• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ક્યાં ગયા બણગાં ફૂકનારા આ પાકિસ્તાની નેતાઓ!

By Gajendra
|

16 ડિસેમ્બર 2014નો દિવસ માત્ર પાકિસ્તાન પર જ નહીં પરંતુ આખા વિશ્વના ઇતિહાસમાં એક કાળો ડાઘ કરી ગયો. પાકિસ્તાનના પેશાવરમાં આવેલી એક આર્મી શાળામાં તાલિબાની આતંકવાદીઓએ નાના નાના ફુલકાઓને પોતાનો નિશાનો બનાવ્યા. સોથી ઉપર બાળકો સહીત 132 જેટલા લોકોને આતંકવાદીઓએ મોતને ઘાટ ઉતારી દીધા. માત્ર એક જ પળમાં આખી શાળામાં લોહીની નદીઓ વહેતી થઇ ગઇ, સમગ્ર પેશાવર, પાકિસ્તાન સહિત વિશ્વ આખું આ ઘટનાને પગલે શોકમાં ગરકાવ થઇ ગયું. અને તે સ્વાભાવિક પણ છે, કારણ કે આતંકવાદીઓ દ્વારા માસુમ બાળકોને પોતાના નિશાનો બનાવ્યો હોય તેવી આ પહેલી ઘટના છે. શાળાની બહાર વાલીઓના રૂદન, હોસ્પિટલમાં બાળકોને લોહી લુહાણ હાલતમાં જોઇને ડોક્ટરો પણ રડી પડ્યા, પત્રકારોના ગળા પણ ભરાઇ આવ્યા હતા. આ પ્રકારનું વિચિત્ર ચિત્ર વિશ્વની સામે પહેલીવાર આવ્યું છે. જેમાંથી માત્ર પાકિસ્તાને જ નહીં પરંતુ આખા વિશ્વના દેશોએ કંઇક શીખ લેવાની જરૂર છે.

મોદીના શબ્દો પાકિસ્તાનને યાદ આવશે
આ પહેલા ન્યૂયોર્કમાં મળેલી સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદનો મુદ્દો ઊઠાવ્યો હતો. મોદીએ વૈશ્વિક રીતે તમામ દેશોએ આતંકવાદ સામે લડવા માટે આગળ આવવું જોઇએ, તેવી પહેલ કરી હતી. કદાચ પાકિસ્તાની આકાઓને મોદીના એ શબ્દો હવે કાને પડ્યા હશે. આશા સેવી શકાય કે પાકિસ્તાનની હવે તો આંખો ખુલી જશે. આતંકવાદનો સહારો લઇને આગળ વધવાનો ઉપાય આ રીતે ભારે પડી શકે છે. આતંકવાદ સાથે વિકાસ નહીં વિનાશ થઇ શકે છે.. લાભ નહીં નુકસાન જ થઇ શકે છે. એ હવે પાકિસ્તાને સમજી લેવું પડશે.

શું કહ્યું પાક. વડાપ્રધાન નવાઝ શરીફે..
પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફે હુમલાના પગલે જણાવ્યું કે, આતંકવાદીઓ દ્વારા આ જઘન્ય અપરાધ કરવામાં આવ્યો છે. જેના પગલે પાકિસ્તાન થંભી નહીં જાય. તેઓ આતંકવાદીઓને જવાબ આપશે.

ક્યાં ગયા આ બણગાખોર નેતાઓ
પાકિસ્તાનમાં લાઇમ લાઇટમાં રહેનારા નેતાઓની ઊણપ નથી. વાર-તહેવારે કે પ્રસંગોપાત નેતાઓ અહીં મોટા મોટા બણગા ફૂંકવામાંથી ઊંચા નથી આવતા. ક્યારેક પાડોશી દેશ (ભારત) પર અથવા તો વિરોધી નેતાઓની સત્તા પાડી ભાંગવા માટે તેઓ હંમેશા તત્પર રહે છે. પરંતુ પાકિસ્તાન પર જ્યારે પણ સમસ્યાઓ આવે છે ત્યારે આ નેતાઓ ખબર નથી કયા બીલમાં જઇને છૂપાઇ જાય છે.

ક્યાં ગયા ઇમરાન ખાન?

ક્યાં ગયા ઇમરાન ખાન?

તહરીક-એ-ઇંસાફના નેતા અને પૂર્વ ક્રિકેટર ઇમરાન ખાને નવાઝ શરીફને સત્તા છોડવા માટે આંદોલન ચલાવ્યું હતું. તે સમયે ઇમરાન ખાને એ હદ સુધી આંદોલન ચલાવ્યું હતું કે તેઓ પોતાના લાખો સમર્થકો સાથે સંસદની અંદર ઘુસી ગયા હતા. શું ઇમરાન ખાન અને તેમના સમર્થકોમાં હવે એ દમ નથી કે તાલિબાનો શાળામાં આવીને માસૂમ બાળકોને મોતને ઘાટ ઊતારે છે તો તેમના વિરુદ્ધ આંદોલન ચલાવે. તાલિબાનને ખતમ કરવા માટે રસ્તા પર ઊતરી આવે? શું તેઓ માત્ર સત્તાના જ ભૂખ્યા છે?

ક્યાં ગયા બિલાવલ ભુટ્ટો?

ક્યાં ગયા બિલાવલ ભુટ્ટો?

બિલાવલ ભુટ્ટોએ થોડા સમય પહેલા એવું નિવેદન કર્યું હતું કે તેઓ કાશ્મીરનો ઇંચ ઇંચ પાછો લઇને રહેશે. આજે જ્યારે આતંકવાદીઓ 132 બાળકોને મોતને ઘાટ ઊતારીને જતા રહ્યા ત્યારે બિલાવલ કેમ ચુપ છે? કેમ બિલાવલ એવું નિવેદન નથી આપતા કે તેઓ દરેક બાળકના ખૂનનો બદલો આતંકવાદીઓ પાસે લેશે. તેઓ કેમ કહેતા નથી કે પાકિસ્તાનમાંથી આતંકવાદને નેસ્તનાબૂદ કરીને રહેશે.

ક્યાં ગયા પરવેઝ મુસર્રફ?

ક્યાં ગયા પરવેઝ મુસર્રફ?

પાકિસ્તાનના પૂર્વ સેના પ્રમુખ પરવેઝ મુસર્રફે એક ઇન્ટર્વ્યૂમાં જણાવ્યું હતું કે કાશ્મીર પાકિસ્તાનને પરત મળવું જોઇએ. તેના માટે ભારત અધિકૃત કાશ્મીરમાં ઘણા લોકો એવા છે જે પાકિસ્તાનના પક્ષમાં બળવો કરવા માટે તૈયાર છે,માત્ર તેમને હવા આપવાની જરૂર છે. હવે જ્યારે પોતાના જ દેશમાં તાલિબાનોએ બાળકો પર હુમલો કર્યો છે તો ક્યાં છૂપાઇને બેઠા છે આ મુસર્રફ, તેઓ શા માટે તાલિબાનીઓ વિરુદ્ધ બળવો ફૂકવા માટે તૈયાર નથી થતા? શું તેઓ માત્ર કાશ્મીર રાગ આલાપીને રાજનીતિ જ કરવા માગે છે?

ક્યાં ગયા હાફીઝ સઇઝ?

ક્યાં ગયા હાફીઝ સઇઝ?

પાકિસ્તાન કોર્ટ હાફીઝ સઇદને વરિષ્ઠ નાગરિક ગણાવે છે, જે ભારતમાં થયેલા 26/11ના હુમલાનો માસ્ટર માઇંડ છે. આ હાફિઝ સઇદ મોદી પર અવારનવાર પ્રહારો કરતો આવ્યો છે. તે કાશ્મીર મુદ્દે પણ મોદી પર પ્રહારો કરતો આવ્યો છે. શા માટે હાફિસ સઇદ હવે આ આતંકવાદીઓને સફાયા માટે આગળ નથી આવતો? કેમ તે છુપાઇને બેઠો છો.

English summary
where is these Pakistani leaders now? why they do not protest against taliban? where is Bilawal Bhutto, Hafiz Saeed, Pervez Musharraf, and Imran Khan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X