સેક્સ કરવાની સાચી ઉમર કઈ? જાણો શું કહે છે સંશોધન?
તમારી ઉંમર ગમે તે હોય પરંતુ તમારી સામે સેક્સનું નામ આવે કે સેક્સ વિશે કોઈ ચર્ચા થાય ત્યારે તમારા અંદર એક અજીબ ઉત્તેજના પેદા થાય છે અને માત્ર છોકરાઓ સાથે જ નહીં પરંતુ છોકરીઓમાં પણ આવું થાય છે. એક સમય હતો જ્યારે લોકો સેક્સ પર ખુલીને વાત કરતા શરમાતા હતા અને બાળકોને ટીન એજ સુધી ખબર પણ ન હતી કે સેક્સ શું છે અને કેવી રીતે થાય છે? પરંતુ જ્યારથી આધુનિક યુગ આવ્યો, સેક્સ પ્રત્યે લોકોનો અભિગમ બદલાવા લાગ્યો, પ્રશ્નો બદલાવા લાગ્યા. આજે બાળકો હોય કે વડીલો સેક્સ પર ખુલીને વાત કરે છે.

સેક્સ કરવાની સાચી ઉમર કઈ?
મોડર્ન થયા પછી પણ લોકોના મનમાં હંમેશા સવાલ ઉઠે છે કે સેક્સ કરવાની યોગ્ય ઉંમર શું છે. તો અમે તમને જણાવી દઈએ કે દરેક ઉંમરે સેક્સની ઈચ્છામાં બદલાવ આવતા હોય છે. તે ઉંમરના કારણે હોય, જવાબદારીઓ વધતી હોય કે પછી હોર્મોન્સમાં ફેરફારને કારણે હોય. દરેક ઉંમરમાં સેક્સની ઈચ્છા બદલાતી રહે છે.

કાચી ઉમરનું સેક્સ સમસ્યા નોતરે છે
તબીબોના મતે કિશોરાવસ્થામાં એટલે કે કાચી ઉંમરમાં સેક્સ કરનારા કિશોરોમાં સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શનનું જોખમ ઘણું વધારે હોય છે. ઘણા લોકો માને છે કે 24 કે 25 વર્ષ એ સેક્સ કરવાની યોગ્ય ઉંમર છે. પરંતુ છેલ્લા ઘણા વર્ષોમાં પ્રથમ વખત સેક્સ માણવાની સરેરાશ ઉંમર ઘટી છે. જો કે, આ આંકડાઓ વિવિધ દેશોની જીવનશૈલીમાં અલગ અલગ છે.

બ્રિટનમાં ટીનએજ સેક્સ માન્ય છે
બ્રિટનમાં પહેલીવાર સેક્સની ઉંમર 25 વર્ષથી ઘટીને 16થી 17 વર્ષ કરવામાં આવી છે. જેમાં મોટો તફાવત મનાય છે. રિસર્ચ મુજબ આજના ટીનેજર્સે 15 વર્ષની ઉંમરે સેક્સ કર્યું છે. આ વિષયની ગંભીર બાબત એ છે કે કિશોરો પ્રથમ વખત કોન્ડોમ પહેર્યા વિના સેક્સ કરે છે. જેના કારણે તેમને અનેક પ્રકારના જાતીય રોગો થઈ શકે છે.

ભારતમાં 22 વર્ષે લોકો સેક્સ કરે છે
ભારતમાં પહેલીવાર સેક્સ કરવાની યોગ્ય ઉંમરમાં ઘણો તફાવત છે. જો કે, યુકેની જેમ અહીં આવું કોઈ સંશોધન કરવામાં આવ્યું નથી. પહેલા ભારતમાં ફર્સ્ટ ટાઈમર્સની સરેરાશ ઉંમર 25 થી 27 વર્ષ હતી, પરંતુ હવે તે ઘટીને 22 થી 23 વર્ષ થઈ ગઈ છે.

છોકરા છોકરીઓ ઈચ્છા મુજબ સેક્સ કરે છે
આપણા દેશમાં છોકરીઓના લગ્નની ઉંમર 18 અને છોકરાઓની લગ્નની ઉંમર 21 છે. એટલે કે, તમે માની શકો છો કે આ ઉંમરે છોકરીઓ અને છોકરાઓ સેક્સ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર હોય છે, પરંતુ દુનિયાના અન્ય દેશોની વાત કરીએ તો સેક્સ કરવાની ઉંમર 14 થી 20 વર્ષ છે. પરંતુ આજના યુગમાં છોકરીઓ અને છોકરાઓ તેમની ઉત્તેજના મુજબ કોઈપણ ઉંમરે સેક્સ કરે છે.