For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો રક્ષાબંધનમાં ભદ્રા કાળમાં કેમ નથી બાંધવામાં આવતી રાખડી

|
Google Oneindia Gujarati News

બેંગ્લોર: આ વર્ષે પણ રક્ષાબંધનના દિવસે પાછલા બે વર્ષની જેમ ભદ્રા કાળ છે, જેના કારણે બહેનો ભાઈઓને બપોર બાદ રાખડી બાંધી શકશે.

માલવાના પંડિત સોમેશ્વર જોશીના કહ્યાં અનુસાર વર્ષો બાદ આ વર્ષે રક્ષાબંધન પર અતિશુભ સ્થિર યોગ બની રહ્યાં છે. જેમાં સ્થિર સિંહ લગ્નમાં સૂર્ય, ગુરૂની યુતિ તેમજ સ્થિર શનિવાર રક્ષાબંધન પર સ્થિર રક્ષાના યોગ બનાવી રહ્યાં છે.

Rakhi

રક્ષાબંધન પર ત્રીજી વખત ભદ્રા કાળ
સ્થિર શુભયોગમાં કોઈપણ વસ્તુનું મુર્હુત કરવામાં આવશે તો તે સ્થિર રૂપે લાભકારી રહેશે. પરંતુ ગુરૂ 12 ઑગસ્ટથી 10 સપ્ટેબર સુધી અસ્ત હોવાના કારણે સતત ત્રીજા વર્ષે આ વખતે પણ રક્ષાબંધન પર ભદ્રા કાળ રહેશે. જે વહેલી સવારે 3:26થી બપોરે 1:40 સુધી રહેશે.

ભદ્રામાં રાખડી કેમ નથી બાંધવામાં આવતી?
શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભદ્રા કાળમાં રાખડી શા માટે નથી બાંધવામાં આવતી. નહિં તો ચાલો અમે તમને જણાવીએ. એવું કહેવામાં આવે છે કે સુર્ણપંખાએ રાવણને ભદ્રા નક્ષત્રમાં રાખડી બાંધી હતી. જેના કારણે રાવણનો વિનાશ થયો. એટલે કે રાવણનું અહિત થયું. આ કારણે ભદ્રા કાળમાં રાખડી નથી બાંધવામાં આવતી.

આ કાળમાં શિવજી તાંડવ કરે છે
જો કે કેટલાક પુરાણોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભદ્રા કાળમાં શિવજી તાંડવ કરે છે. શિવજી ઘણાં ગુસ્સામાં હોય છે. જો આવામાં કોઈ શુભ કામ કરવામાં આવે તો શિવજીના ગુસ્સાનો સામનો કરવો પડે છે અને સારૂં કામ પણ બગડી જાય છે. આ કારણથી ભદ્રા કાળમાં કોઈ પણ શુભ કાર્ય નથી કરવામાં આવતું.

English summary
Raksha bandhan should not be celebrated in the Bhadra (inauspicious)time of Shravani and Phalguni Nakshatra. According to a belief, King in Shravan Nakshatra and tying of thread(Rakhi) in Phalguni Nakshatra, is harmful for the public.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X