For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શા માટે શ્રી કૃષ્ણનો રંગ હોય છે બ્લૂ અને શ્યામ?

|
Google Oneindia Gujarati News

જો તમે એ વાતની નોંધ લીધી હોય તો, ભગવાન શ્રી કૃષ્ણના શરીરનો રંગ હંમેશા બ્લૂ દર્શાવવામાં આવે છે. પછી એ મૂર્તિ હોય કે પછી તસવીર, શ્રી કૃષ્ણને હંમેશા બ્લૂ રંગમાં જ રજૂ કરવામાં આવે છે. જ્યારે તમે શ્રી કૃષ્ણના મંદિરે જાઓ છો કે પછી તેમની તસવીર જુઓ છો ત્યારે તમને ક્યારેય એ પ્રશ્ન ઉદ્બવ્યો છે ખરા કે, શા માટે ભગવાન શ્રી કૃષ્ણના વર્ણને બ્લૂ દર્શાવવામાં આવે છે? અમને વિશ્વાસ છે કે તમને આ પ્રકારનો વિચાર ક્યારેક મનમાં આવ્યો હશે, તેથી આજે અમે અહી શ્રી કૃષ્ણના વર્ણને બ્લૂ દર્શાવવામાં આવે છે તે અંગે તમને અવગત કરાવીશું.

શ્રી કૃષ્ણના બ્લૂ વર્ણને લઇને અનેક કહાણીઓ કહેવામાં આવે છે. તેમના નામ સાથે જોડાયેલી કહાણીથી શરૂઆત કરીએ તો, તેમનું નામ કૃષ્ણ છે, સંસ્કૃતમાં તેનો અર્થ થાય છે શ્યામ ચહેરો. તેથી હંમેશા હિન્દુ ગ્રંથોમાં જ્યાં પણ શ્રી કૃષ્ણના નામનો ઉલ્લેખ કરવામાં આવે છે ત્યાં તેમને શ્યામ કહીને સંબોધવામાં આવે છે. હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર બ્લૂ રંગએ અનંત છે. આ રંગને એ તમામ બાબતો સાથે જોડી દેવામાં આવે છે, જેનો ક્યારેય અંત થતો નથી અથવા તો નિરાકાર બ્રહ્મ છે. તેથી જ તો રામ, કૃષ્ણ અને ક્યારેક ભગવાન શિવને પણ બ્લૂ રંગમાં દર્શાવવામાં આવે છે. તો ચાલો તસવીરો થકી જાણીએ શ્રી કૃષ્ણના બ્લૂ રંગનું રહસ્ય.

પુતના રાક્ષસી

પુતના રાક્ષસી

એક કહાણી અનુસાર પુતના નામના રાક્ષસી જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ બાળક હતા ત્યારે તેમની હત્યા કરવા માટે આવી હતી. તેણે ભગવાનને ઝેરવાળું દુધ પીવડાવ્યું હતું. જો કે તેનાથી ભગવાન શ્રી કૃષ્ણનું મૃત્યું થયું નહોતું પરંતુ તેમના શરીરનો રંગ બદલાઇને બ્લૂ થઇ ગયો હતો. ભગવાને એ રાક્ષસીને મારી નાંખી હતી.

શેષનાગ સાથે સંઘર્ષ

શેષનાગ સાથે સંઘર્ષ

અન્ય એક કહાણી અનુસાર યમુના નદીમાં કાલિયા નામનો શેષનાગ રહેતો હતો. આ શેષનાગે ગોકુલના રેહવાસીઓમાં આતંક ફેલાવ્યો હતો. તેથી ભગવાન શ્રી કૃષ્ણે નક્કી કર્યું કે તેઓ આ શેષનાગ સાથે લડાઇ કરશે. ભગવાને શેષનાગ સાથે લડાઇ કરી, જો કે એ શેષનાગના ઝેરથી શ્રી કૃષ્ણના શરીરનો રંગ બ્લૂ થઇ ગયો હતો.

નેચરનો રંગ કહેવાય છે બ્લૂ

નેચરનો રંગ કહેવાય છે બ્લૂ

ભગવાન શ્રી કૃષ્ણ પ્રકૃતિના રંગને રજૂ કરે છે. આકાશ હોય કે દરિયો કે પછી અન્ય પ્રકૃતિ સાથે જોડાયેલી વસ્તુઓમાં આપણે બ્લૂ રંગ જોવા મળે છે. આ રંગ મનની અંદર શાંતિ અર્પે છે અને માનવ જીવનને સ્વચ્છ બનાવે છે.

ચરિત્રની વિશાળતાનું પ્રતિક

ચરિત્રની વિશાળતાનું પ્રતિક

બ્લૂ રંગ એ શ્રી કૃષ્ણના ચરિત્રની વિશાળતાના પ્રતિકને રજૂ કરે છે. તેમની દૂરદૃષ્ટિ અને પોતાના કામને સમયબદ્ધતામાં પૂર્ણ કરવાની કુશળતાને રજૂ કરે છે. તેથી ભગવાન શ્રી કૃષ્ણનો વર્ણ બ્લૂ હોય છે.

English summary
If you would have noticed, Lord Krishna has always been depicted as blue skinned. Whether it is a painting or an idol, Krishna is always blue in colour. Have you ever wondered why Lord Krishna is blue? We are sure this question has come to many of your minds. So, let us find out why Lord Krishna is blue.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X