મેકઅપ સેક્સ છે પતિ-પત્ની વચ્ચેના ઝઘડાના નિરાકરણની બેસ્ટ રીત, જાણો કેવી રીતે
ખુશહાલ રહેતા કપલ્સ વચ્ચે પણ ક્યારે લડાઈ ઝઘડા થઈ જાય છે. ક્યારેક આ માત્ર તુ તુ - મે મે સુધી રહે છે તો ક્યારેક પતિ-પત્ની વચ્ચે થોડા દિવસ વાતચીત જ બંધ થઈ જાય છે. ઝઘડા બાદ એકબીજાની માફી માંગવામાં જો તકલીફ થતી હોય તો તમે મેકઅપ સેક્સની મદદથી ઝઘડાનુ નિરાકરણ લાવી શકો છો. લડાઈ ઝઘડાને ઉકેલ સુધી પહોંચાડવા માટે મેકઅપ સેક્સ સૌથી હૉટ રીત છે. મેકઅપ સેક્સને વધુ સારુ બનાવવા માટે તમે અહીં આપેલા આઈડિયા પણ ટ્રાય કરી શકો છો.

જાણો શું છે મેકઅપ સેક્સ અને તેના ફાયદા
જ્યાં પ્રેમ હોય ત્યાં તકરાર પણ થઈ જ જાય છે. પતિ-પત્ની વચ્ચે ઘણીવાર ટીવીના રિમોટ, મોબાઈલ કે લેપટૉપ પર વધુ વાર સુધી કામ કરવા, કિચનના કામ માટે, બિનજરૂરી ખર્ચ કે પછી સંબંધીઓ માટે નોંકઝોંક થઈ જાય છે. આ રીતના ઝઘડાને ઉકેલવાની સૌથી સારી રીત છે મેકઅપ સેક્સ. જેમાં પાર્ટનર એકબીજા સાથે ખુલીને ઝઘડો કરે છે. પોતાની ભડાશ કાઢે છે અને પછી વાઈલ્ડ થઈને ઈન્ટમેટ થઈ જાય છે. મેકઅપ સેક્સની સૌથી સારી વાત એ છે કે બધુ એ વખતે જ ઉકેલાઈ જાય છે. તનાતની તમારા સંબંધને નબળો ન કરી શકે. જો તમે હજુ સુધી આ ટ્રાય ન કર્યુ હોય તો હવે પછીના ઝઘડા વખતે તમે આ ઉપાય અજમાવી શકો છો. તમે આ સેશનને થોડુ વધુ સ્પાઈસી બનાવવા ઈચ્છતા હોય તો આ ટિપ્સ તમારા કામમાં આવી શકે છે.

પાર્ટનરને ચિડાવો
પાર્ટનરને ચિડાવવાથ વધુ સારુ કંઈ જ નથી. તમે ઝઘડા વચ્ચે જ તેને ચિડાવવાનુ શરૂ કરી દો. તમે એને આંખ મારી શકો છો અને સેક્સી અંદાજમાં પોતાના કપડા હટાવી શકો છો. તમારી આ રીતની હરકત એકબીજાનો મૂડ બદલવા અને ગુસ્સાને શાંત કરવામાં મદદ કરશે.

પાર્ટનરને તડપાવો
લડાઈમાં જેની ભૂલ હોય એને જ નુકશાન થવુ જોઈએ. જો તમારા પાર્ટનરના કારણે વિવાદ થઈ રહ્યો હોય તો તમારી પાસે તેને તડપાવવાનો મોકો છે. તમે રુઠેલા જ રહો અને તેને મનાવવા દો. ધ્યાન રાખો કે તમે જલ્દી હા ના બોલતા.

ઝઘડતી વખતે બૂમો પાડો
તમે પાર્ટનર પર ગુસ્સો કરતી વખતે બૂમો પાડો. બૂમો પાડતા પાડતા પોતાનો ગુસ્સો બતાવો અને અચાનક તેને કિસ કરી લો. ઈન્ટીમેટ થવા દરમિયાન પણ પોતાની આક્રમકતા જાળવી રાખો.

પોતાના પાર્ટનરને સજા આપો
જેની ભૂલ હોય તેને સજા પણ મળવી જ જોઈએ. તમે તેના માટે કોઈ સજા નક્કી કરી શકો છો. તમે પાર્ટનરને કપડા વિના સૂવા માટે કહો. તમે રાતે શારીરિક સંબંધ બનાવતી વખતે તેની આંખો પર પટ્ટી બાંધી શકો છો. તમે પોતાના મેકઅપ સેક્સમાં થોડો ડ્રામાં કરી શકો છો.

એકબીજાનો મુકાબલો કરો
તમે એકબીજા સાથે તકિયાથી લડી શકો છો. બેડ પર એકબીજા સાથે કુશ્તી કરી શકો છો. આ લડાઈમાં જેની જીત થાય તેના અનુસાર સેક્સ પોઝિશન નક્કી કરવામાં આવશે.
આ પણ વાંચોઃ લૉકડાઉનનો ઉઠાવો લાભ, પોતાની સેક્સ લાઈફ અપગ્રેડ કરવા કરો આ કામ