For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કેમ ભગવાન રામે લક્ષ્મણને આપી ફાંસી સજા!

|
Google Oneindia Gujarati News

શું તમને ખબર છે કે રામાયણના અંતમાં લક્ષ્મણની મૃત્યુ કેવી રીતે થઇ. શું તમે તે વાત સ્વીકારી પણ શકો કે ભગવાન રામે તેમના સૌથી પ્રિય ભાઇ લક્ષ્મણેને ફાંસીની સજા આપી હતી?તેવો તો કયા અપરાધ લક્ષ્મણથી થયો હતો કે પ્રજાપતિ રામે તેની આવી સજા આપી.

આપણે ત્યાં વર્ષોથી મહાભારત અને રામાયણની અનેક વાર્તાઓ લોકવાર્તા સ્વરૂપે કહેવામાં આવે છે. ત્યારે રામાયણમાં તો આ વાર્તાનો કોઇ પણ ઉલ્લેખ નથી. પણ એક લોકવાર્તા મુજબ કહેવામાં આવ્યું છે કે રામે લક્ષ્મણને ફાંસીની સજા સંભળાવી હતી.

ત્યારે શું છે આ લોકવર્તા અને તેવું તો શું થયું કે રામને તેમના પ્રિય ભાઇ લક્ષ્મણને મોતની સજા આપવી પડી. જુઓ આ ફોટોસ્લાઇડર અને આ લોકવર્તા વિષે વધુ જાણો...

લંકા વિજય પછી

લંકા વિજય પછી

લંકા વિજય બાદ અયોધ્યા પરત ફરેલા રાજા રામ એક શ્રેષ્ઠ રાજાની જેમ તેમનું રાજપાઠ નીભાવી રહ્યા હતા.

ગુરુ વશિષ્ઠ

ગુરુ વશિષ્ઠ

ત્યારે એક દિવસ રામને મળવા ગુરુ વશિષ્ઠ અયોધ્યા આવે છે. વશિષ્ઠ રામને કહે છે કે તેમને એકાંતમાં તેમની જોડે વાત કરવી છે. અને તેમની ઇચ્છા છે કે આ દરમિયાન કોઇ પણ વ્યક્તિ તેમની વાતમાં દખલ ના આપે.

રામે લક્ષ્મણને કહ્યું

રામે લક્ષ્મણને કહ્યું

જે બાદ રામે લક્ષ્ણણને તેમના કક્ષની ચોકીદારી કરવાનું કહ્યું અને કહ્યું કે ધ્યાન રાખે કે કોઇ પણ વ્યક્તિ ભૂલથી પણ કક્ષમાં પ્રવેશે નહીં, નહીંતર હું તેને ફાંસીની સજા આપીશ

લક્ષ્મણ

લક્ષ્મણ

આજ્ઞાકારી ભાઇ લક્ષ્મણે રામની વાતમાં હામી ભરીને કક્ષનો દરવાજો બંધ કરી. કક્ષની ચોકીદારી કરવાનું શરૂ કર્યું.

ઋષિ દુર્વાસા

ઋષિ દુર્વાસા

તેવામાં જ ત્યાં ઋષિ દુર્વાસા આવ્યા. દુર્વાસા તેમના ક્રોધ અને ત્વરિત શ્રાપ આપવાના સ્વભાવ માટે જાણીતા હતા. તેમણે લક્ષ્મણને કહ્યું કે તેમણે રામથી ભેટ કરવી છે.

લક્ષ્મણ

લક્ષ્મણ

ત્યારે લક્ષ્મણે તેમને સમજાવોનો પ્રયાસ કર્યો કે રામ કોઇને પણ કક્ષમાં ન દાખલ થવા દેવાનું ફરમાન કર્યું છે.

દુર્વાસાનો ગુસ્સો

દુર્વાસાનો ગુસ્સો

જો કે દુર્વાસાને લક્ષ્મણની વાત સાંભળીને ગુસ્સો આવ્યો અને તેણે કહ્યું કે જો તે હમણાં જ દ્વાર નહીં ખોલે તો તે સમગ્ર અયોધ્યાના લોકોને મૃત્યુનો શ્રાપ આપશે

ફરજ

ફરજ

ત્યારે લક્ષ્મણ ભારે દુવિધામાં ફસાઇ ગયા. તેમને ભાઇને આપેલા વચનને નિભાવવું કે સમગ્ર અયોધ્યા વાસીઓના પ્રાણની રક્ષા કરવું બન્નેમાંથી કયા માર્ગને પસંદ કરવું તે સમજાયું નહીં.

પ્રાણ ત્યાગ

પ્રાણ ત્યાગ

છેવટે તેમણે પોતાના પ્રાણોની ચિંતા કર્યા વગર સમગ્ર અયોધ્યાના લોકોને બચાવવા કક્ષના દ્વાર ખોલ્યા. અને દુર્વાસાના આવવાની જાણ કરી.

વચનબદ્ધ

વચનબદ્ધ

સમગ્ર ધટના સાંભળ્યા બાદ ભારે મને ભગવાન રામે પોતાની વચનબદ્ધતાના કારણે લક્ષ્મણને ફાંસીની સજા આપી.

મોત

મોત

ત્યારે આ રીતે એક આજ્ઞાકારી અને પ્રિય ભાઇ લક્ષ્મણને રામે ફાંસીની સજા આપી. જો કે આ એક લોકવાર્તા છે. પણ તેમાં પણ રામ અને લક્ષ્મણના ઊંચા આદર્શો જોવા મળે છે.

English summary
we all know about how Lord Ram died. But do you know how, his most loyal and supportive brother, Lakshman meet his end? You will be shocked to know that it was Lord Ram who ordered Lakshmana to be killed!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X