• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રિલેશનશિપમાં પુરુષો પણ અનુભવે છે અસુરક્ષા, આનાથી લાગે છે તેમને ડર

|

રિલેશનશિપમાં આવ્યા બાદ પાર્ટનરનુ અસુરક્ષિત અનુભવ કરવુ સામાન્ય વાત છે લોકો કઈ બાબત માટે અસુરક્ષિત થઈ જાય છે તેના વિશે તેમને પણ ઘણી વાર ખબર નથી હોતી. મનમાં કોઈ પ્રકારની ધારણા બનાવી લીધા બાદ પોતાના પાર્ટનર સાથે સંબંધમાં આગળ વધવામાં લોકોને મુશ્કેલી અનુભવાય છે. અસુરક્ષાની ભાવના માટે દરેક વખતે તમારા પાર્ટનર જ જવાબદાર નથી હોતા. જો તમે પોતાના પાર્ટનર માટે નિશ્ચિત અને તેમના પ્રત્યે લૉયલ હોય તો રિલેશનશિપમાં આગળ વધવાનુ તમારા માટે સરળ બનશે. જો કે પુરુષોની વાત કરીએ તો તેઓ રિલેશનશિપમાં એ સંકેતોને સમજી નથી શકતા જેનાથી તેમને અસુરક્ષાની ભાવના અનુભવાય છે. આ લેખમાં એ ખૂબ જ સામાન્ય વસ્તુઓનો ઉલ્લેખ કરી રહ્યા છે જેનાથી પુરુષોને રિલેશનશિપમાં અસુરક્ષાની ભાવના અનુભવાય છે.

તમારી પાર્ટનર કરે કોઈ બીજા પુરુષની પ્રશંસા

તમારી પાર્ટનર કરે કોઈ બીજા પુરુષની પ્રશંસા

જો પાર્ટનર કોઈ બીજા પુરુષની સ્માર્ટનેસ કે સફળતાની પ્રશંસા કરે તો પુરુષોએ આનાથી બહુ વધુ અસુરક્ષા અનુભવાય છે. તે પોતાના આ ભાવને ચહેરા પર નથી આવવા દેતા પરંતુ તેમણે એ સમજવાની જરૂર છે કે જ્યારે સંબંધમાં તમે અને તમારી પાર્ટનર કમિટેડ છો તો આનાથી ગભરાવુ ન જોઈએ. તે માત્ર તેમની સફળતા માટે તેમને અભિનંદન આપી રહી છે જે ઘણી સામાન્ય વાત છે.

શારીરિક ક્ષમતા

શારીરિક ક્ષમતા

લગભગ બધા પુરુષ શારીરિક સંબંધ દરમિયાન પોતાની ક્ષમતા વિશે ચિંતિત રહે છે. તમે આટલા વધુ ચિંતિત ન થશે. સમય સાથે તમારે તમારા સંબંધને મજબૂત બનાવવા પર જોર આપવુ જોઈએ. દરેક મહિલા પોતાના પાર્ટનર સાથે એક ભાવનાત્મક સંબંધ ઈચ્છે છે. તમે મનમાં ખુદના માટે નકારાત્મક ભાવ લાવવાના બદલે પોતાની પાર્ટનર સાથે રોમેન્ટિક પળો એન્જોય કરો.

આ પણ વાંચોઃ મલાઈકાએ સુપર હૉટ યોગા સાથે Video પોસ્ટ કરી કહ્યુ, ‘પોતાની સીમાથી આગળ'આ પણ વાંચોઃ મલાઈકાએ સુપર હૉટ યોગા સાથે Video પોસ્ટ કરી કહ્યુ, ‘પોતાની સીમાથી આગળ'

જ્યારે પહેલા થઈ ચૂક્યુ હોય બ્રેકઅપ

જ્યારે પહેલા થઈ ચૂક્યુ હોય બ્રેકઅપ

જ્યારે એક કડવા બ્રેકઅપ બાદ વ્યક્તિ કોઈ નવા સંબંધમાં આવે છે ત્યારે એ રિલેશન વિશે ગભરાયેલો હોય એ વાજબી છે. પોતાના જૂના અનુભવોના આધારે તે એ ધારણા બનાવી લે છે કે તેની સાથે આવુ ફરીથી ન થાય. પોતાના વીતી ગયેલા ભૂતકાળ વિશે વિચારીને તમારે પોતાનુ વર્તમાન ખરાબ ન કરવુ જોઈએ. તમારી સાથે જે પહેલા થઈ ચૂક્યુ છે તેના માટે તમે પોતાના વર્તમાન પાર્ટનરને સજા ન આપી શકો. બધી મહિલાઓ એક જેવી નથી હોતી તેના માટે તમે એક ત્રાજવે ન તોલો.

જ્યારે ગર્લફ્રેન્ડ કે પત્ની હોય વધુ સફળ

જ્યારે ગર્લફ્રેન્ડ કે પત્ની હોય વધુ સફળ

વર્તમાન સમયની મહિલાઓ કોઈ સારી નોકરી કે સ્ટેટસવાળા વ્યક્તિની પાછળ લગ્ન માટે ભાગવાને બદલે પોતાના પગ પર ઉભા રહેવા અને આત્મનિર્ભર બનવામાં વિશ્વાસ રાખે છે. પરંતુ કોઈ પુરુષના મુકાબલે તેની પત્ન કે ગર્લફ્રેન્ડ વધુ સફળ હોય તો તેમનામાં અસુરક્ષાની ભાવના આવી જાય છે. યુએસમાં થયેલા એક અભ્યાસમાં એ વાતની પુષ્ટિ પણ થઈ ચૂકી છે કે જો આખા ઘરની આવકનો 40 ટકા ભાગ પત્ની કમાતી હોય તો તેમનામાં અસુરક્ષાનો ભાવ આવી જાય છે.

ગર્લફ્રેન્ડ કે પત્નીના એક્સ પાર્ટનર

ગર્લફ્રેન્ડ કે પત્નીના એક્સ પાર્ટનર

ભલે કોઈ વ્યક્તિ પોતાના પાર્ટનરને ગમે તેટલી વાર કહી દે કે તે પોતાના એક્સ સાથે સંપર્કમાં રહી શકે છે તેને તેનાથી કોઈ પ્રોબ્લેમ નહિ થાય. મોટાભાગના પુરુષ પોતાના એક્સ સાથે ખુદની તુલના કરી બેસે છે. તમારે એ સમજવાની જરૂર છે કે તમારી પાર્ટનર જો પોતાના એક્સના સંપર્કમાં હોય તો એનો અર્થ એ નહિ કે તે અત્યારે પણ એને પ્રેમ કરે છે.

ફ્રેન્ડ ગ્રુપમા પુરુષ દોસ્તોનુ હોવુ

ફ્રેન્ડ ગ્રુપમા પુરુષ દોસ્તોનુ હોવુ

પુરુષ સાથે દોસ્તી રાખવામાં કોઈ ખરાબી નથી. મહિલાઓ માટે એ જરૂરી છે કે તે પોતાના પતિ કે બૉયફ્રેન્ડને પોતાના દોસ્તો વિશે સાચુ કહે. તમારુ જૂઠ બોલવુ તેમને શંકાનુ કારણ આપી શકે છે. તેમના દિમાગમાં એ હંમેશા ચાલતુ રહે છે કે તેમનાથી સારા વ્યક્તિ માટે તમે એમને છોડી દેશો. પુરુષ દોસ્ત હોવા ખોટી વાત નથી પરંતુ તેના માટે પોતાના પાર્ટનરને છેતરવા ખોટુ છે.

જ્યારે ગર્લફ્રેન્ડ કે પત્ની હોય વધુ સીક્રેટીવ

જ્યારે ગર્લફ્રેન્ડ કે પત્ની હોય વધુ સીક્રેટીવ

જો પત્ની કે ગર્લફ્રેન્ડ પોતાનામાં જ રહેતી હોય અને વધુ ખુલીને વાત ન કરતી હોય તો આ વાત તેના પાર્ટનરને હેરાન કરે છે. છોકરીઓના આ રીતના વર્તનના કારણે તેમના પાર્ટનરને લાગે છે કે તે તેમનાથી કંઈ છૂપાવી રહી છે. પુરુષોએ એ પણ સમજવાની જરૂર છે કે કોઈ પણ છોકરીને સુરક્ષિત અનુભવ કરાવવો બહુ જરૂરી છે.

English summary
What Makes Men Feel Insecure In A Relationship
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X