• search

વારાણસીની હાલત 'રાઝણા' જેવી, 1 'જોયા' માટે બાથ ભીડશે 3 'કુંદન'

By Kumar Dushyant

વારાણસીની કહાણી પર આધારિત રાંઝણા ફિલ્મમાં એક ડાયલોગ છે. 'મોહલ્લે કે લૌંડે કા પ્યાર અકસર ડૉક્ટર ઔર એન્જિનિયર લે જાતે હૈ, દિલ છોટા ના કર..'' જો લોકસભા ચૂંટણી પર એક નજર નાખીએ તો અહીં મોહલ્લાનો છોકરો મુખ્તાર અંસારી છે, એન્જિનિયર કેજરીવાલ તો ડૉક્ટર નરેન્દ્ર મોદી છે. જી હાં વારાણસીની ફાઇટ પણ કંઇક એવી જ દેખાઇ રહી છે. હવે જો તમે પૂછશો કે જોયા કોણ છે, તો તે વારાણસી સંસદીય વિસ્તાર, જેને પામવા માટે ત્રણેય સંપૂર્ણ તાકાત લગાવી દેશે.

મુખ્તાર અંસારી એલાન કરી ચૂક્યાં છે, કે નરેન્દ્ર મોદીને હરાવવા માટે તે વારાણસીથી ચૂંટણી લડશે, તો અરવિંદ કેજરીવાલ વારંવાર કહી રહ્યાં છે કે જનતા હા કહેશો તો તે નરેન્દ્ર મોદીને સીધી ટક્કર આપવા માટે તૈયાર છે. એટલે કે એક પ્રકારે અહીં એક જોયા માટે ત્રણ ત્રણ કુંદન સામે બેસ્યાં છે. પહેલા કુંદનની વાત કરીએ તો તે નરેન્દ્ર મોદી છે, જે વારાણસી સંસદીય સીટ પરથી કહે છે, ''તમને પ્રેમ કરવો મારું ટેલેન્ટ છે, તેમાં તમારો કોઇ હાથ નથી તમારી જગ્યાએ બીજી કોઇ હોત તો પણ હું તેને આટલો જ પ્રેમ કરતો...!''

10-10 વાહનોના કાફલામાં ચાલવાનો વિરોધ કરી ઑટો અને લોકલ ટ્રેનમાં મુસાફરી કરનાર અરવિંદ કેજરીવાલને જ્યારે આ વારાણસી નામની જોયા સાથે પ્રેમ થયો તો તેમણે કહ્યું ''મારી પાછળ સ્કુટર પર બેસવું પડશે.''

તો બીજી મુખ્તાર અંસારી જે વર્ષોથી વારાણસી, મઉ, ગાજીપુર અને જૌનપુરની ગલિયોમાં સિક્કો જમાવી બેઠા છે તેમના પર ફક્ત એક ડાયલોગ ફિટ બેસે છે- ''સાઢે સાત સાલ મેં તો શનીચર ભી ચલા જાતા હૈ, યે ચક્કર તો હમ આઠ નૌ સાલ સે દેખ રહે હૈ...'' સ્પષ્ટ છે કે મુખ્તાર અંસારીએ જે પ્રકારે નરેન્દ્ર મોદીને પડકાર ફેંક્યો છે, તે તેમના ગત કેટલાક વર્ષોનો અનુભવ જ છે, કે વારાણસી તથા આસપાસના જિલ્લાઓમાં તેમનો જ સિક્કો ચાલે છે, કેટલાય આવ્યા ને કેટલાય જતા રહ્યાં.

હવે સમાચારની ગંભીર બાજુ

જવા દો મજાક ખૂબ થઇ ગઇ હવે તમને લઇ જઇએ આ સમાચારની ગંભીર બાજુ તરફ જ્યાં બાહુબલી મુખ્તાર અંસારી ભલે જેલમાં બંધ છે, પરંતુ તેમના વિસ્તારમાં તેમની એટલી બોલબાલા છે જેના વિશે તમે વિચારી પણ ના શકો. નરેન્દ્ર મોદીની 56ની છાતી અને અરવિંદ કેજરીવાલના ક્રાંતિકારી અંદાજને વારાણસીથી કોઇ ખતરો નથી, તો તમે ખોટા છે. કેટલીક બાબતો છે, જે મુખ્તાર અંસારીને આ સીટ પર દાવેદારીને મજબૂત કરી શકે છે.

2009માં મુરલી મનોહર જોશી વિરૂદ્ધ મુખ્તાર અંસારી ભલે હારી ગયા હોય, પરંતુ તેનો અર્થ એ નથી કે અહીં તેમનો રાજકીય દબદબો ઓછો થયો નથી. આગરા જેલમાં બંધ 56 વર્ષીય મુખ્તાર અંસારીની પોતાની પાર્ટી કૌમી એકતા દળ અહીંના મુસ્લિમ વોટ પર કબજો કરવાના પ્રયત્નોમાં જોડાઇ ગઇ છે. મુસ્લિમ વોટ અને મુખ્તાર અંસારીની દબંગાઇના સમીકરણ સ્લાઇડરમાં વાંચી શકો છો.

મોદીને કેવી રીતે ખતરો

મોદીને કેવી રીતે ખતરો

જો અરવિંદ કેજરીવાલ અને મુખ્તાર અંસારી બંને મેદાનમાં ઉતરે તો મુસ્લિમ વોટ મુખ્તાર અંસારી કાપશે અને હિન્દુ વોટનો મોટો ભાગ અરવિંદ કેજરીવાલના ખાતામાં જઇ શકે છે. ઉપરથી માયાવતીની પાર્ટી બહુજન સમાજ પાર્ટીએ વિજય પ્રકાશ જાયસવાલને પણ મોટી સંખ્યામાં દલિત વોટ કાપી શકે છે.

જો અરવિંદ કેજરીવાલ અને મુખ્તાર અંસારી બંને મેદાનમાં ઉતરે તો મુસ્લિમ વોટ મુખ્તાર અંસારી કાપશે અને હિન્દુ વોટનો મોટો ભાગ અરવિંદ કેજરીવાલના ખાતામાં જઇ શકે છે. ઉપરથી માયાવતીની પાર્ટી બહુજન સમાજ પાર્ટીએ વિજય પ્રકાશ જાયસવાલને પણ મોટી સંખ્યામાં દલિત વોટ કાપી શકે છે.

મુખ્તાર અંસારી અને વારાણસીનો સંબંધ

મુખ્તાર અંસારી અને વારાણસીનો સંબંધ

ગાજીપુરના મૂળ નિવાસી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 1927માં અધ્યક્ષ રહી ચૂકેલા અહમદ અંસારીના પરિવારમાંથી છે. આ પરિવારની આપરાધિક ગતિવિધિઓથી દરેક પરિચિત છે.

પૂર્વાચલના અપરાધી

પૂર્વાચલના અપરાધી

1990ના દસકામાં મુખ્તાર અંસારી પર હત્યાના કેટલાક કેસ દાખલ કરવામાં આવ્યા હતા. પૂર્વાચલમાં અપરાધિઓના નેટવર્કને વિસ્તૃત રૂપ આપવામાં મુખ્તાર અંસારીનો મોટો હાથ માનવામાં આવે છે.

અંસારીની હત્યાનો પ્રયત્ન

અંસારીની હત્યાનો પ્રયત્ન

કહેવામાં આવે છે કે 2001માં પૂર્વાંચલના બાહુબલી બૃજેશ સિંહે મુખ્તાર અંસારીની હત્યા કરાવવાનું કાવતરું રચ્યું હતું. મઉથી લખનઉ જતી વખતે હાઇવે પર જ મુખ્તાર અંસારીના કાફલા પર તાબડતોડ ગોળીબારી થઇ હતી. તે હુમલામાં અંસારી તો બચી ગયા, પરંતુ તેમના ત્રણ સાથીઓ મોતને ભેટ્યા હતા.

2005માં કૃષ્ણાનંદ રાયની હત્યા

2005માં કૃષ્ણાનંદ રાયની હત્યા

મુખ્તાર અંસારીના ગુંડાઓએ 2005માં કૃષ્ણાનંદ રાયના કાફલા પર હુમલો કર્યો અને કૃષ્ણનંદ રાય સહિત 7 લોકોના મોતના ઘાટ ઉતારી દિધા. તે હુમલામાં એકે-47નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

જેલમાંથી પણ જીત્યા ચૂંટણી

જેલમાંથી પણ જીત્યા ચૂંટણી

2009માં ચૂંટણી હાર્યા બાદ પણ 2012ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોમી એકતા દળથી ચોથીવાર સતત ધારાસભ્ય બન્યા.

English summary
Purvanchal gangster Mokhtar Ansari has declared that he would contest from Varanasi against BJP's PM candidate Narendra Modi. Kejriwal is also in fray.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more