શું છે નરેન્દ્ર મોદીની વધતી જતી લોકપ્રિયતાનું કારણ?

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 21 માર્ચ: જેમ-જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ રાજકીય પક્ષોનો ચૂંટણી પ્રચાર વેગવંતો થઇ રહ્યો છે. નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ, મુલાયમ સિંહ, નીતિશ કુમાર, મમતા બેનર્જી જેવા નેતાઓએ રાજકારણમાં પોતાની પુરી તાકાત લગાવી દિધી છે. પરંતુ તમામ રાજકીય પક્ષોના નેતાઓના પ્રયત્ન છતાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી અન્ય નેતાઓની તુલનાએ સૌથી વધુ જનતા વચ્ચે લોકપ્રિય બનતા જાય છે. અન્ય પક્ષોના નેતાઓની લોકપ્રિયતા એક તરફ અને નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા એકતરફ. અને આ વાત ફક્ત અમે નથી કહી રહ્યાં છે તમામ સર્વે એજન્સીના પરિણામ પણ આ પ્રમાણે જ કહી રહ્યાં છે.

થોડા દિવસો પહેલાં એબીપી ન્યુઝ અને નીલસનના સર્વેના અનુસાર દેશના 57 ટકા લોકો નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે જોવા માંગે છે, જ્યારે રાહુલ ગાંધીને ફક્ત 18 ટકા અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલને 3 ટકા જ લોકો વડાપ્રધાન તરીકે જોવા માંગે છે. નરેન્દ્ર મોદી ફક્ત તે રાજ્યોમાં જ લોકપ્રિય નથી જ્યાં ભાજપની સરકાર છે. નરેન્દ્ર મોદી તે સ્થળો પર પણ લોકોની પસંદ બનતા જાય છે જ્યાં અત્યાર સુધી ભાજપ માટે કોઇ સંભાવના રહી નથી. પશ્વિમ બંગાળ, અસમ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને કેરલ જેવા રાજ્યોમાં જ્યાં ભાજપ ના બરાબર છે ત્યાં પણ નરેન્દ્ર મોદી યુવાનોની પસંદ બનતા જાય છે.

જો કે જેમ જેમ સર્વેનો ગ્રાફ ઉંમરલાયક લોકો તરફ વધતો જાય છે તેમ તેમ નરેન્દ્ર મોદીની લોકપ્રિય ઘટતી જાય છે. ત્યારે પ્રશ્ન એ છે કે સ્વતંત્રા બાદ સૌથી પહેલાં ટીકાનો શિકાર નરેન્દ્ર મોદી બન્યા છે. ભારતમાં કદાચ જ કોઇ એવો રાજકીય નેતા થયો હશે જેને નરેન્દ્ર મોદી જેટલી ટીકા થઇ હોય. તો રમખાણોના ડંખ છતાં એક પ્રશ્ન એ છે કે દેશમાં રમખાણો કોંગ્રેસના રાજમાં થયા છે પરંતુ મુસ્લિમ સમાજે કોંગ્રેસને માફ કરી દિધા પરંતુ દેશના મુસ્લિમોએ નરેન્દ્ર મોદીને માફ કેમ ન કર્યા?

શું છે મુસ્લિમોની મોદીથી નફરતનું કારણ

શું છે મુસ્લિમોની મોદીથી નફરતનું કારણ

ગુજરાત રમખાણો બાદથી અત્યાર સુધી નરેન્દ્ર મોદીએ ક્યારેય રમખાણો માટે માફી માંગી નથી. નરેન્દ્ર મોદીએ હંમેશા કહ્યું છે કે તે જેટલું કરી શકતા હતા એટલું તેમને કર્યું છે. એક ઇન્ટરવ્યુંમાં પણ નરેન્દ્ર મોદીએ કહ્યું જો હું અપરાધી હોવ તો મને ફાંસી આપવામાં આવે. આવા અપરાધમાં માફીને કોઇ સ્થાન હોતું નથી. નરેન્દ્ર મોદી મોદી દ્વારા માફી ન માંગવી જ મુસ્લિમો માટે નરેન્દ્ર મોદી સાથે નફરતનું કારણ બની ગયું. જ્યારે નરેન્દ્ર મોદીનો આ અંદાજ આરએસએસ અને વિશ્વ હિન્દુ પરિષદ જેવા સંગઠનોને ઘણું પસંદ આવ્યું.

મુસ્લિમ નેતા મોદીના નામે ચલાવે છે રાજકારણની દુકાન

મુસ્લિમ નેતા મોદીના નામે ચલાવે છે રાજકારણની દુકાન

તમામ મુસ્લિમ નેતાઓએ ગુજરાત રમખાણો માટે સીધેસીધું નરેન્દ્ર મોદી પર તિર તાક્યું. નરેન્દ્ર મોદીની સીધા જવાબદાર ગણાવ્યા. કોર્ટમાંથી નરેન્દ્ર મોદીને રમખાણો મુદ્દે ક્લિનચીટ મળ્યા બાદ પણ મુસ્લિમ સમાજ નરેન્દ્ર મોદીને જ રમખાણો માટે જવાબદગાર ગણે છે. એવા ઘણા મુસ્લિમ નેતા છે જેમનું રાજકારણ નરેન્દ્ર મોદીને ગાળ આપવાથી ચાલે છે. એટલા માટે રાજકારણીઓમાં નરેન્દ્ર મોદી એક વિષય રહ્યો છે.

ખ્રિસ્તી અને મુસ્લિમો વચ્ચે લોકપ્રિય નથી મોદી

ખ્રિસ્તી અને મુસ્લિમો વચ્ચે લોકપ્રિય નથી મોદી

નરેન્દ્ર મોદીના નામ પર તે ગત વર્ષોથી મુસ્લિમોમાં સાંપ્રદાયિકતાનો ડર બતાવીને તેમના ડર પર પોતાનું રાજકારણ ચમકાવતા રહ્યાં છે. જો કે મુસ્લિમોમાં સાક્ષરતાનો દર પણ ઓછો છે એટલા માટે તમામ તે મુસ્લિમો રાજકારણીઓની વાતોમાં આવી જાય છે જેમણે ન તો ક્યાં વાંચ્યું છે ના તો પોતાની આંખો વડે ગુજરાત રમખાણોને જોયા છે. ફક્ત રાજકારણીઓની વાતોમાં આવીને મોટાભાગનો મુસ્લિમ સમાજ નરેન્દ્ર મોદીને ગુજરાત રમખાણ માટે જવાબદાર ગણાવી દિધા અને નરેન્દ્ર મોદીને રમખાણોના ગુનેગાર માની લિધા. ભલે કોર્ટ રમખાણોમાં નરેન્દ્ર મોદીની ભૂમિકા ન હોવાનું માનતી હોય પરંતુ દેશના મોટાભાગના મુસ્લિમો વચ્ચે નરેન્દ્ર મોદી ગુનેગાર બનેલા છે. એબીપી ન્યુઝ અને નીલસન સર્વેમાં એ સ્પષ્ટ થઇ ગયું છે કે નરેન્દ્ર મોદી ખ્રિસ્તી અને મુસ્લિમો વચ્ચે લોકપ્રિય નથી.

ગુજરાતના ઇતિહાસના અંતિમ રમખાણ

ગુજરાતના ઇતિહાસના અંતિમ રમખાણ

નરેન્દ્ર મોદીનો એક ચહેરો ગુજરાતના રમખાણોને લઇને છે પરંતુ નરેન્દ્ર મોદીનો બીજો એક ચહેરો છે. ગુજરાતના રમખાણો બાદ ગુજરાતના વિકાસની કહાણી. 2002માં ગુજરાતમાં થયેલા રમખાણો ગુજરાતના ઇતિહાસના અંતિમ રમખાણો હતા. જ્યારે ગત 2 વર્ષોમાં યૂપીમાં 150થી વધુ નાના મોટા સાંપ્રદાયિક ભાઇચારો બગાડનાર ઘટનાઓ ઘટી.

ગુજરાતના વિકાસ મોડલની ચર્ચા

ગુજરાતના વિકાસ મોડલની ચર્ચા

અસમમાં રોહિગ્યા મુસલમાનોની સાથે હિંસા થઇ. જ્યારે દેશની અર્થવ્યવસ્થા નબળી છે મોદી દેશભરમાં ફરીને ગુજરાતના વિકાસ મોડલની ચર્ચા કરી રહી છે. બેરોજગારી અને ભ્રષ્ટાચારથી તંગ યુવાઓને નરેન્દ્ર મોદીએ હસીન સપનાઓ બતાવે છે.

મોદી ધોળા દિવસે વહેચે છે સપના

મોદી ધોળા દિવસે વહેચે છે સપના

ખેડૂતો, સૈનિકો, યુવાનો, બાળકો, વૈજ્ઞાનિકો, ખેલાડીઓ બધા માટે નરેન્દ્ર મોદી પાસે કંઇક ને કંઇક હોય છે. નરેન્દ્ર મોદી ભારતના દરેક વર્ગને આશા અપાવે છે કે જો ભાજપ સરકાર બનશે અને તે વડાપ્રધાન બને તો બધી સમસ્યાઓનું સમાધાન કરી દેશે. નરેન્દ્ર મોદી ધોળા દિવસે ભારતની જનતાને સપના વેચી રહ્યાં છે. કદાચ તેના લીધે જ જનતા વચ્ચે લોકપ્રિય થયા જાય છે.

અને મોદી બની ગયા હિન્દુ સમ્રાટ

અને મોદી બની ગયા હિન્દુ સમ્રાટ

હિન્દુ સંગઠનોએ ગુજરાત રમખાણોને લઇને તેમને હિન્દુ સમ્રાટ તરીકે રજૂ કર્યા. તેમને હિન્દુઓના સૌથી મોટા હિતેચ્છુ ગણાવ્યા. જેથી નરેન્દ્ર મોદી સવર્ણ હિન્દુઓ વચ્ચે લોકપ્રિય થતા ગયા. બીજી તરફ તે સવર્ણ સમાજ અને ભાજપે નરેન્દ્ર મોદીને વિકાસ પુરૂષની જેમ સામે મૂક્યા. સમાજનો એક મોટો વર્ગ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા પાછળ તેમની પીઆર એજન્સીને જવાબદાર ગણે છે.

દેશમાં મજબૂત નેતૃત્વનો અભાવ

દેશમાં મજબૂત નેતૃત્વનો અભાવ

નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનું કારણ દેશમાં મજબૂત નેતૃત્વનો અભાવ રહ્યો છે. દેશના નબળા નેતૃત્વએ નરેન્દ્ર મોદી જેવા નેતાના વ્યક્તિત્વને મજબૂત બનાવી દિધા. દેશને લાગી રહ્યું છે કે કોઇ કઠિન નિર્ણય લેવો જોઇએ. દેશની સામે બે જ વિકલ્પ હતા રાહુલ ગાંધી અથવા નરેન્દ્ર મોદી.

નરેન્દ્ર મોદીએ જનતાનો વિશ્વાસ જીત્યો

નરેન્દ્ર મોદીએ જનતાનો વિશ્વાસ જીત્યો

રાહુલ ગાંધી ઘણા મુદ્દે નિષ્ફળ રહ્યાં છે. રાહુલ ગાંધી દેશ માટે આજે પણ બાળક છે. કેટલાક મુદ્દે રાહુલ ગાંધી જવાબદારીઓથી ભાગતા રહ્યાં છે. જ્યારે નરેન્દ્ર મોદી દરેક અવસર પર યૂપીએ અને કોંગ્રેસને ઘેરતા રહ્યાં છે. યુવાનોને સંબોધિત કરતાં રહ્યાં છે. એવામાં નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધી કરતાં વધુ વિશ્વાસ જીત્યો. અને દેશને મહસૂસ કરાવ્યું કે તે દેશને સૌથી સારું નેતૃત્વ આપી શકે છે.

જનતા સ્થાઇ અને મજબૂત સરકાર ઇચ્છે છે

જનતા સ્થાઇ અને મજબૂત સરકાર ઇચ્છે છે

અહીં કેજરીવાલનું નામ એટલા માટે લઇ રહ્યાં નથી કે જનતાને હજુ સુધે એ વિશ્વાસ નથી કે આમ આદમી પાર્ટી લોકસભામાં 20થી વધુ સીટો પ્રાપ્ત કરી શકશે. ભલે અરવિંદ કેજરીવાલ જનતાની નજરોમાં સારા વ્યક્તિ હોય પરંતુ જનતા આ વખતે તેમને કદાચ મજબૂત અને સ્થાઇ સરકાર ઇચ્ચે છે.

મોદીના ચાર ચહેરા

મોદીના ચાર ચહેરા

આજે દેશમાં નરેન્દ્ર મોદીના ચાર ચહેરા છે. પહેલો ગુજરાત રમખાણોના આરોપી, હજારો માસૂમોના હત્યા, બીજો ચહેરો વિકાસ પુરૂષ નરેન્દ્ર મોદી, ત્રીજો હિન્દુ સમ્રાટ, અને ચોથો યુવાનોની સમસ્યાનું સમાધાન એટલે કે આશાનું કિરણ.

ભાજપ માટે હુકમનો એક્કો છે મોદી

ભાજપ માટે હુકમનો એક્કો છે મોદી

આજે તમે નરેન્દ્ર મોદીના વિષયમાં બે પ્રકારની વાતો કરી શકો છો, કાં તો નરેન્દ્ર મોદીને ગાળો ભાંડી શકો અથવા તો નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી શકો. અને આજે નરેન્દ્ર મોદીની પ્રશંસા કરનાર તેમને ગાળો આપનાર કરતાં વધારે છે. અને આ વાત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ પણ સારી પેઠે જાણે છે. નરેન્દ્ર મોદી ભાજપનો હુકમનો એક્કો છે.

મોદીની લોકપ્રિયતા રાહુલ અને કેજરીવાલ કરતાં વધુ

મોદીની લોકપ્રિયતા રાહુલ અને કેજરીવાલ કરતાં વધુ

નરેન્દ્ર મોદી જ એક એવી આશા છે જે ભાજપને ફરીથી સત્તામાં લાવી શકે છે. એટલા માટે રાજનાથ સિંહ વિરોધ છતાં નરેન્દ્ર મોદીને સામે લઇ આવ્યા. અને હવે તમામ સર્વેના પરિણામ કહી રહ્યાં છે કે કદાચ નરેન્દ્ર મોદીને આગળ લાવવાનો ભાજપનો નિર્ણય યોગ્ય હતો. નરેન્દ્ર મોદી આજે લોકપ્રિયતા અને વડાપ્રધાન પદની દોડમાં રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ કરતાં ઘણા આગળ છે.

English summary
, , , , , , રાહુલ ગાંધી, , લોકસભા ચૂંટણી 2014
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X