લગ્નના એક વર્ષ પછી શા માટે સેક્સ લાઈફ ફિક્કી પડી જાય છે?
લોકો પોતાના પાર્ટનર સાથે એક વર્ષ સુધી ખુલ્લેઆમ રિલેશનશિપ એન્જોય કરે છે, ત્યારપછી તે ધીમે-ધીમે ઘટે છે. એક નવા સંશોધનમાં આ હકીકત સામે આવી છે. સંશોધકોએ 25-41 વર્ષની વયજૂથના ત્રણ હજાર લોકોને તેમની સેક્સ લાઈફ વિશે અનેક પ્રસંગોએ પૂછપરછ કરી હતી.
એક અહેવાલ મુજબ, તારણોનું વિશ્લેષણ દર્શાવે છે કે લોકો એક વર્ષ સુધી મુક્તપણે સંબંધનો આનંદ માણે છે. અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે, પરંપરાગત વિચારસરણીથી વિપરીત બાળકો પેદા કરવાથી જાતીય જીવનની ગુણવત્તાને અસર થતી નથી.
મ્યુનિકની મેક્સિમિલિયન યુનિવર્સિટીમાં અભ્યાસના મુખ્ય લેખક ક્લાઉડિયા સિમેડબર્ગે જણાવ્યું કે, "અભ્યાસમાં દંપતીના જાતીય સંતોષમાં બાળકની કોઈ ભૂમિકા હોવાનું બહાર આવ્યું નથી."
સેક્સ માટે યુગલો વચ્ચેના સંઘર્ષને બાળકો કરતા મોટુ કારણ માનવામાં આવે છે. યુગલો ભારપૂર્વક જણાવે છે કે તેઓ જેટલા વધુ સંઘર્ષ કરે છે તેટલું ઓછું સેક્સ કરે છે. તેમણે કહ્યું કે રિસર્ચ અનુસાર, બાળકો પેદા કરવાની ઉંમર અને તેમની ઉંમર સાથે જાતીય સંબંધોમાં ઘટાડો જોવા મળ્યો છે.