For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક સમયે દુકાનમાં પોતું મારતો હતો Whatsappનો માલિક

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 20 ફેબ્રુઆરી: જી હાં, તમને સાંભળીને વિશ્વાસ નહી થાય. પરંતુ આ સત્ય કહાની છે. આ કહાણી તે 37 વર્ષીય યુવકની જેનું નામ આજે આખી દુનિયામાં આશ્વર્ય અને કેટલીક હદે ઇર્ષ્યા સાથે લેવામાં આવે છે. જી હાં અમે વાત કરી રહ્યાં છે યાન કૉમની જેમની કંપની વોટ્સ એપ્સને ફેસબુક માર્ક ઝરકબર્ગે 19 અરબ ડોલર (1 લાખ 18 હજાર કરોડ રૂપિયા) મસમોટી રકમ આપી ખરીદી લીધી.

યુક્રેનની રાજધાની કીવની નજીક આવેલા એક ગામમાં યાન કોમનો જન્મ થયો હતો. તેમની પાસે એટલા પૈસા પણ ન હતા કે તે એક સારી જીંદગી જીવી શકે. તેમની પાસે ઉધારીના પુસ્તકો રહેતા હતા અને કડકડતી ઠંડીમાં પણ ઘરમાં ગરમ પાણી હોતું નહી. તેમના પિતા એક કન્સ્ટ્રકશન મેનેજર હતા જે હોસ્પિટલો અને સ્કૂલોના ભવન બનાવતા હતા. તે માતા-પિતાના એકમાત્ર પુત્ર હતા.

ફોર્બ્સ પત્રિકા અનુસાર યાન કોમની પાસે વોટ્સ એપ્સનો 45 ટકા માલિકીનો હક છે અને સમજી શકાય કે આ તેને આ સોદાથી 6.8 અરબ ડોલર મળ્યા છે. તેમનું બાળપણ તંગીમાં પસાર થયું અને જ્યારે તે 16 વર્ષનો થયો તો તેને માતાએ ગામ છોડી દિધું અને માઉન્ટેન વ્યૂમાં વસવા લાગી. તેમને સરકારની મદદથી બે રૂમનું મકાન મળી ગયું.

તેમની માતાને ત્યાં આયાનું કામ શરૂ કરી દિધું. ઘરવાળાઓની મદદ કરવા માટે યાને એક ગ્રોસરી સ્ટોરમાં પોતું લગાવવાનું કામ શરૂ કરી દિધું. તેની માતાને કેન્સર થઇ ગયું અને તેમની સારવારમાં ઘણો ખર્ચો થઇ ગયો.

જ્યારે યાહૂન એક્ટન સાથે મિત્રતા થઇ

જ્યારે યાહૂન એક્ટન સાથે મિત્રતા થઇ

કોમ્યુટર શીખીને તે ઇએફનેટ ઇન્ટરનેટ રિલે ચેટ નેટવર્ક પર એક હેકર ગ્રુપ woowooના સભ્ય બની ગયા. તેના દ્વારા જ તે નેપસ્ટરના સહ સંસ્થાપક સૉન પેનિંગની વાતો કરતા હતા. ત્યારબાદ તે સૈન જોસ યૂનિવર્સિટીમાં ભણવા માટે જતા રહ્યા. તેમને અન્સ્ર્ટ એન્ડ યંગના ત્યાં સિક્યોરીટી ટેસ્ટરનું પણ કામ કર્યું. 1997માં તેમણે યાહૂના એક કર્મચારી એક્ટન સાથે કામ મળી ગયું. તેમને યાનનું વલણ પસંદ આવ્યું અને તેમણે તેમને પોતાના ત્યાં નોકરી આપી દિધી.

અભ્યાસ છોડી દિધો

અભ્યાસ છોડી દિધો

તે સમયે તે અભ્યાસ કરી રહ્યાં હતા. તે દરમિયાન યાહૂનું એક સર્વર બેસી ગયું અને કંપનીના સહસંસ્થાપક ડેવિડ ફિલોએ તેમને ફોન કરીને મદદ માંગી પરંતુ યાને જવાબ આપ્યો કે તે ક્લાસમાં છે અને ત્યારબાદ જ તે આવી શકશે. પરંતુ ફિલોએ તેમને ધમકાવ્યા અને તાત્કાલિક નોકરી પર આવવા માટે કહ્યું. તે દિવસથી યાનનો અભ્યાસ છુટી ગયો અને તે કામમાં લાગી ગયા.

માતા-પિતાનું નિધન

માતા-પિતાનું નિધન

2002માં યાનની માતાનું કેન્સરના લીધે નિધન થઇ ગયું. તેમના પિતાનું મોત 1997માં થયું હતું. ત્યારબાદ એક્ટન સાથે તેમની મિત્રતા વધી ગઇ.

યાહૂની નોકરી છોડી દિધી

યાહૂની નોકરી છોડી દિધી

નવ વર્ષો સુધી બંને જ યાહૂમાં નોકરી કરતા રહ્યાં અને તેમના કામમાં પરેશાનીઓ આવતી રહી. સપ્ટેમ્બર 2007માં તે બંનેએ યાહૂની નોકરી છોડી દિધી અને એક વર્ષ સુધી આમતેમ ફરતા રહ્યાં. તેમણે ફેસબુકમાં નોકરી માંગી પરંતુ બંનેને રિજેક્ટ કરવામાં આવ્યા. યાન પાસે નોકરીમાંથી બચાવેલા ચાર લાખ ડોલર હતા જે તેઓ ઉડાવતા હતા.

એક આઇફોન ખરીદ્યો જેને જીંદગી બદલી દિધી

એક આઇફોન ખરીદ્યો જેને જીંદગી બદલી દિધી

2009માં તેમણે એક આઇફોન ખરીદ્યો જેને તેમની જીંદગી બદલી દિધી. તેમને એ સમજાઇ ગયું કે આગામી સમય એપ્સનો છે. તેમણે કેટલાક મિત્રોને ભેગાં કર્યા અને આ અંગે વાત કરી. તેમણે તેમને સમજાવ્યા કે એડ્રસ બુક જ તે વ્યક્તિનું સ્ટેટસ રાખવામાં આવે તો શું થશે. તેમણે કહ્યું કે મોબાઇલની નબળી બેટરીના લીધે વાતો કરવી સંભવ હોતી નથી, એવામાં તેનો ફાયદો ઉઠાવી શકાય. યાને આઇફોનના એક રૂસી ડેવલોપર સાથે મુલાકાત કરી અને ત્યારબાદ તેમણે જે એપ્સ બનાવી તેનું નામ રાખ્યું વોટ્સએપ્સ જેનો અર્થ થાય છે શું થઇ રહ્યું છે (what is up).

શરૂઆતમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો

શરૂઆતમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો

24 ફેબ્રુઆરી, 2009ના રોજ યાને વોટ્સ એપ્સ ઇંક કંપનીને કેલિફોર્નિયામાં રજિસ્ટર કરાવી. શરૂઆતમાં વોટ્સ એપ્સ ચલાવવામાં મુશ્કેલી પેદા થતી હતી બેસી જતું પરંતુ ધીમે ધીમે તેમાં સુધારો થયો અને તે ઝડપથી આગળ વધતું ગયું. યાને એક્ટનને પોતાની સાથે લઇ લીધા. 2011માં વોટ્સ એપ્સને અમેરિકાની ટોપ 10 એપ્સમાં ગણવામાં આવે છે. 2012માં તેને ફેસબુકન પ્રતિદ્રંદ્રીના રૂપમાં જોવામાં આવે છે. રસપ્રદ વાત એ છે કે તેની પાસે પોતાની બિલ્ડિંગ પણ નથી અને તે હજુ બની રહી છે. એનાથી પણ મોટી વાત એ છે કે કંપનીમાં ફક્ત 50 કર્મચારી છે.

English summary
Jan Koum, an immigrant from Ukraine, was so poor as a teenager that he used to save his old Soviet notebooks for school and queued with his mom for food stamps.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X