Valentines Day 2020: જાણો કેમ છે 14 ફેબ્રુઆરી પ્રેમનો દિવસ?
પ્રેમ-ઈશ્ક-મહોબ્બતના દિવસ 'વેલેન્ટાઈન ડે'ને દુનિયાના દરેક એ લોકો સેલિબ્રેટ કરી રહ્યા છે, જેમને પ્રેમ પર ભરોસો છે અને દરેક પોતાના પાર્ટનરને આ દિવસે ખુશ રાખવા ઈચ્છે છે. દર વર્ષે 14 ફેબ્રુઆરીના દિવસે આખા વિશ્વમાં 'વેલેન્ટાઈન ડે' મનાવવામાં આવે છે. ભારતમાં આ પર્વની શરૂઆત 1992માં થઈ હતી. ચાલો જાણીએ આ પર્વ સાથે જોડાયેલી ખાસ વાતો -

સંત ગુરુ વેલેન્ટાઈન
વાસ્તવમાં વેલેન્ટાઈન ડે સંત ગુરુ વેલેન્ટાઈનના નામ પર મનાવવામાં આવે છે. સંત ગુરુ વેલેન્ટાઈન 269 ઈસવીમાં શહીદ થયા હતા. તેમને 14 ફેબ્રુઆરી 269ના રોજ ફ્લેમિનિયામાં દફનાવવામાં આવ્યા હતા. સંત ગુરુ વેલેન્ટાઈનના અવશેષ રોમના સેંટ ફ્રેક્સ્ડ ચર્ચ અને ડબલિન (આયરલેન્ડ)ના સ્ટ્રીટ કામિલેટ ચર્ચમાં રાખેલા છે.

લગ્ન કરવાથી પુરુષોની શક્તિ અને બુદ્ધિ ઘટે છે
વાસ્તવમાં ઈતિહાસ મુજબ ત્રીજી સદીમાં રોમમાં સમ્રાટ ક્લૉડિયસનુ શાસન હતુ. સમ્રાટ અનુસાર લગ્ન કરવાથી પુરુષોની શક્તિ અને બુદ્ધિ ઘટે છે. આ વિશ્વાસ પર તેણે આદેશ જારી કરાવી દીધા કે તેના કોઈ સૈનિક અને અધિકારી લગ્ન નહિ કરે. તેનુ માનવુ હતુ કે અપરિણીત છોકરા પરણેલા છોકરાઓની તુલનામાં વધુ શક્તિશાળી હોય છે પરંતુ સંત વેલેન્ટાઈને આ કાયદાનો વિરોધ કર્યો. તેમણે ચૂપચાપ સૈનિકો અને અધિકારીઓના લગ્ન કરાવવા શરૂ કરી દીધા. સમ્રાટને જ્યારે આ વાતની ખબર પડી તો તેમણે સંત વેલેન્ટાઈનની ધરપકડ કરાવી દીધી અને તેમને ફાંસીની સજા સંભળાવી.

જેલરની દીકરી સાથે થઈ હતી સંત વેલેન્ટાઈનની મિત્રતા
એ પણ કહેવામાં આવે છે કે જેલમાં સંત વેલેન્ટાઈનને જેલરની દીકરીને પોતાની આંખો આપીને તેના જીવનમાં ફરીથી રોશની લાવી દીધી હતી. એ પણ કહેવાય છે કે યુવતી ઠીક થઈ ગયા બાદ વેલેન્ટાઈન અને તેની વચ્ચે મિત્રતા થઈ ગઈ, જે આગળ જઈને પ્રેમ સંબંધમાં ફેરવાઈ. સંત વેલેન્ટાઈને એ યુવતીને એક પત્ર પણ લખ્યો હતો જેમાં લખ્યુ હતુ તારો વેલેન્ટાઈન. છેવટે સમ્રાટ ક્લૉડિયસે 14 ફેબ્રુઆરી 269એ સંત વેલેન્ટાઈનને ફાંસી પર ચડાવી દીધી. કહેવાય છે કે એ દિવસથી જ સંત વેલેન્ટાઈનની યાદમાં વેલેન્ટાઈન્સ ડે મનાવવામાં આવે છે.

બિશપ ટર્નીનુ પણ લેવામાં આવે છે નામ
જો કે બિશપ ટર્નીને પણ પ્રેમના વેલેન્ટાઈન કહેવામાં આવે છે. જે 197 ઈ.માં સમ્રાટ ઑરોલિયનના ઉત્પીડનથી શહીદ થઈ ગયા હતા. જો કે હજુ પણ આ વાતની પુષ્ટિ થઈ નથી કે છેવટે વેલેન્ટાઈન ડેની શરૂઆત ક્યાંથી થઈ.
આ પણ વાંચોઃ વેલેન્ટાઈન વિશેષઃ સાત જન્મના બંધન નહિ પરંતુ જમાનો છે એક જન્મમાં સાત સમુંદર પાર કરવાનો!