શારીરિક સંબંધને લઈ આ વિચિત્ર ડરથી ઘેરાયેલી રહે છે મહિલાઓ
રિલેશન શિપમાં ફક્ત પ્રેમ, શાંતિ અને રોમાંચ જ નથી હોતો, જ્યારે શારીરિક સંબંધની વાત આવે તો મહિલાઓ અને પુરુષોના મનમાં જુદા જુદા પ્રકારના ડર હોય છે. તુલનાત્મક વાત કરીએ તો મહિલાઓના મનમાં શારીરીક સંબંધોને લઈને વધુ ડહ રહે છે. મહિલાઓના મનમાં રહેલા ડર જ સૌથી મોટું કારણ છે કે તે ઈન્ટિમેટ થવા દરમિયાન પણ ઘણું વિચારતી હોય છે. ચાલો જાણવાની કોશિશ કરીએ કે શારીરિક સંબંદ દરમિયાન મહિલાઓના મનમાં કેવા પ્રકારના વિચિત્ર ડર હોય છે.
એક્સપર્ટ્સઃ સંભોગ સમયે મહિલાઓ પુરુષોની આ 5 ચીજ નોટિસ કરતી હોય છે

પ્રોટેક્શન યુઝ ન કર્યું તો
પુરુષો સેક્સ દરમિયાન પાર્ટનર પર હાવી થવાની કોશિશ કરે છે. એવામાં મહિલાઓના મનમાં એ ડર હોય છે કે જો તેમના પાર્ટનરે કોન્ડોમ ન વાપર્યો તો તે પાર્ટનરને એના વિશે કેવી રીતે વાત કરશે. તેને ઈન્ફેક્શનની સાથે સાથે દવા લેવાનું પણ ટેન્શન હોય છે.

પ્રેગન્ટન્ટ થવાનો ડર
મહિલાઓને આ પણ સૌથી મોટો ડર હોય છે. મહિલાઓ ફેમિલી પ્લાનિંગ વગર પરિવાર આગળ વધારવા નથી ઈચ્છતી, ખાસ કરીને જે મહિલાઓ કરિયર અંગે સજાગ હોય તે આ કેસમાં વધુ વિચારે છે. તેઓ કે નક્કી સમય સુધી પ્રેગનન્સીથી દૂર રહેવા ઈચ્છે છે. મગજમાં ચાલતા આ જ ડરને કારણે તે અંગત પળોને એન્જોય નથી કરી શક્તી અથવા તો તેનાથી બચવા માટે બહાનું બનાવે છે. તમે આવી સ્થિતિમાં ડોક્ટરની મદદ લઈ શકો છો અને પ્રોટેક્શન યુઝ કરી શકો છો.

પાર્ટનરને ન્યૂડ બોડી ન ગમી તો?
એવી અનેક મહિલાઓ હોય છે જેમને ઈન્ટિમેટ થવા દરમિયાન આખા નેકેડ થવું કમ્ફર્ટેબલ નથી લાગતું. જો પાર્ટનર આ પ્રકારની ઈચ્છા વ્યક્ત કરે તો પણ તેમના મનમાં મુંઝવણ હોય છે. તે સમયે મહિલાઓ કપડા વિનાની બોડીને લઈ કોન્ફિડન્ટ મહેસૂસ નથી કરતી. આવી મહિલાઓએ સમજવું જોઈએ કે કોઈ વ્યક્તિ પરફેક્ટ નથી હોતું. અને તમારે પોતાની તુલના ટીવીમાં દેખાતી મહિલાઓ સાથે કરવાની જરૂર નથી. જો તમે તમારા પાર્ટનર સાતે લાગણીથી જોડાયેલા છો તો આ મુદ્દાનો ફરક નથી પડતો.

પાર્ટનરે કોઈ એક્સપરિમેન્ટ કર્યો તો શું થશે?
જો પુરુષો શારીરિક સંબંધ દરમિયાન જો કંઈક નવું કરવાની કે રોમાંચક કરવાનો પ્રયત્ન કરે તો મહિલાઓને આ વાત નથી ગમતી. મહિલાઓ આ રોમાંચના કારણે થતા દર્દને લઈ પહેલાથી જ પરેશાન થઈ જાય છે. તે એ વાતથી ગભરાઈ જાય છે કે જો તેમણે સપોર્ટ ન કર્યો તો પાર્ટનર નારાજ થઈ જશે.

ના પાડશે તો પાર્ટનરના નારાજ થવાનો ડર
આવા જ કોઈ ડરના કારણે કે પછી ઈચ્છા ન હોવાને કારણે મહિલાઓ શારીરિક સંબંધ બનાવવા નથી ઈચ્છતી. પરંતુ તે સમયે તેમના મનમાં પાર્ટનર નરાજ થવાની વાત ચાલતી હોય છે. તેમને લાગે છે કે જો ના પાડી તો પાર્ટનર ગુસ્સે થઈ જશે.