમાં જોડાયેલ જાણકારોએ જોયુ કે મોજા પહેરવાથી શારીરિક સંબંધ બનાવનારાઓમાંથી 80 ટકા યુગલોને ઑર્ગેઝમની અનુભૂતિ થઈ.
આ પણ વાંચોઃ એ ફ્લર્ટ તો નથી કરી રહી તમારી સાથે, આ સંકેત આપશે એનો જવાબ