For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શું ખરેખરમાં કૃષ્ણ ભગવાનને 16,108 પત્નીઓ હતી?

|
Google Oneindia Gujarati News

16,108 પત્નીઓ આ આંકડા વાંચીને એક મિનિટ માટે કોઇને પણ થાયને કે અહીં એક સચવાતી નથી ત્યારે ભગવાનની આટલી પત્નીઓને કેવી રીતે હોઇ શકે?
પણ શાસ્ત્રો પણ આ વાતનો ઉલ્લેખ છે કે કૃષ્ણ ભગવાનને 16,108 પત્નીઓ હતી. પ્રાચીન સમયમાં બહુપત્ની પ્રથા હતી પણ તેમ છતાં 16,108 આંકડો બહુ મોટો લાગે છે.

ત્યારે કૃષ્ણ ભગવાને કેમ કર્યા 16,108 રાનીઓ જોડે લગ્ન? શું તે પણ કૃષ્ણની એક લીલા હતી? કે પછી તે લીલા દ્વારા ભગવાન કંઇક બોધપાઠ આપવા માગતા હતા. આ તમામ પ્રશ્નોનોના જવાબ મેળવો આ સ્લાઇડરમાં...

કૃષ્ણની આઠ પત્ની

કૃષ્ણની આઠ પત્ની

શાસ્ત્રો પ્રમાણે કૃષ્ણની આઠ પત્નીઓ હતી. જેમના નામ આ મુજબ છે રુકમણિ, સત્યભામા, જાંમ્બવતી, કાલિંદી, મિત્રવિંદા, નાગ્નાજિતી, ભદ્રા અને લક્ષ્મણા. જેમાંથી સત્યભામા અને રુકમણી તેમની પ્રસિદ્ધ રાણીઓ હતી.

રાધાથી પ્રેમ, લગ્ન નહીં

રાધાથી પ્રેમ, લગ્ન નહીં

રાધા અને કૃષ્ણનો પ્રેમ જગજાહેર છે. તેમના પ્રેમને શ્રેષ્ઠ પ્રેમપ્રતીક તરીકે જોવાય છે. વધુમાં મંદિરમાં પણ કૃષ્ણની પૂજા તેમની પત્નીઓ સાથે નહીં પણ રાધાની મૂર્તિ સાથે થાય છે. પણ શાસ્ત્રોમાં ક્યાંય પણ તેમના લગ્નની વાત કરવામાં નથી આવી.

નરકાસૂરની વાર્તા

નરકાસૂરની વાર્તા

નરકાસૂર પ્રગ્જ્યોતિષાનો રાજ હતો. આ સ્થાન હવે અસમ તરીકે ઓળખાય છે. એક વાર આ અસુરે સ્વર્ગ, ભૂમિ અને પાતળ ત્રણેય વિશ્વ પર જીત મેળવી લીધી. ત્યારે તેને પૃથ્વીના 16,108 દેશોના રાજાઓની રાજકુમારીઓને કેદ કરી લીધી. વધુમાં સ્વર્ગમાં તેણે ઇન્દ્ર દેવની માતાની કાનની બૂંટી, પાતળનું પાણી અને વરુણ દેવનું શાહી છત્ર ચોરાઇ લીધું. ત્યારે દેવતાઓએ ભગવાન વિષ્ણુની મદદ માંગી.

કૃષ્ણએ કર્યો નરકાસૂરનો વધ

કૃષ્ણએ કર્યો નરકાસૂરનો વધ

કૃષ્ણ દ્વારા નરકાસૂરના વધ બાદ કૃષ્ણએ ચોરાયેલી તમામ વસ્તુઓ પાછી મેળવી. જેમાં 16,108 રાજકુમારીઓ પણ હતી. કૃષ્ણએ તે મહિલાઓને મુક્ત કરતા આ રાજકુમારીઓએ ભગવાને તેમની સાથે લોક લાજને ધ્યાનમાં રાખીને લગ્ન કરવાની માંગણી કરી.

સામાજીક કલંક

સામાજીક કલંક

આ મહિલાઓએ કહ્યું કે જે રીતે લાંબા સમય સુધી તેમને બંદી બનાવામાં આવી છે તે મુજબ તેમના લગ્ન થવા અશક્ય છે અને સમાજ પણ તેમને પાછો નહીં સ્વીકારે. ત્યારે ભગવાને તે તમામ 16,108 રાજકુમારીઓ સાથે લગ્ન કર્યા

16,108 પત્નીઓ

16,108 પત્નીઓ

ભગવાન કૃષ્ણએ આ તમામ 16,108 રાજકુમારી જોડે લગ્ન કર્યા. ભાગવત પુરાણમાં પણ આ લગ્ન અંગે લખવામાં આવ્યું છે. જેમાં કહ્યું છે કે ભગવાને પ્રત્યેક પત્નીને રહેવા મહેલ અને સો દાસીઓ આપી. રાતે કૃષ્ણ પોતાને અનેક સ્વરૂપમાં બાંટી લેતા. અને આ રીતે તે દરેક પત્નીની સાથે રાતે રહેતા. જ્યારે સવારે તે તમામ સ્વરૂપ મળી કૃષ્ણ બનતા અને દ્વારકાના રાજ રૂપે રાજ કરતા.

નારદ મુનિની કથા

નારદ મુનિની કથા

અન્ય એક કથા મુજબ ઉપદ્વવી નારદ મુનિએ એક વાર ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરી કે તેમની આટલી પત્નીઓમાંથી તેમને એક પત્ની આપે કારણ કે તે કુંવારા છે. તો કૃષ્ણ કહ્યું સારું તે પત્ની તારી જેની જોડે હું આ સમયે ઘરમાં હાજર ના હોવ. નારદ મુનિ તરત જ ગયા પણ તેમની 16,108 પત્નીઓના ઘરમાં કૃષ્ણને જોઇને નારદ મુનિ ચોંકી ગયા અને પોતાની અયોગ્ય માંગણીની ભૂલ સમજાતા, તેમને માફી માંગી.

અન્ય એક માન્યતા

અન્ય એક માન્યતા

અન્ય એક માન્યતા મુજબ તેમ પણ કહેવામાં આવે છે કે ખરેખરમાં કૃષ્ણને 16,108 પત્નીઓ નહતી. પણ તેમને તેમના શરીરની તમામ ઇન્દ્રીઓ પર કાબુ હતો. આમ શરીરની તમામ 16,108 રક્તવાહિની પર કૃષ્ણનો કાબુ હોવાના કારણે તેમને આ ઉપનામ આપવામાં આવ્યું હતું.

English summary
Shocked to read the figure? But yes, scriptures do mention that Lord Krishna had 16,000 wives. To be specific, He had 16,108 wives. Now, though we all know that polygamy was a popular practice in ancient times, yet 16,108 seems like going out of the way.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X