For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રથમ શ્રત્રિય ભગવાન પરશુરામની 7 અજાણી વાતો

|
Google Oneindia Gujarati News

ભગવાન પરશુરામે એક વાર તેમની માતાની હત્યા કરી હતી. પોતાની જનનીની હત્યા કરવા પાછળ શું કારણ હતું અને કેવી રીતે તે પ્રથમ શ્રત્રિય બ્રાહ્મણ બન્યા, આવી ભગવાન પરશુરામની અનેક અજાણી વાતો આજે અમે તમને અહીં જણાવશું.

જાણો: મહાભારતની પાંચાલીની 10 અજાણી વાતો

ભગવાન પરશુરામ ઋષિ જમદગ્નિ અને રેણુકાના પુત્ર હતા. ઋષિ જમદગ્નિ તેમના ક્રોધ માટે જાણીતા હતા. પરશુરામ, ભગવાન શિવના પુત્ર હતા અને ભારે તપ કરીને ભગવાન શિવ પાસેથી જમદગ્નિને મળ્યા હતા. ભગવાન પરશુરામ નાનપણથી જ જ્ઞાની હતા.

ભગવાન શિવે આપ્યું પરશુરામને આશીર્વાદ

ભગવાન શિવે આપ્યું પરશુરામને આશીર્વાદ

નવાઇની વાત છે કે એ સમયે પણ ઇન્ટર કાસ્ટ લગ્ન થતા હતા. પરશુરામના પિતા બ્રાહ્મણ હતા જ્યારે તેમની માતા રેણુકા ક્ષત્રિય હતી. પરશુરામમાં નાનપણથી એક શ્રેષ્ઠ યૌદ્ધાના તમામ ગુણ હતા. અને ભગવાન શિવે પરશુરામને આશીર્વાદ આપ્યા હતા કે આ પૃથ્વી પર તેમને કોઇ પણ નહીં હરાવી શકે.

પરશુરામના માતા- પિતા

પરશુરામના માતા- પિતા

પરશુરામના માતા-પિતા ખૂબ જ આધ્યાત્મિક હતા. તેમની માતાનો પાણી પર પૂર્ણ નિયંત્રણ હતું. અને તેમના પિતાનું અગ્નિ પર. કહેવાય છે કે રેણુકા કાચી માટીના માટલામાં પણ પાણી ભરી શકતી અને તે પાણીથી માટલું તૂટતું નહીં.

કેમ પરશુરામે કરી માતાની હત્યા

કેમ પરશુરામે કરી માતાની હત્યા

પરશુરામ તેમના પિતાની દરેક વાત માનતા. એક વાર અજાણતા રેણુકાથી પાણી ભરેલું માટલું ફૂટી ગયું અને તે પાણીથી ઋષિના યજ્ઞની અગ્નિની ઠરી ગઇ. તે વાતથી ક્રોધિત થઇને ઋષિએ પરશુરામને તેમની માતાનું ગળુ કાપવાનું કહ્યું. પરશુરામે તરત જ તેમનું મસ્તક શરીરની અલગ કરી દીધું પણ ત્યારબાદ પરશુરામે ઋષિને યાચના કરી માતાને જીવનદાન આપે. ઋષિને પણ પોતાના ખોટા ક્રોધનો પસ્તાવો થયો અને તેમણે તેમની પત્નીને ફરી જીવતી કરી.

કામધેનુ ગાયને બચાવા જતા પિતાની થઇ મૃત્યુ

કામધેનુ ગાયને બચાવા જતા પિતાની થઇ મૃત્યુ

ઋષિ જમદગ્નિને શિવવરદાન સ્વરૂપે કામધેનુ ગાય મળી હતી. એક વાર રાજા કર્તાવીર્યા સહસ્ત્રઅર્જુનના સૈનિકોએ આ ગાય ઋષિથી છીણવીને પોતાની પાસે લઇ ગયા. જેથી ઋષિએ પરશુરામને ગાયને છોડાવા મોકલ્યા. પરશુરામે એકલા હાથે રાજાની સેનાને પરાજય કરી પણ જ્યારે તે ગાય લઇને પાછા આશ્રમ આવ્યા ત્યારે તેમને ખબર પડી કે તેમના પિતાની રાજાના પુત્રેએ હત્યા કરી દીધી છે. ત્યારબાદ પરશુરામે પૃથ્વી પર કોઇ પણ ક્ષત્રિયને જીવતો ન મૂકવાના પ્રણ લીધા અને રાજાના તમામ વંશને મારી નાખ્યો.

ગુરુદેવ પરશુરામ

ગુરુદેવ પરશુરામ

પરશુરામે ભીષ્મ પિતામહને યુદ્ધ કળા શીખવી હતી. તે સિવાય તેમને દ્રોણાચાર્ય અને કર્ણને પણ શિક્ષા આપી હતી. કહેવાય છે કે પરશુરામને અમરત્વ પ્રાપ્ત છે. તેમણે ભગવાન કલ્કિને પણ યુદ્ધની નિતીઓ શીખવી હતી જે વિષ્ણુ ભગવાનના દસમાં અવતાર હતા.

ભગવાન ગણેશનું માથું કાપ્યું

ભગવાન ગણેશનું માથું કાપ્યું

લોકકથા મુજબ કહેવાય છે કે જ્યારે હિમાલયમાં પરશુરામ માતા પાર્વતીના દર્શન માટે ગયા ત્યારે ગણેશજીએ તેમને રોક્યા. જેથી પરશુરામ અને ગણેશજી વચ્ચે યુદ્ધ થયું. અને તેમણે ગણેશજીનું માથું કાપી નાંખ્યું.

ગણેશજીએ કર્યા પાર્વતીજીને શાંત

ગણેશજીએ કર્યા પાર્વતીજીને શાંત

જ્યારે માતા પાર્વતીને આ વાતની ખબર પડી કે પરશુરામે તેમના પુત્રનું માથુ કાપી નાંખ્યું છે ત્યારે પાર્વતી પરશુરામ પર ખૂબ જ ક્રોધિત થયા. જો કે ત્યારબાદ ગણેશજીએ માતા પાર્વતીને શાંત કર્યા.

English summary
Why did parshurama cut his mothers head?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X