વાઈફ કરી રહી છે શારીરિક સંબંધ બનાવવાનો ઈનકાર તો આ રીતે મનાવો
શારીરિક સંબંધ બનાવવા માનવ જીવનની એક મહત્વની જરૂરિયાતમાંની એક છે. તે પાર્ટનરની નજીક આવવા અને તેને સમજવામાં તમારી મદદ કરે છે. પરંતુ આ અંતરંગ પળો સાથે જોડાયેલી ઘણી એવી વાતો છે જે કોઈ વ્યક્તિ ક્યારેય પણ કોઈની સાથે શેર કરવા નથી ઈચ્છતા. સેક્સ વિશે ખુલીને વાત કરવામાં આજે પણ લોકો સહજ નથી. પાર્ટનર સાથે ફિઝિકલ ઈન્ટીમસીમાં મુશ્કેલી આવતી હોય તો આ વિશે કોઈનુ મંતવ્ય પણ નથી લઈ શકતા.

સેક્સમાં ઘટતો જતો રસ ફરીથી જગાડી શકો
મહિલાઓને આ સાથે જોડાયેલી કોઈ શારીરિક સમસ્યા હોય તો તે આના વિશે કોઈને ત્યાં સુધી કંઈ નથી કહી શકતી જ્યાં સુધી સ્થિતિ તેના હાથમાંથી નીકળી ના જાય આની સીધી અસર તેની સેક્સ લાઈફ પર પડે છે અને શારીરિક સંબંધ બનાવવા માટે તેનો રસ ઘટવા લાગે છે. મોટાભાગે મહિલાઓ ઘટતા જતા રસનો ઉલ્લેખ પણ નથી કરતી પરંતુ એક પાર્ટનર હોવાના નાતે અહીં તમારે જવાબદારી લેવી જોઈએ. આજે અમુક એવી રીતો જાણવાની કોશિશ કરીએ જેની મદદથી તમે મહિલા પાર્ટનરનો સેક્સમાં ઘટતો જતો રસ ફરીથી જગાડી શકો છો.

શારીરિક સંબંધ માટે જગ્યામાં કરો ફેરફાર
સામાન્ય રીતે કપલ્સ એક નિશ્ચિત જગ્યાએ જેવા કે બેડરૂમમાં જ સેક્સ કરે છે. રોજ એક જ જેવુ કામ કરીને જે રીતે લોકો બોર થઈ જાય છે બરાબર એ જ રીતે એક જ રૂટીનવાળી રીતથી ઈન્ટીમેટ સંબંધ બનાવવાથી પણ તમારી પત્નીનો રસ ખતમ થઈ શકે છે. તમે કોશિશ કરો કે અલગ અલગ જગ્યાએ પોતાની વાઈફ સાથે પ્રેમભરી પળો વીતાવો. ધ્યાન રાખો કે તે જગ્યા કમ્ફર્ટેબલ અને થોડી રોમેન્ટીક હોય. જો આવુ ન થઈ શકે તો તમે પોતાના પ્રયાસોથી તેને રોમેન્ટીક ટચ આપો.
આ પણ વાંચોઃ 7 વર્ષ બાદ ક્યાં છે નિર્ભયાનો સગીર આરોપી, જેણે કરી હતી સૌથી વધુ હેવાનિયત

અમુક રોમેન્ટીક અને નવી સ્ટાઈલ ટ્રાય કરો
સેક્સમાં રસ ખતમ થઈ જવાનુ એક મોટુ કારણ એક જેવી સ્ટાઈલ કે પછી અમુક સ્ટરીયોટાઈપ રીતોથી શારીરિક સંબંધ બનાવવા પણ છે. તમારે પોતાની વાઈફનો રસ ફરીથી વધારવા માટે કંઈક અલગ અને રોમાંચક કરવુ જોઈએ. બસ એ વાતો ખ્યાલ રાખો કે તમને વધુ રોમાંચના ચક્કરમાં કોઈ ભૂલ ના કરી બેસો.

લ્યૂબનો કરો ઉપયોગ
એવુ જરૂરી નથી કે તમારી પત્નીનો સેક્સ પ્રત્યે રસ ઘટવાનુ કારણ એક જેવી રીત કે જગ્યા હોય, તેના પ્રાઈવેટ પાર્ટમાં પીડા પણ એક કારણ હોઈ શકે છે. જ્યારે ફીમેલ પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટમાં સૂકાપણુ આવી જાય છે ત્યારે નેચરલ લ્યૂબ નથી આવતો અને સંબંધ બનાવવા દરમિયાન તેને પીડા થાય છે. આ પીડાથી બવા માટે તે સેક્સથી દૂર ભાગવા લાગે છે. તમે લ્યૂબનો ઉપયોગ કરીને આ પીડા ઘટાડવાની કોશિશ કરી શકો છો. તમે લ્યૂબનો ઉપયોગ કરતા પહેલા તેની સાથે જોડાયેલ માહિતી મેળવી લો જેથી બાદમાં કોઈ પણ રીતનુ ઈન્ફેક્શન કે જલનની સંભાવના ન રહે.

કિસ કરીને તેને કરો ટર્ન ઑન
તમારી વાઈફનો ઈન્ટરેસ્ટ જાળવી રાખવા માટે સીધા સેક્સ પર ના પહોંચો પરંતુ પહેલા તેને સિડ્યુસ કરો. આના માટે પણ અલગ અલગ રીતો અપનાવો. ફોરપ્લે પર કામ કરો અને આ ધ્યાન રાખો કે તેના કયા પાર્ટને સ્પર્શ કરવાથી તેને વધુ ઉત્તેજના થાય છે. તમે એ જગ્યાઓ જેવી કે ગરદન, ખભા, કાન વગેરે પર તેને કિસ કરો. તમે એનો મૂડ બનાવવા માટે તેની સાથે ફ્લર્ટી મેસેજ ચેટ પણ કરી શકો છો.

આના પર પણ આપો ધ્યાન
તમારા આ બધા પ્રયત્નો બાદ પણ તમારી પાર્ટનર સેક્સથી દૂર રહેતી હોય તો ચિંતા ના કરો. તમે તમારા સંબંધને સમય આપો. શારીરિક સંબંધ પહેલા તેની સાથે ભાવનાત્મક સંબંધ બનાવો. આનાથી તમને સમજવામાં મદદ મળશે કે છેવટે તમારા સંબંધમાં કયા પ્રકારની કમી છે. જાતે કોઈ નિર્ણય લેતા પહેલા સેક્સ એક્સપર્ટ કે કાઉન્સિલર સાથે વાત કરો.